circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- માથ્થી ૧૦:૨૮આશરે ઈ.સ. ૩૩
¶ શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ.
- માથ્થી ૧૦:૨૯આશરે ઈ.સ. ૩૩
શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એક પણ જમીન પર પડનાર નથી.
- માથ્થી ૧૦:૩૦આશરે ઈ.સ. ૩૩
તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે.
- માથ્થી ૧૦:૩૧આશરે ઈ.સ. ૩૩
તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
- માથ્થી ૧૦:૩૨આશરે ઈ.સ. ૩૩
¶ માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ કબૂલ કરીશ;
- માથ્થી ૧૦:૩૩આશરે ઈ.સ. ૩૩
પણ માણસોની આગળ જે કોઈ મારો ઇનકાર કરશે, તેનો હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ ઇનકાર કરીશ.
- માથ્થી ૧૦:૩૪આશરે ઈ.સ. ૩૩
¶ એમ ન ધારો કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું; શાંતિ તો નહિ, પણ તલવાર લઈને આવ્યો છું.
- માથ્થી ૧૦:૩૫આશરે ઈ.સ. ૩૩
કેમ કે પુત્રને તેના પિતાની વિરુદ્ધ, દીકરીને તેની માની વિરુદ્ધ તથા પુત્રવધૂને તેની સાસુની વિરુદ્ધ કરવાને હું આવ્યો છું.
- માથ્થી ૧૦:૩૬આશરે ઈ.સ. ૩૩
માણસના દુશ્મન તેના ઘરનાં થશે.
- માથ્થી ૧૦:૩૭આશરે ઈ.સ. ૩૩
¶ મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તે પણ મારે યોગ્ય નથી.
- માથ્થી ૧૦:૩૮આશરે ઈ.સ. ૩૩
જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી.
- માથ્થી ૧૦:૩૯આશરે ઈ.સ. ૩૩
જે પોતાનું જીવન બચાવે છે તે તેને ખોશે, મારે લીધે જે પોતાનું જીવન ગુમાવે છે તે તેને બચાવશે.
- માથ્થી ૧૦:૪૦આશરે ઈ.સ. ૩૩
¶ જે તમારો આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે.
- માથ્થી ૧૦:૪૧આશરે ઈ.સ. ૩૩
જે કોઈ વ્યક્તિ પ્રબોધકનો આવકાર કરે છે, કેમ કે તે પ્રબોધક છે, તે પ્રબોધકનો બદલો પામશે; અને જે કોઈ વ્યક્તિ ન્યાયીનો આવકાર કરે છે, કેમ કે તે ન્યાયી છે, તે ન્યાયીનો બદલો પામશે.
- માથ્થી ૧૦:૪૨આશરે ઈ.સ. ૩૩
¶ હું તમને નિશ્ચે કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપશે તે તેનો બદલો પામ્યા વિના રહેશે જ નહિ.”
- માથ્થી ૧૧:૧આશરે ઈ.સ. ૩૧
¶ ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે શીખવવા તથા ઉપદેશ આપવા તે ત્યાંથી તેઓનાં નગરોમાં ગયા.
- માથ્થી ૧૧:૨આશરે ઈ.સ. ૩૧
હવે યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને
- માથ્થી ૧૧:૩આશરે ઈ.સ. ૩૧
તેમને પુછાવ્યું કે, “જે આવનાર છે તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”
- માથ્થી ૧૧:૪આશરે ઈ.સ. ૩૧
¶ ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો.
- માથ્થી ૧૧:૫આશરે ઈ.સ. ૩૧
અંધજનો દેખતા થાય છે, અપંગો ચાલતા થાય છે, રક્તપિત્તના રોગીઓ શુદ્ધ કરાય છે, બહેરાઓ સાંભળતાં થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે, તથા દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે.
- માથ્થી ૧૧:૬આશરે ઈ.સ. ૩૧
જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.”
- માથ્થી ૧૧:૭આશરે ઈ.સ. ૩૧
¶ જયારે તેઓ જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા કે, “તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને?
- માથ્થી ૧૧:૮આશરે ઈ.સ. ૩૧
પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? ખરેખર, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.
- માથ્થી ૧૧:૯આશરે ઈ.સ. ૩૧
¶ તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, પ્રબોધક કરતાં જે ઘણાં અધિક છે તેને.
- માથ્થી ૧૧:૧૦આશરે ઈ.સ. ૩૧
જેનાં સંબંધી એમ લખેલું છે કે, ‘જો, હું મારા સંદેશવાહકને તારી આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.’”