મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૧૩:૬આશરે ઈ.સ. ૩૧

    પણ જયારે સૂર્ય ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા, તેને જડ ન હોવાથી તે સુકાઈ ગયા.

  2. માથ્થી ૧૩:૭આશરે ઈ.સ. ૩૧

    કેટલાક કાંટાનાં ઝાડવામાં પડ્યાં; કાંટાનાં ઝાડવાએ વધીને તેને દબાવી નાખ્યાં.

  3. માથ્થી ૧૩:૮આશરે ઈ.સ. ૩૧

    બીજાં સારી જમીન પર પડ્યાં, તેઓએ ફળ આપ્યાં; કેટલાકે સોગણાં, કેટલાકે સાંઠગણાં, અને કેટલાક ત્રીસગણાં.

  4. માથ્થી ૧૩:૯આશરે ઈ.સ. ૩૧

    જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”

  5. માથ્થી ૧૩:૧૦આશરે ઈ.સ. ૩૧

    ¶ પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો?”

  6. માથ્થી ૧૩:૧૧આશરે ઈ.સ. ૩૧

    ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, “સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી.

  7. માથ્થી ૧૩:૧૨આશરે ઈ.સ. ૩૧

    કેમ કે જેની પાસે સમજ છે તેને અપાશે, અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે સમજ નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.

  8. માથ્થી ૧૩:૧૩આશરે ઈ.સ. ૩૧

    એ માટે હું તેઓને દ્રષ્ટાંતોમાં બોલું છું; કેમ કે જોતાં તેઓ જોતાં નથી, સાંભળતાં તેઓ સાંભળતાં નથી, અને સમજતા પણ નથી.

  9. માથ્થી ૧૩:૧૪આશરે ઈ.સ. ૩૧

    યશાયાની ભવિષ્યવાણી તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે કે, ‘તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; અને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ.

  10. માથ્થી ૧૩:૧૫આશરે ઈ.સ. ૩૧

    કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ રાખી છે, એમ ન થાય કે, તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે, પશ્ચાતાપ કરે અને હું તેઓને સાજાં કરું.’”

  11. માથ્થી ૧૩:૧૬આશરે ઈ.સ. ૩૧

    પણ તમારી આંખો આશીર્વાદિત છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનો આશીર્વાદિત છે, કેમ કે તેઓ સાંભળે છે.

  12. માથ્થી ૧૩:૧૭આશરે ઈ.સ. ૩૧

    હું તમને નિશ્ચે કહું છું કે, તમે જે જે જુઓ છો, તે ઘણાં પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યું, પણ જોયું નહિ; તમે જે જે સાંભળો છો તે સાંભળવા ચાહ્યું, પણ સાંભળ્યું નહિ.

  13. માથ્થી ૧૩:૧૮આશરે ઈ.સ. ૩૧

    હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો.

  14. માથ્થી ૧૩:૧૯આશરે ઈ.સ. ૩૧

    ‘જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, પણ સમજતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બીજ વાવેલું તે એ જ છે.

  15. માથ્થી ૧૩:૨૦આશરે ઈ.સ. ૩૧

    પથ્થરવાળી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને સ્વીકારી લે છે;

  16. માથ્થી ૧૩:૨૧આશરે ઈ.સ. ૩૧

    તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે પાછા પડે છે.

  17. માથ્થી ૧૩:૨૨આશરે ઈ.સ. ૩૧

    કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે.

  18. માથ્થી ૧૩:૨૩આશરે ઈ.સ. ૩૧

    સારી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, અને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાંઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”

  19. માથ્થી ૧૩:૨૪આશરે ઈ.સ. ૩૧

    ¶ ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય એવા માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું.

  20. માથ્થી ૧૩:૨૫આશરે ઈ.સ. ૩૧

    પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો દુશ્મન આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો.

  21. માથ્થી ૧૩:૨૬આશરે ઈ.સ. ૩૧

    પણ જયારે છોડવા ઊગ્યા, તેમને કણસલાં આવ્યાં, ત્યારે કડવા દાણા પણ દેખાયા.

  22. માથ્થી ૧૩:૨૭આશરે ઈ.સ. ૩૧

    ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?’

  23. માથ્થી ૧૩:૨૮આશરે ઈ.સ. ૩૧

    તેણે તેઓને કહ્યું કે, ‘કોઈ દુશ્મને એ કર્યું છે.’ ત્યારે ચાકરોએ તેને કહ્યું કે, ‘તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ?’”

  24. માથ્થી ૧૩:૨૯આશરે ઈ.સ. ૩૧

    પણ તેણે કહ્યું, ‘ના, એમ ના થાય કે તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો.

  25. માથ્થી ૧૩:૩૦આશરે ઈ.સ. ૩૧

    કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, “તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, બાળવા સારુ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.”