- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- હિબ્રૂઓને પત્ર ૫:૧આશરે ઈ.સ. ૬૪
¶ કેમ કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને સારું નીમેલો છે, એ માટે કે તે પાપોને સારુ અર્પણો તથા બલિદાન આપે;
- હિબ્રૂઓને પત્ર ૫:૨આશરે ઈ.સ. ૬૪
તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે. તેથી તે અજ્ઞાનીઓની તથા ભૂલ કરનારાઓની સાથે સહાનુભૂતિથી વર્તી શકે છે.
- હિબ્રૂઓને પત્ર ૫:૩આશરે ઈ.સ. ૬૪
તેથી તેણે જેમ લોકોને માટે તેમ પોતાને સારું પણ પાપોને લીધે અર્પણ કરવું જોઈએ.
- હિબ્રૂઓને પત્ર ૫:૪આશરે ઈ.સ. ૬૪
¶ હારુનની માફક જેને ઈશ્વરે બોલાવ્યો હોય તેના વિના અન્ય કોઈ પોતાને માટે આ સન્માન લેતો નથી.
- હિબ્રૂઓને પત્ર ૫:૫આશરે ઈ.સ. ૬૪
એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહિ, પણ જેણે તેમને કહ્યું કે, તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે,’ તેમણે તેમને તે સન્માન આપ્યું.
- હિબ્રૂઓને પત્ર ૫:૬આશરે ઈ.સ. ૬૪
¶ વળી તે પ્રમાણે પણ બીજી જગ્યાએ પણ તે કહે છે કે, ‘મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે, ‘તમે સનાતન યાજક છો.’”
- હિબ્રૂઓને પત્ર ૫:૭આશરે ઈ.સ. ૬૪
¶ તેઓ મનુષ્યદેહધારી હતા એ સમયે પોતાને મૃત્યુમાંથી છોડાવવાને જે સર્વશક્તિમાન હતા, તેઓની પાસે મોટે અવાજે, આંસુસહિત પ્રાર્થના તથા વિનંતી કર્યાં અને તેમણે અધીનતાથી ઈશ્વરની વાતોને મહિમા આપ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી;
- હિબ્રૂઓને પત્ર ૫:૮આશરે ઈ.સ. ૬૪
તે પુત્ર હતા તે છતાં પણ પોતે જે જે સંકટો સહ્યાં તેથી તે ખ્રિસ્ત આજ્ઞાપાલન શીખ્યા.
- હિબ્રૂઓને પત્ર ૫:૯આશરે ઈ.સ. ૬૪
¶ અને પરિપૂર્ણ થઈને પોતાની આજ્ઞાનું પાલન કરનારા સઘળાંને માટે અનંત ઉદ્ધારનું કારણ બન્યા.
- હિબ્રૂઓને પત્ર ૫:૧૦આશરે ઈ.સ. ૬૪
ઈશ્વરે તેમને મેલ્ખીસેદેકનાં નિયમ પ્રમાણે પ્રમુખ યાજક જાહેર કર્યાં.
- હિબ્રૂઓને પત્ર ૫:૧૧આશરે ઈ.સ. ૬૪
¶ આ મેલ્ખીસેદેક વિષે અમારે ઘણી બાબતો કહેવાની છે, પણ અર્થ સમજાવવો અઘરો છે, કેમ કે તમે સાંભળવામાં ધીમા છો.
- હિબ્રૂઓને પત્ર ૫:૧૨આશરે ઈ.સ. ૬૪
¶ કેમ કે આટલા સમયમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો ઈશ્વરનાં વચનનાં પાયાના સિદ્ધાંત શાં છે, એ કોઈ તમને ફરી શીખવે એવી જરૂર ઊભી થઈ છે; અને તમે એવા બાળક જેવા થયા છો કે જેને દૂધની અગત્ય છે અને જે ભારે ખોરાક પચાવી શકે તેમ નથી.
- હિબ્રૂઓને પત્ર ૫:૧૩આશરે ઈ.સ. ૬૪
કેમ કે જે દરેક દૂધ પીએ છે તે ન્યાયીપણાની બાબતો સંબંધી બિનઅનુભવી છે, કેમ કે આત્મિક જીવનમાં તે હજી બાળક છે.
- હિબ્રૂઓને પત્ર ૫:૧૪આશરે ઈ.સ. ૬૪
પણ બીજી બાજુ જેઓ પુખ્ત છે, એટલે કે જેઓ સાચું અને ખોટું પારખવામાં હોશિયાર છે, તેઓને માટે ભારે ખોરાક છે.
- હિબ્રૂઓને પત્ર ૬:૧આશરે ઈ.સ. ૬૪
¶ માટે હવે, ખ્રિસ્ત વિષેનાં પાયાના સિદ્ધાંતોનો ઉપદેશ જે આપણે અગાઉ શીખ્યા છીએ તેને રહેવા દઈને હવે આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ; અને નિર્જીવ કામ સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો,
- હિબ્રૂઓને પત્ર ૬:૨આશરે ઈ.સ. ૬૪
બાપ્તિસ્મા સંબંધીના ઉપદેશનો, હાથ મૂકવાનો, મૃત્યુ પામેલાંઓના પુનરુત્થાનનો અને અનંતકાળના ન્યાયચુકાદાનો પાયો ફરીથી ન નાખીએ.
- હિબ્રૂઓને પત્ર ૬:૩આશરે ઈ.સ. ૬૪
જો ઈશ્વરની ઇચ્છા હોય તો આપણે એ પ્રમાણે કરીશું.
- હિબ્રૂઓને પત્ર ૬:૪આશરે ઈ.સ. ૬૪
¶ કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ કર્યો, જેઓ પવિત્ર આત્માનાં ભાગીદાર પણ થયા,
- હિબ્રૂઓને પત્ર ૬:૫આશરે ઈ.સ. ૬૪
જેઓએ ઈશ્વરનું સારું વચન તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો,
- હિબ્રૂઓને પત્ર ૬:૬આશરે ઈ.સ. ૬૪
અને ત્યાર પછી જેઓ તે વીસરી જઈને પતિત થયા, તેઓને ફરીથી પશ્ચાતાપ કરાવવો એ શક્ય નથી, કેમ કે તેઓ ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે.
- હિબ્રૂઓને પત્ર ૬:૭આશરે ઈ.સ. ૬૪
¶ જે જમીન પોતા પર વારંવાર વરસેલા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ તેને ખેડે છે તેઓને માટે ઉપયોગી વનસ્પતિ ઉપજાવે છે, તેને ઈશ્વર આશીર્વાદ આપે છે.
- હિબ્રૂઓને પત્ર ૬:૮આશરે ઈ.સ. ૬૪
પણ જે કાંટા તથા ઝાંખરાં ઉપજાવે છે, તે જમીન નાપસંદ થયેલી તથા શાપિત કરાયેલી છે; અંતે તેને બાળી નાખવામાં આવશે.
- હિબ્રૂઓને પત્ર ૬:૯આશરે ઈ.સ. ૬૪
¶ પણ પ્રિય બંધુઓ, જોકે અમે એવું કહીએ છીએ તોપણ તમારા સંબંધી એનાં કરતાં સારી તથા ઉદ્ધારને લગતી બાબતોનો અમને ભરોસો છે.
- હિબ્રૂઓને પત્ર ૬:૧૦આશરે ઈ.સ. ૬૪
કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે; અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને ભૂલી જાય એવા અન્યાયી નથી.
- હિબ્રૂઓને પત્ર ૬:૧૧આશરે ઈ.સ. ૬૪
¶ અને અમે અંતઃકરણપૂર્વક ઇચ્છા રાખીએ છીએ, કે તમારામાંનો દરેક, આશામાં પરિપૂર્ણ થવાને અર્થે, એવો જ ઉત્સાહ અંત સુધી દર્શાવી રાખે,