- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
આ કાળની કલમો
- હિબ્રૂઓને પત્ર ૬:૧૨આશરે ઈ.સ. ૬૪
માટે તમે મંદ ન પડો, પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે, તેઓનું અનુસરણ કરો.
- હિબ્રૂઓને પત્ર ૬:૧૩આશરે ઈ.સ. ૬૪
¶ કેમ કે ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું ત્યારે પોતાના કરતાં કોઈ મોટો ન હતો કે જેનાં સમ તે ખાય, માટે તેણે પોતાના જ સમ ખાઈને કહ્યું કે,
- હિબ્રૂઓને પત્ર ૬:૧૪આશરે ઈ.સ. ૬૪
ખરેખર હું તને આશીર્વાદ આપીશ જ, અને તારાથી મહાન પ્રજા ઉત્પન્ન કરીશ.’”
- હિબ્રૂઓને પત્ર ૬:૧૫આશરે ઈ.સ. ૬૪
એ પ્રમાણે, ધીરજ રાખ્યા પછી તે વચનનું ફળ પામ્યો.
- હિબ્રૂઓને પત્ર ૬:૧૬આશરે ઈ.સ. ૬૪
¶ માણસો પોતાના કરતા જેઓ શ્રેષ્ઠ હોય છે તેઓના સમ ખાય છે અને સોગનથી તેઓનાં સઘળાં વિવાદનો અંત આવે છે.
- હિબ્રૂઓને પત્ર ૬:૧૭આશરે ઈ.સ. ૬૪
તે પ્રમાણે ઈશ્વર પોતાના સંકલ્પની નિશ્ચયતા, આશાવચનના વારસોને બતાવવા ચાહતા સમ ખાઈને મધ્યસ્થ બન્યા,
- હિબ્રૂઓને પત્ર ૬:૧૮આશરે ઈ.સ. ૬૪
એ માટે કે જે વચન તથા સમ જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્ચળ વાતોથી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા સારુ આશ્રયને માટે દોડનારાંને, પુષ્કળ પ્રમાણમાં ઉત્તેજન મળે.
- હિબ્રૂઓને પત્ર ૬:૧૯આશરે ઈ.સ. ૬૪
¶ તે આશા આપણા આત્માને સારુ લંગર સરખી, સુરક્ષિત તથા ભરોસાપાત્ર અને પડદા પાછળના સ્થાનમાં પ્રવેશ કરનારી છે.
- હિબ્રૂઓને પત્ર ૬:૨૦આશરે ઈ.સ. ૬૪
ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે, અને મેલ્ખીસેદેકના નિયમ પ્રમાણે તે સદાને માટે પ્રમુખ યાજક થયા છે.
- હિબ્રૂઓને પત્ર ૭:૧આશરે ઈ.સ. ૬૪
¶ આ મેલ્ખીસેદેક, શાલેમનો રાજા અને પરાત્પર ઈશ્વરનો યાજક હતો, જયારે ઇબ્રાહિમ રાજાઓની હત્યા કરીને પાછો આવ્યો, ત્યારે તેણે તેને મળીને આશીર્વાદ આપ્યો;
- હિબ્રૂઓને પત્ર ૭:૨આશરે ઈ.સ. ૬૪
અને ઇબ્રાહિમે લડાઈમાં જે મેળવ્યું હતું તેનો દસમો ભાગ તેને આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ‘ન્યાયીપણાનો રાજા,’ પછી ‘શાલેમનો રાજા,’ એટલે ‘શાંતિનો રાજા’ છે.
- હિબ્રૂઓને પત્ર ૭:૩આશરે ઈ.સ. ૬૪
તે પિતા વગરનો, માતા વગરનો અને વંશાવળી વગરનો હતો, તેના આરંભનો સમય કે આયુષ્યનો અંત ન હતો, પણ તે ઈશ્વરના પુત્રના જેવો સદા યાજક રહે છે.
- હિબ્રૂઓને પત્ર ૭:૪આશરે ઈ.સ. ૬૪
¶ તો જેને આદિપિતા ઇબ્રાહિમે લૂટમાંનો દસમો ભાગ આપ્યો, તે કેવો મહાન હશે એનો વિચાર કરો.
- હિબ્રૂઓને પત્ર ૭:૫આશરે ઈ.સ. ૬૪
અને ખરેખર, લેવીના સંતાનમાંના જેઓ યાજકપદ પામે છે, તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહિમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી, નિયમશાસ્ત્ર પ્રમાણે દસમો ભાગ લેવાની આજ્ઞા છે ખરી;
- હિબ્રૂઓને પત્ર ૭:૬આશરે ઈ.સ. ૬૪
પણ જે તેઓની વંશવાળીનો ન હતો, તેણે ઇબ્રાહિમની પાસેથી દસમો ભાગ લીધો અને જેને વચનો મળ્યાં હતાં તેને તેણે આશીર્વાદ આપ્યો.
- હિબ્રૂઓને પત્ર ૭:૭આશરે ઈ.સ. ૬૪
¶ હવે, મોટો નાનાને આશીર્વાદ આપે છે તેમાં તો કંઈ પણ વાંધો નથી.
- હિબ્રૂઓને પત્ર ૭:૮આશરે ઈ.સ. ૬૪
અહીંયાં યહૂદી યાજકો જેઓ મૃત્યુપાત્ર છે તે આ દસમો ભાગ લે છે; પણ ત્યાં જેનાં સંબંધી સાક્ષી આપેલી છે, કે તે જીવંત છે, તે લે છે.
- હિબ્રૂઓને પત્ર ૭:૯આશરે ઈ.સ. ૬૪
અને એમ પણ કહેવાય છે કે, જે લેવી દસમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દસમો ભાગ આપ્યો;
- હિબ્રૂઓને પત્ર ૭:૧૦આશરે ઈ.સ. ૬૪
કેમ કે જયારે મેલ્ખીસેદેક તેના પિતાને મળ્યો, ત્યારે તે પોતાના પિતાનાં અંગમાં હતો.
- હિબ્રૂઓને પત્ર ૭:૧૧આશરે ઈ.સ. ૬૪
¶ એ માટે જો લેવીના યાજકપણાથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારુનના નિયમ પ્રમાણે ગણાયેલો નહિ, એવો બીજો યાજક મેલ્ખીસેદેકના નિયમ અનુસાર ઉત્પન્ન થાય એની શી અગત્ય હતી?
- હિબ્રૂઓને પત્ર ૭:૧૨આશરે ઈ.સ. ૬૪
કેમ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલાવાની જરૂર છે.
- હિબ્રૂઓને પત્ર ૭:૧૩આશરે ઈ.સ. ૬૪
¶ કેમ કે જે સંબંધી એ વાતો કહેવાયેલી છે, તે અન્ય કુળનો છે, તેઓમાંના કોઈએ યજ્ઞવેદીની સેવા કરી નથી.
- હિબ્રૂઓને પત્ર ૭:૧૪આશરે ઈ.સ. ૬૪
કેમ કે એ સ્પષ્ટ છે, કે યહૂદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો, તે કુળમાંના યાજકપદ સંબંધી મૂસાએ કશું કહ્યું નથી.
- હિબ્રૂઓને પત્ર ૭:૧૫આશરે ઈ.સ. ૬૪
¶ હવે જે મેલ્ખીસેદેકના જેવો, એટલે કે જગિક આજ્ઞાના ધારા ધોરણ પ્રમાણે નહિ પણ અવિનાશી જીવનનાં સામર્થ્ય પ્રમાણે;
- હિબ્રૂઓને પત્ર ૭:૧૬આશરે ઈ.સ. ૬૪
બીજો એક યાજક ઊભો થયો છે, તો આ બાબત વિષે સ્પષ્ટ થાય છે.