circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- માથ્થી ૧૧:૧૧આશરે ઈ.સ. ૩૧
¶ હું તમને નિશ્ચે કહું છું કે, જેટલાં સ્ત્રીઓથી જનમ્યાં છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી, તોપણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે તે પણ તેના કરતાં મોટો છે.
- માથ્થી ૧૧:૧૨આશરે ઈ.સ. ૩૧
યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અત્યાર સુધી સ્વર્ગના રાજ્ય પર બળજબરી થાય છે, તથા બળજબરી કરનારાઓ તેને છીનવી લે છે.
- માથ્થી ૧૧:૧૩આશરે ઈ.સ. ૩૧
¶ કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે.
- માથ્થી ૧૧:૧૪આશરે ઈ.સ. ૩૧
જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે.
- માથ્થી ૧૧:૧૫આશરે ઈ.સ. ૩૧
જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
- માથ્થી ૧૧:૧૬આશરે ઈ.સ. ૩૧
¶ પણ આ પેઢીને હું શાની સાથે સરખાવું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે
- માથ્થી ૧૧:૧૭આશરે ઈ.સ. ૩૧
‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; ‘અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ.’”
- માથ્થી ૧૧:૧૮આશરે ઈ.સ. ૩૧
¶ કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે કે,’ તેને દુષ્ટાત્મા વળગ્યો છે.’
- માથ્થી ૧૧:૧૯આશરે ઈ.સ. ૩૧
માણસનો દીકરો ખાતો પીતો આવ્યો, તો તેઓ કહે છે કે, ‘જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.’”
- માથ્થી ૧૧:૨૦આશરે ઈ.સ. ૩૧
¶ ત્યારે જે નગરોમાં તેમના પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તેમણે તેઓની ટીકા કરી.
- માથ્થી ૧૧:૨૧આશરે ઈ.સ. ૩૧
“ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત.
- માથ્થી ૧૧:૨૨આશરે ઈ.સ. ૩૧
વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ થશે.
- માથ્થી ૧૧:૨૩આશરે ઈ.સ. ૩૧
¶ ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે; કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત.
- માથ્થી ૧૧:૨૪આશરે ઈ.સ. ૩૧
વળી હું તમને કહું કે, ન્યાયકાળે સદોમ દેશને તારા કરતાં સહેલ થશે.”
- માથ્થી ૧૧:૨૫આશરે ઈ.સ. ૩૧
¶ તે વેળા ઈસુએ કહ્યું કે, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા સમજણાઓથી તમે એ વાતો ગુપ્ત રાખી તથા બાળકોની આગળ પ્રગટ કરી છે.
- માથ્થી ૧૧:૨૬આશરે ઈ.સ. ૩૧
હા, પિતા, કેમ કે તમને તે સારું લાગ્યું.
- માથ્થી ૧૧:૨૭આશરે ઈ.સ. ૩૧
મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે, પિતા સિવાય દીકરાને કોઈ જાણતું નથી અને દીકરા સિવાય પિતાને કોઈ જાણતું નથી, તથા જેમને દીકરો પ્રગટ કરવા ચાહે તેને જ પિતા જાણે છે.
- માથ્થી ૧૧:૨૮આશરે ઈ.સ. ૩૧
¶ ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ.
- માથ્થી ૧૧:૨૯આશરે ઈ.સ. ૩૧
મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, તમે તમારા જીવમાં વિસામો પામશો.
- માથ્થી ૧૧:૩૦આશરે ઈ.સ. ૩૧
કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે.”
- માથ્થી ૧૨:૧આશરે ઈ.સ. ૩૧
¶ તે વેળાએ ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યોને ભૂખ લાગી, તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા.
- માથ્થી ૧૨:૨આશરે ઈ.સ. ૩૧
ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું કે, “જો, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.”
- માથ્થી ૧૨:૩આશરે ઈ.સ. ૩૧
¶ પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જયારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી?
- માથ્થી ૧૨:૪આશરે ઈ.સ. ૩૧
તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પણ કરેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.
- માથ્થી ૧૨:૫આશરે ઈ.સ. ૩૧
¶ અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એ નથી વાંચ્યું કે, વિશ્રામવારે ભક્તિસ્થાનમાં યાજકોએ વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે?