મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૧૦:૩આશરે ઈ.સ. ૩૩

    ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદી;

  2. માથ્થી ૧૦:૪આશરે ઈ.સ. ૩૩

    સિમોન જે અતિ ઝનૂની માણસ હતો તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર હતો.

  3. માથ્થી ૧૦:૫આશરે ઈ.સ. ૩૩

    ¶ ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, “તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો.

  4. માથ્થી ૧૦:૬આશરે ઈ.સ. ૩૩

    પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ.

  5. માથ્થી ૧૦:૭આશરે ઈ.સ. ૩૩

    તમે જતા જતા એમ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’”

  6. માથ્થી ૧૦:૮આશરે ઈ.સ. ૩૩

    માંદાઓને સાજાં કરો, મૂએલાંઓને સજીવન કરો, રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરો, અને દુષ્ટાત્માઓને કાઢો. તમે મફત પામ્યા છો, મફત આપો.

  7. માથ્થી ૧૦:૯આશરે ઈ.સ. ૩૩

    સોનું, ચાંદી કે પિત્તળ તમારા કમરબંધમાં ન રાખો;

  8. માથ્થી ૧૦:૧૦આશરે ઈ.સ. ૩૩

    મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે.

  9. માથ્થી ૧૦:૧૧આશરે ઈ.સ. ૩૩

    જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો.

  10. માથ્થી ૧૦:૧૨આશરે ઈ.સ. ૩૩

    ઘરમાં જઈને તેઓને સલામ કહો.

  11. માથ્થી ૧૦:૧૩આશરે ઈ.સ. ૩૩

    જો તે ઘર યોગ્ય હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો તે ઘર યોગ્ય ન હોય તો તમારી શાંતિ તમારા પર પાછી રહેશે.

  12. માથ્થી ૧૦:૧૪આશરે ઈ.સ. ૩૩

    જો કોઈ તમારો આવકાર નહિ કરે તથા તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તેની ધૂળ તમારા પગ પરથી ખંખેરી નાખો.

  13. માથ્થી ૧૦:૧૫આશરે ઈ.સ. ૩૩

    હું તમને નિશ્ચે કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે.

  14. માથ્થી ૧૦:૧૬આશરે ઈ.સ. ૩૩

    જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરનાં જેવા સાલસ થાઓ.

  15. માથ્થી ૧૦:૧૭આશરે ઈ.સ. ૩૩

    તમે માણસોથી સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાને સોંપશે, અને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે.

  16. માથ્થી ૧૦:૧૮આશરે ઈ.સ. ૩૩

    તેઓને તથા બિનયહૂદીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમને અધિકારીઓની તથા રાજાઓની આગળ લઈ જવાશે.

  17. માથ્થી ૧૦:૧૯આશરે ઈ.સ. ૩૩

    પણ જયારે તેઓ તમને સોંપશે ત્યારે તમે ચિંતા ન કરો કે શી રીતે અથવા શું બોલીએ; કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે.

  18. માથ્થી ૧૦:૨૦આશરે ઈ.સ. ૩૩

    કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ પિતાનો આત્મા તમારા દ્વારા બોલે છે.

  19. માથ્થી ૧૦:૨૧આશરે ઈ.સ. ૩૩

    ભાઈ ભાઈને તથા પિતા બાળકને મારી નંખાવવાને સોંપી દેશે અને બાળકો માતાપિતાની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે.

  20. માથ્થી ૧૦:૨૨આશરે ઈ.સ. ૩૩

    મારા નામને કારણે સહુ તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.

  21. માથ્થી ૧૦:૨૩આશરે ઈ.સ. ૩૩

    જયારે તેઓ તમને એક નગરમાં સતાવણી કરે ત્યારે તમે બીજામાં ભાગી જાઓ, કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલનાં સઘળાં નગરોમાં તમે ફરી નહિ વળશો.

  22. માથ્થી ૧૦:૨૪આશરે ઈ.સ. ૩૩

    શિષ્ય ગુરુ કરતાં મોટો નથી અને નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.

  23. માથ્થી ૧૦:૨૫આશરે ઈ.સ. ૩૩

    શિષ્ય પોતાના ગુરુ જેવો અને નોકર પોતાના શેઠ જેવો હોય તો તે જ ઘણું છે. જો ઘરના માલિકને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે!

  24. માથ્થી ૧૦:૨૬આશરે ઈ.સ. ૩૩

    તે માટે તેઓથી તમે ગભરાશો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, અને પ્રગટ નહિ થશે એવું કશું ગુપ્ત નથી.

  25. માથ્થી ૧૦:૨૭આશરે ઈ.સ. ૩૩

    હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, તમે કાને જે સાંભળો છો તે ધાબાઓ પરથી પ્રગટ કરો.