મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Judah વિશે બાઇબલની કલમો

84 કલમો · 42 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ તેથી ઇઝરાયલનાં માણસોએ યહૂદિયાના માણસોને જવાબ આપ્યો, “કેમ કે રાજા અમારો નજીકનો સગો છે. શા માટે તમે આ વિષે અમારા પર ગુસ્સે થયા છો? શું અમે રાજાના પોતાના ખોરાકમાંથી કશું ખાધું છે? શું રાજાએ અમને કશી ભેટ આપી છે?”

  2. ¶ દાઉદ રાજાએ કહ્યું, “સાદોક યાજકને, નાથાન પ્રબોધકને તથા યહોયાદાના દીકરા બનાયાને મારી પાસે બોલાવો.” તેથી તેઓ રાજાની સમક્ષ ઉપસ્થિત થયા.

  3. રાજાએ તેઓને કહ્યું, “તમે તમારા માલિકના સેવકોને તમારી સાથે લઈને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ.

  4. ત્યાં સાદોક યાજક તથા નાથાન પ્રબોધક તેને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કરે અને રણશિંગડું વગાડીને જાહેર કરજો કે, ‘સુલેમાન રાજા ઘણું જીવો!’”

  5. ¶ પછી તમે તેની પાછળ આવજો અને તે આવીને મારા રાજ્યાસન પર બેસશે; કેમ કે તે મારી જગ્યાએ રાજા થશે. મેં તેને ઇઝરાયલ પર તથા યહૂદિયા પર આગેવાન નીમ્યો છે.”

  6. યહોયાદાના દીકરા બનાયાએ રાજાને જવાબ આપ્યો, “એમ જ થાઓ! મારા માલિક રાજાના ઈશ્વર યહોવાહ પણ એવું જ કહો.

  7. જેમ યહોવાહ મારા માલિક રાજાની સાથે રહેતા આવ્યા છે, તેમ જ તે સુલેમાન સાથે પણ રહો અને મારા માલિક દાઉદ રાજાના રાજ્યાસન કરતાં તેનું રાજ્યાસન મોટું કરો.”

  8. ¶ તેથી સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા તથા કરેથીઓ અને પલેથીઓએ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા.

  9. સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. પછી તેઓએ રણશિંગડું વગાડ્યું અને સર્વ લોકો બોલી ઊઠ્યા, “સુલેમાન રાજા ઘણું જીવો!”

  10. યહૂદા તથા તામારથી થયેલા પેરેસ અને ઝેરાહ, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા.

  11. ¶ આરામ આમ્મીનાદાબનો પિતા, આમ્મીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા,

  12. સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા, બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા, ઓબેદ યિશાઈનો પિતા અને

  13. યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો જેની મા પહેલા ઉરિયાની પત્ની હતી.

  14. ¶ સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા,

  15. આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા હતો.

  16. ¶ ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા,

  17. હિઝકિયા મનાશ્શાનો પિતા, મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા, અને

  18. બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા હતો.

  19. ¶ અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા,

  20. ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા,

  21. આઝોર સાદોકનો પિતા, સાદોક આખીમનો પિતા, આખીમ અલિયુદનો પિતા.

  22. ¶ અલિયુદ એલાઝારનો પિતા, એલાઝાર મથ્થાનનો પિતા, મથ્થાન યાકૂબનો પિતા, અને

  23. યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં.

  24. ¶ ઈસુ પોતે બોધ કરવા લાગ્યા, ત્યારે તે આશરે ત્રીસ વર્ષની ઉંમરના હતા, અને લોકોના ધાર્યા પ્રમાણે તે યૂસફના દીકરા હતા, જે હેલીનો દીકરો,

  25. મથ્થાતનો, જે લેવીનો, જે મલ્ખીનો, જે યન્નયનો, જે યૂસફનો.