મુખ્ય સામગ્રી પર જાઓ

Genealogy વિશે બાઇબલની કલમો

114 કલમો · 8 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હારાન તેના પિતા તેરાહની હાજરીમાં, તેના જન્મના દેશમાં, ખાલદીઓના ઉરમાં મૃત્યુ પામ્યો.

  2. ¶ ઇબ્રામે તથા નાહોરે લગ્ન કર્યાં. ઇબ્રામની પત્નીનું નામ સારાય અને નાહોરની પત્નીનું નામ મિલ્કાહ હતું. તે હારાનની દીકરી હતી, મિલ્કા તથા યિસ્કા હારાનના સંતાનો હતા.

  3. હવે સારાય નિ:સંતાન હતી; તેને કોઈ સંતાન નહોતું.

  4. ¶ તેરાહ તેના દીકરા ઇબ્રામને તથા દીકરા હારાનના પુત્ર લોતને અને સારાય તેની પુત્રવધૂ લઈને ઉર જે ખાલદીઓનો પ્રદેશ છે તે છોડીને, કનાન દેશમાં જવા નીકળ્યા. પણ તેઓ હારાનમાં આવીને રહ્યાં.

  5. તેરાહ બસો પાંચ વર્ષની ઉંમરે હારાનમાં મરણ પામ્યો.

  6. ¶ હવે પેરેસની વંશાવળી આ પ્રમાણે છે; પેરેસ, તે હેસ્રોનનો પિતા હતો;

  7. હેસ્રોન, તે રામનો પિતા હતો, રામ, તે આમ્મીનાદાબનો પિતા હતો,

  8. આમ્મીનાદાબ, તે નાહશોનનો પિતા હતો, નાહશોન, તે સલ્મોનનો પિતા હતો;

  9. સલ્મોન, તે બોઆઝનો પિતા હતો, બોઆઝ, તે ઓબેદનો પિતા હતો,

  10. ઓબેદ, તે યિશાઈનો પિતા હતો અને યિશાઈ, તે દાઉદનો પિતા હતો.

  11. ¶ આદમ, શેથ, અનોશ,

  12. કેનાન, માહલાલેલ, યારેદ;

  13. હનોખ, મથૂશેલાહ, લામેખ,

  14. નૂહ, શેમ, હામ તથા યાફેથ.

  15. ¶ યાફેથના દીકરાઓ: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.

  16. ગોમેરના દીકરા: આશ્કનાઝ, રિફાથ અને તોગાર્મા.

  17. યાવાનના દીકરા: એલીશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.

  18. ¶ હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.

  19. કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન.

  20. કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.

  21. ¶ મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,

  22. પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો.

  23. ¶ કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,

  24. યબૂસી, અમોરી, ગિર્ગાશી,

  25. હિવ્વી, આર્કી, સિની,