મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. યહોશુઆ ૩:૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ અને યહોશુઆએ ઇઝરાયલનાં લોકોને કહ્યું, “અહીં આવો અને પ્રભુ તમારા યહોવાહનાં વચન સાંભળો.”

  2. યહોશુઆ ૩:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને યહોશુઆએ કહ્યું, “આનાથી તમે જાણશો કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે, તે કનાનીઓને, હિત્તીઓને, હિવ્વીઓને, પરિઝીઓને, ગિર્ગાશીઓને, અમોરીઓને તથા યબૂસીઓને નિશ્ચે તમારી આગળથી દૂર કરશે.

  3. યહોશુઆ ૩:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જુઓ! આખી પૃથ્વીના પ્રભુનો કરારકોશ તમારી આગળ યર્દન ઊતરે છે.

  4. યહોશુઆ ૩:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ હવે તમે ઇઝરાયલના દરેક કુળમાંથી એક પ્રમાણે બાર માણસ પસંદ કરો.

  5. યહોશુઆ ૩:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જયારે આખી પૃથ્વીના પ્રભુ, યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકોના પગ યર્દનનાં પાણીમાં મુકાશે ત્યારે યર્દનનું પાણી ઉપરથી નીચે તરફ વહે છે તેના ભાગ પડી જશે અને તે ઢગલો થઈને સ્થિર થઈ જશે.”

  6. યહોશુઆ ૩:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તેથી જયારે લોકો યર્દન પાર કરવાને નીકળ્યા ત્યારે કરારકોશને ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા.

  7. યહોશુઆ ૩:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    કરાર કોશને ઊંચકનારા યાજકો જયારે યર્દન પાસે આવ્યા અને તેઓના પગ પાણીમાં પડ્યા યર્દન કાપણીની પૂરી ઋતુ દરમિયાન તેના બન્ને કિનારે છલકાતી હતી

  8. યહોશુઆ ૩:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદમ નગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા.

  9. યહોશુઆ ૩:૧૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ઇઝરાયલના સઘળાં લોકો કોરી જમીન પર ચાલીને પાર ઊતર્યા ત્યાં સુધી યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની મધ્યમાં કોરી જમીન પર ઊભા રહ્યા.

  10. યહોશુઆ ૪:૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જયારે બધા લોકો યર્દન પાર કરી રહ્યા ત્યારે યહોવાહે યહોશુઆને કહ્યું,

  11. યહોશુઆ ૪:૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    “તમે તમારે માટે દરેક કુળમાંથી એક માણસ પ્રમાણે બાર માણસ પસંદ કરો.

  12. યહોશુઆ ૪:૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    અને તેઓને આજ્ઞા આપો કે, જ્યાં યાજકો કોરી જમીન પર ઊભા છે ત્યાંથી એટલે યર્દનની મધ્યેથી તેઓ બાર પથ્થર ઉપાડી લે, એ પથ્થર તેઓ પોતાની સાથે પેલી બાજુ લઈ જાય અને આજે જ્યાં તમે રાત્રિમુકામ કરો ત્યાં તેઓને મૂકો.”

  13. યહોશુઆ ૪:૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ પછી યહોશુઆએ જેઓને ઇઝરાયલના, દરેક કુળમાંથી એકને પસંદ કર્યા હતા તે બાર માણસને બોલાવ્યા.

  14. યહોશુઆ ૪:૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    યહોશુઆએ તેઓને કહ્યું, “તમારા યહોવાહ, પ્રભુના કરારકોશની આગળ યર્દન નદીની મધ્યમાં જાઓ, તમારામાંનો દરેક પોતાના ખભા પર ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે એક એક પથ્થર ઊંચકી લો.

  15. યહોશુઆ ૪:૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જયારે આવનાર દિવસોમાં તમારાં બાળકો પૂછે કે, આ પથ્થરોનો અર્થ શો છે? ત્યારે તમારી વચમાં તમારા માટે આ નિશાનીરૂપ થશે.

  16. યહોશુઆ ૪:૭આશરે ઈ.પૂ. ૧૪૫૧

    પછી તમે તેઓને કહેશો કે, ‘યહોવાહનાં કરારકોશની આગળ યર્દનના પાણીના ભાગ થઈ ગયા હતા. જયારે તે યર્દન પાર ઊતરતો હતો ત્યારે યર્દનના પાણીના ભાગ થઈ ગયા. એ પથ્થરો ઇઝરાયલના લોકોના સ્મરણાર્થે હંમેશા રહેશે.”

  17. યહોશુઆ ૪:૮આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ ઇઝરાયલના લોકોને યહોશુઆએ જે પ્રમાણે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કર્યું અને યહોવાહે યહોશુઆને જે પ્રમાણે કહ્યું હતું તેમ, તેઓએ યર્દનની મધ્યેથી બાર પથ્થર લીધાં અને તેઓએ ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે ગોઠવ્યા. તેઓએ તેને ઊંચકીને તે જગ્યા કે જ્યાં તેઓ રાત વિતાવવાના હતા ત્યાં મૂક્યા.

  18. યહોશુઆ ૪:૯આશરે ઈ.પૂ. ૧૪૫૧

    પછી યહોશુઆએ યર્દનની મધ્યમાં, જ્યાં યાજકો કરારકોશ ઊંચકીને ઊભા રહ્યા હતા તે સ્થળે બાર પથ્થર સ્થાપિત કર્યા. અને તે યાદગીરી આજ સુધી ત્યાં છે.

  19. યહોશુઆ ૪:૧૦આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ જે આજ્ઞા મૂસાએ યહોશુઆને આપી હતી અને જે આજ્ઞા યહોવાહે યહોશુઆને આપી હતી તેનું સંપૂર્ણ પાલન થાય ત્યાં સુધી યાજકો યર્દનની મધ્યમાં કરારકોશ ઊંચકીને ઊભા રહ્યા. લોકો ઉતાવળ કરીને પાર ઊતરી ગયા.

  20. યહોશુઆ ૪:૧૧આશરે ઈ.પૂ. ૧૪૫૧

    જયારે બધા લોકો પાર ઊતર્યા પછી યહોવાહનો કરારકોશ અને યાજકો લોકોના દેખતાં પાર ઊતર્યા.

  21. યહોશુઆ ૪:૧૨આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ રુબેનીનું કુળ, ગાદનું કુળ અને મનાશ્શાનું અર્ધ કુળ, મૂસાના ફરમાવ્યા પ્રમાણે, શસ્ત્ર સજીને સૈન્યના રૂપમાં ઇઝરાયલના લોકોની આગળ ગયા.

  22. યહોશુઆ ૪:૧૩આશરે ઈ.પૂ. ૧૪૫૧

    લગભગ ચાળીસ હજાર માણસો યહોવાહની આગળ યરીખોના મેદાન પર યુદ્ધ માટે સજ્જ થયા.

  23. યહોશુઆ ૪:૧૪આશરે ઈ.પૂ. ૧૪૫૧

    તે જ દિવસે યહોવાહ યહોશુઆને સર્વ ઇઝરાયલની નજરમાં મોટો મનાવ્યો, જેમ તેઓ મૂસાનો આદર કરતા હતા, તેમ તેઓએ તેના સર્વ દિવસોમાં તેનો આદર કર્યો.

  24. યહોશુઆ ૪:૧૫આશરે ઈ.પૂ. ૧૪૫૧

    ¶ પછી યહોવાહે યહોશુઆને કહ્યું,

  25. યહોશુઆ ૪:૧૬આશરે ઈ.પૂ. ૧૪૫૧

    “કરારકોશ ઊંચકનાર યાજકોને યર્દનમાંથી બહાર આવવાની આજ્ઞા આપ.”