મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Judah વિશે બાઇબલની કલમો

84 કલમો · 42 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓનો નાશ કરશે. તારા ભાઈના પુત્રો તને નમન કરશે.

  2. યહૂદા એક મોટું સિંહનું બચ્ચું છે. મારા દીકરા, તું શિકારનું ભોજન પતાવીને આવ્યો છે. તે સિંહ તથા સિંહણની જેમ શાંતિથી નીચે બેઠો છે. તેને ઉઠાડવાની હિંમત કોણ કરશે?

  3. જ્યાં સુધી શીલો આવશે નહિ ત્યાં સુધી યહૂદાથી રાજદંડ અલગ થશે નહિ, લોકો તેની આધીનતામાં રહેશે.

  4. તેણે તેના વછેરાને દ્રાક્ષવેલાએ બાંધ્યો છે, અને તેના ગધેડાને શ્રેષ્ઠ દ્રાક્ષવેલાઓમાં બાંધ્યા છે. તેણે તેના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે અને તેનો ઝભ્ભો દ્રાક્ષોના રસરૂપી રક્તમાં ધોયો છે.

  5. દ્રાક્ષારસને લીધે તેની આંખો લાલ અને દૂધને લીધે તેના દાંત શ્વેત થશે.

  6. ¶ અને પહેલે દિવસે પોતાનું અર્પણ ચઢાવનાર તે યહૂદાના કુળનો આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો.

  7. અને તેનું અર્પણ ચાંદીની એક કથરોટ હતું, જેનું વજન એકસો ત્રીસ શેકેલ હતું. પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ ચાંદીનો એક પ્યાલો હતો; બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

  8. તેણે દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર પણ આપ્યું.

  9. ¶ તથા દહનીયાર્પણ માટે એક વાછરડો એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન.

  10. તેણે પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યો.

  11. અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષનાં પાંચ હલવાન હતાં; આમ્મીનાદાબના દીકરા નાહશોનનું અર્પણ એ હતું.

  12. ¶ એર તથા ઓનાન યહૂદાના દીકરા હતા, પણ આ માણસો કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.

  13. યહૂદાના બીજા વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: શેલાથી શેલાનીઓનું કુટુંબ. પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.

  14. પેરેસના વંશજો આ હતા એટલે: હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ. હામૂલથી હામૂલીઓનું કુટુંબ.

  15. ¶ યહૂદાપુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, જે વારસો સોંપવામાં આવેલો હતો તે દક્ષિણે અદોમની સરહદ સુધી વિસ્તરેલો હતો. એટલે દક્ષિણ તરફ સીનના અરણ્ય સાથે, જે સરહદનો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.

  16. તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણના અખાતથી શરુ થતી હતી.

  17. ¶ ત્યાંથી સરહદ આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ. અને કાદેશ બાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ. ત્યાંથી હેસ્રોન થઈને આદ્દારથી ચકરાવો ખાઈને કાર્કા સુધી ગઈ.

  18. ત્યાંથી આસ્મોન સુધી ગઈ. ત્યાંથી મિસરના ઝરણાંથી પસાર થઈને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. આ તેમની દક્ષિણ તરફની સરહદ હતી.

  19. ¶ યર્દનના છેડા તરફ, ખારો સમુદ્ર પૂર્વ તરફની સરહદ હતી. યર્દનના છેડા તરફ સમુદ્રની ખાડીથી ઉત્તર તરફની સરહદથી શરુ થતી હતી.

  20. તે સરહદ બેથ-હોગ્લા અને બેથ-અરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ બોહાનની શિલા, રુબેનના દીકરા સુધી ગઈ.

  21. ¶ પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ, તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલના વળાંક સુધી, કે જે નદીની દક્ષિણ બાજુ પર, અદુમ્મીમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન-શેમેશનાં ઝરણાંથી પસાર થઈ અને એન-રોગેલ આગળ પૂરી થઈ.

  22. પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ એટલે યરુશાલેમ સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.

  23. ¶ પછી તે સરહદ પર્વતના શિખરથી તે નેફતોઆના ઝરણાં સુધી ગઈ, ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ. પછી તે સરહદ બાલાહ એટલે કિર્યાથ-યારીમ સુધી અંકાયેલી હતી.

  24. પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાહથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની એટલે કસાલોન ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.

  25. ¶ તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલાહ પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.