મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૧૨:૬આશરે ઈ.સ. ૩૧

    પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.

  2. માથ્થી ૧૨:૭આશરે ઈ.સ. ૩૧

    વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત.

  3. માથ્થી ૧૨:૮આશરે ઈ.સ. ૩૧

    કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”

  4. માથ્થી ૧૨:૯આશરે ઈ.સ. ૩૧

    ¶ ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા.

  5. માથ્થી ૧૨:૧૦આશરે ઈ.સ. ૩૧

    ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”

  6. માથ્થી ૧૨:૧૧આશરે ઈ.સ. ૩૧

    ¶ ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢે?

  7. માથ્થી ૧૨:૧૨આશરે ઈ.સ. ૩૧

    તો માણસ ઘેટાં કરતાં કેટલું મૂલ્યવાન છે! એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”

  8. માથ્થી ૧૨:૧૩આશરે ઈ.સ. ૩૧

    ¶ ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, “તારો હાથ લાંબો કર.” તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથનાં જેવો સાજો થયો.

  9. માથ્થી ૧૨:૧૪આશરે ઈ.સ. ૩૧

    ત્યારે ફરોશીઓએ નીકળીને તેમને મારી નાખવાને માટે તેમની વિરુદ્ધ મસલત કરી.

  10. માથ્થી ૧૨:૧૫આશરે ઈ.સ. ૩૧

    ¶ પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા. ઘણાં લોકો તેમની પાછળ ગયા, અને તેમણે બધાને સાજાં કર્યા.

  11. માથ્થી ૧૨:૧૬આશરે ઈ.સ. ૩૧

    તેઓને કડક આજ્ઞા આપી કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ’,

  12. માથ્થી ૧૨:૧૭આશરે ઈ.સ. ૩૧

    એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,

  13. માથ્થી ૧૨:૧૮આશરે ઈ.સ. ૩૧

    “જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેનાં પર મારો જીવ પ્રસન્ન છે. તેના પર હું મારો આત્મા મૂકીશ, અને તે બધી જ જાતિઓનો ન્યાયચુકાદો પ્રગટ કરશે.

  14. માથ્થી ૧૨:૧૯આશરે ઈ.સ. ૩૧

    તે ઝઘડો નહિ કરશે, બૂમ નહિ પાડશે; તેની વાણી રસ્તાઓમાં કોઈ નહિ સાંભળશે.

  15. માથ્થી ૧૨:૨૦આશરે ઈ.સ. ૩૧

    જ્યાં સુધી ન્યાયચુકાદાને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નહિ નાખશે, ધુમાતું શણ પણ તે નહિ હોલવશે.

  16. માથ્થી ૧૨:૨૧આશરે ઈ.સ. ૩૧

    બધા જ દેશના લોકો તેમના નામ પર આશા રાખશે.”

  17. માથ્થી ૧૨:૨૨આશરે ઈ.સ. ૩૧

    ¶ ત્યારે દુષ્ટાત્મા વળગેલાં કોઈ અંધ અને મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો.

  18. માથ્થી ૧૨:૨૩આશરે ઈ.સ. ૩૧

    સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “શું આ દાઉદનો દીકરો હોઈ શકે?”

  19. માથ્થી ૧૨:૨૪આશરે ઈ.સ. ૩૧

    ¶ પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, “દુષ્ટાત્માના સરદાર બાલઝબૂલની મદદથી જ તે દુષ્ટાત્માઓને કાઢે છે.”

  20. માથ્થી ૧૨:૨૫આશરે ઈ.સ. ૩૧

    ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, “દરેક રાજ્ય જે ભાગલા પાડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પાડે, તે સ્થિર નહિ રહેશે.

  21. માથ્થી ૧૨:૨૬આશરે ઈ.સ. ૩૧

    જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે?

  22. માથ્થી ૧૨:૨૭આશરે ઈ.સ. ૩૧

    જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે.

  23. માથ્થી ૧૨:૨૮આશરે ઈ.સ. ૩૧

    પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો.

  24. માથ્થી ૧૨:૨૯આશરે ઈ.સ. ૩૧

    વળી બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લુટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે.

  25. માથ્થી ૧૨:૩૦આશરે ઈ.સ. ૩૧

    જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વિખેરી નાખે છે.