મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. સફન્યા ૨:૯આશરે ઈ.પૂ. ૬૩૦

    તેથી ઇઝરાયલના ઈશ્વર, સૈન્યોના યહોવાહ કહે છે કે, મારા જીવના સમ, મોઆબ સદોમ જેવું અને આમ્મોનના લોકો ગમોરાના જેવા થશે; તે પ્રદેશ સદાને માટે ક્ષારની ખાણ તથા ઝાંખરાવાળા રણના પ્રદેશ જેવો બની જશે. મારા બાકી રહેલા લોકો તેઓને લૂંટશે, મારી પ્રજાના બાકી રહેલા લોકો તેઓનો વારસો થશે.”

  2. સફન્યા ૨:૧૦આશરે ઈ.પૂ. ૬૩૦

    ¶ તેઓના અભિમાનને લીધે મોઆબ તથા આમ્મોનને આવી શિક્ષા થશે, કેમ કે તેઓએ સૈન્યોના યહોવાહના લોકોની મજાક કરી છે અને મહેણાં માર્યાં છે.

  3. સફન્યા ૨:૧૧આશરે ઈ.પૂ. ૬૩૦

    હવે તેઓ યહોવાહથી બીશે અને તે આખી પૃથ્વીના બધા દેવોને મહેણાં મારશે. દરેક તેમની આરાધના કરશે, દરેક પોતપોતાના સ્થળેથી, હા, દરેક સમુદ્રકિનારેથી તેમની આરાધના કરશે.

  4. સફન્યા ૨:૧૨આશરે ઈ.પૂ. ૬૩૦

    તમે કૂશીઓ પણ મારી તલવારથી માર્યા જશો.

  5. સફન્યા ૨:૧૩આશરે ઈ.પૂ. ૬૩૦

    ઈશ્વર પોતાનો હાથ ઉત્તર તરફ લંબાવીને આશ્શૂરનો નાશ કરશે, જેથી નિનવેને વેરાન તથા રણના જેવું સૂકું કરીને ત્યજી દેવામાં આવશે.

  6. સફન્યા ૨:૧૪આશરે ઈ.પૂ. ૬૩૦

    જાનવરો, એટલે દરેક પ્રજાનાં પ્રાણીઓ આશ્શૂરમાં પડી રહેશે, તેના થાંભલાઓની ટોચ પર બગલાં તથા ઘુવડો માળા બાંધશે. તેઓના સાદનું ગાયન બારીમાંથી સંભળાશે, ઉંબરાઓ ઉજ્જડ થઈ જશે, કેમ કે તેણે એરેજકાષ્ટના પાટડા ઉઘાડા કરી નાખ્યા છે.

  7. સફન્યા ૨:૧૫આશરે ઈ.પૂ. ૬૩૦

    આ આનંદી નગર નિશ્ચિંત રહેતું હતું, તે હૃદયમાં કહે છે કે, “હું છું અને મારા જેવું કોઈ પણ નથી.” તે કેવું વેરાન તથા પશુઓના રહેવાનું સ્થાન થઈ ગયું છે. તેની પાસે થઈને જનાર દરેક માણસ નિસાસા સાથે પોતાનો હાથ હલાવશે.

  8. સફન્યા ૩:૧આશરે ઈ.પૂ. ૬૩૦

    બંડખોર તથા ભ્રષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ!

  9. સફન્યા ૩:૨આશરે ઈ.પૂ. ૬૩૦

    તેણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ અને યહોવાહની શિખામણ માની નહિ. તેને યહોવાહમાં વિશ્વાસ ન હતો અને પોતાના ઈશ્વરની નજીક આવી નહિ.

  10. સફન્યા ૩:૩આશરે ઈ.પૂ. ૬૩૦

    તેની મધ્યે તેના સરદારો ગર્જના કરતા સિંહ જેવા છે! તેના ન્યાયાધીશો સાંજે ફરતા વરુઓ જેવા છે, જેઓ આવતીકાલ માટે કે સવાર સુધી કશું રહેવા દેતા નથી!

  11. સફન્યા ૩:૪આશરે ઈ.પૂ. ૬૩૦

    તેના પ્રબોધકો ઉદ્ધત તથા રાજદ્રોહી માણસો છે. તેના યાજકોએ જે પવિત્ર છે તેને અપવિત્ર કર્યું છે અને નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે.

  12. સફન્યા ૩:૫આશરે ઈ.પૂ. ૬૩૦

    તેનામાં યહોવાહ ન્યાયી છે, તે અન્યાય કરતા નથી. રોજ સવારે તે ન્યાય કરે છે તે કશી ચૂક કરતા નથી, છતાં ગુનેગાર લોકોને શરમ આવતી નથી.

  13. સફન્યા ૩:૬આશરે ઈ.પૂ. ૬૩૦

    “મેં પ્રજાઓનો નાશ કર્યો છે; તેઓના બુરજો નાશ પામ્યા છે. મેં તેઓની શેરીઓનો નાશ કરી દીધો છે કે તેથી ત્યાં થઈને કોઈ જતું નથી. તેઓનાં નગરો નાશ પામ્યાં છે તેથી કોઈ માણસ જોવા મળતું નથી કે ત્યાં કોઈ રહેતું નથી.

  14. સફન્યા ૩:૭આશરે ઈ.પૂ. ૬૩૦

    મેં કહ્યું, ‘તું નિશ્ચે મારી બીક રાખશે, મારું માનશે. મેં તેને માટે જે યોજના કરી હતી તે પ્રમાણે તેનાં ઘરોનો નાશ થશે નહિ!’ પણ તેઓએ વહેલા ઊઠીને પોતાના સર્વ કામો ભ્રષ્ટ કર્યાં.”

  15. સફન્યા ૩:૮આશરે ઈ.પૂ. ૬૩૦

    માટે યહોવાહ કહે છે, મારી રાહ જુઓ” હું નાશ કરવા ઊભો થાઉં તે દિવસ સુધી રાહ જુઓ. કેમ કે મારો નિર્ણય પ્રજાઓને એકત્ર તથા રાજ્યોને ભેગા કરીને, તેઓના પર મારો બધો રોષ અને પ્રચંડ ક્રોધ વરસાવવાનો છે. જેથી આખી પૃથ્વી મારી ઈર્ષ્યાના અગ્નિથી નાશ પામે.

  16. સફન્યા ૩:૯આશરે ઈ.પૂ. ૬૩૦

    પણ ત્યારે પછી હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ, જેથી તેઓ યહોવાહના નામની વિનંતી કરીને એકમતના થઈને મારી સેવા કરે.

  17. સફન્યા ૩:૧૦આશરે ઈ.પૂ. ૬૩૦

    મારા વેરવિખેર થઈ ગયેલા મારા ભક્તો કૂશની નદીની સામે પારથી મારે માટે અર્પણ લાવશે.

  18. સફન્યા ૩:૧૧આશરે ઈ.પૂ. ૬૩૦

    તે દિવસે તારાં સર્વ કૃત્યો જે તેં મારી વિરુદ્ધ કર્યાં છે તેને માટે તારે શરમાવું નહિ પડે, કેમ કે તે સમયે હું તારામાંથી અભિમાની તથા ઉદ્ધત માણસોને દૂર કરીશ, કેમ કે હવે પછી તું મારા પવિત્ર પર્વત પર હીણપતભર્યું કાર્ય કરી શકશે નહિ.

  19. સફન્યા ૩:૧૨આશરે ઈ.પૂ. ૬૩૦

    પણ હું તારામાં દીન તથા ગરીબ લોકોને રહેવા દઈશ, તેઓ મારા નામ પર ભરોસો રાખશે.

  20. સફન્યા ૩:૧૩આશરે ઈ.પૂ. ૬૩૦

    ઇઝરાયલના બાકી રહેલા લોકો તે પછી અન્યાય કરશે નહિ કે જૂઠું બોલશે નહિ, તેમના મુખમાં કપટી જીભ માલૂમ પડશે નહિ. તેઓ ખાશે અને સૂઈ જશે અને કોઈ તેમને બીવડાવશે નહિ.”

  21. સફન્યા ૩:૧૪આશરે ઈ.પૂ. ૬૩૦

    ઓ સિયોનની દીકરી ગાયન કર. હે ઇઝરાયલ ઉલ્લાસ કર. હે યરુશાલેમની દીકરી તારા પૂરા હૃદયથી ખુશ થા અને આનંદ કર.

  22. સફન્યા ૩:૧૫આશરે ઈ.પૂ. ૬૩૦

    યહોવાહ તમારી શિક્ષાનો અંત લાવ્યા છે; તેમણે તમારા દુશ્મનોને કાઢી મૂક્યાં છે; ઇઝરાયલના રાજા યહોવાહ, તમારામાં છે. તમને ફરીથી ક્યારેય આપત્તિનો ડર લાગશે નહિ.

  23. સફન્યા ૩:૧૬આશરે ઈ.પૂ. ૬૩૦

    તે દિવસે તેઓ યરુશાલેમને કહેશે કે, “હે સિયોન, બીશ નહિ, તારા હાથો ઢીલા પડવા દઈશ નહિ.

  24. સફન્યા ૩:૧૭આશરે ઈ.પૂ. ૬૩૦

    યહોવાહ તારા ઈશ્વર તારી મધ્યે છે, શક્તિશાળી ઈશ્વર તને બચાવશે; તે તારા માટે હરખાશે. તે તારા પરના તેમના પ્રેમમાં શાંત રહેશે. તે ગાતાં ગાતાં તારા પર આનંદ કરશે,

  25. સફન્યા ૩:૧૮આશરે ઈ.પૂ. ૬૩૦

    તારામાંના જેઓ મુકરર ઉત્સવને સારુ દિલગીર છે તેઓને હું ભેગા કરીશ અને તારા પરનો તેઓનો બોજો મહેણાંરૂપ થશે.