મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૧૩:૫૬આશરે ઈ.સ. ૩૧

    શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?”

  2. માથ્થી ૧૩:૫૭આશરે ઈ.સ. ૩૧

    ¶ તેઓએ તેમનો સ્વીકાર કર્યો નહિ. પણ ઈસુએ તેઓને કહ્યું કે, “પ્રબોધક પોતાના વતનમાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.”

  3. માથ્થી ૧૩:૫૮આશરે ઈ.સ. ૩૧

    તેઓના અવિશ્વાસને લીધે તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યા નહિ.

  4. માથ્થી ૧૪:૧આશરે ઈ.સ. ૩૨

    ¶ તે સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદે ઈસુની કીર્તિ સાંભળી.

  5. માથ્થી ૧૪:૨આશરે ઈ.સ. ૩૨

    તેમણે પોતાના ચાકરોને કહ્યું કે, “આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે; તે મૃત્યુમાંથી સજીવન થયો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.”

  6. માથ્થી ૧૪:૩આશરે ઈ.સ. ૩૨

    ¶ કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો.

  7. માથ્થી ૧૪:૪આશરે ઈ.સ. ૩૨

    કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, “તેને તારે પત્ની તરીકે રાખવી યોગ્ય નથી.”

  8. માથ્થી ૧૪:૫આશરે ઈ.સ. ૩૨

    હેરોદ તેને મારી નાખવા ઇચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક ગણતા હતા.

  9. માથ્થી ૧૪:૬આશરે ઈ.સ. ૩૨

    ¶ પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો.

  10. માથ્થી ૧૪:૭આશરે ઈ.સ. ૩૨

    ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તે માગશે તે તેને અપાશે.

  11. માથ્થી ૧૪:૮આશરે ઈ.સ. ૩૨

    ¶ ત્યારે તેની માની સૂચના પ્રમાણે તે બોલી કે, “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.”

  12. માથ્થી ૧૪:૯આશરે ઈ.સ. ૩૨

    હવે રાજા દિલગીર થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે જમવા બેઠેલાઓને લીધે, તેણે તે આપવાનો હુકમ કર્યો.

  13. માથ્થી ૧૪:૧૦આશરે ઈ.સ. ૩૨

    ¶ તેણે માણસોને મોકલીને યોહાનનું માથું જેલમાં કપાવ્યું.

  14. માથ્થી ૧૪:૧૧આશરે ઈ.સ. ૩૨

    અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.

  15. માથ્થી ૧૪:૧૨આશરે ઈ.સ. ૩૨

    ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યો અને જઈને ઈસુને ખબર આપી.

  16. માથ્થી ૧૪:૧૩આશરે ઈ.સ. ૩૨

    ¶ ત્યારે ઈસુ એ સાંભળીને ત્યાંથી હોડીમાં એકાંત જગ્યાએ ગયા. લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.

  17. માથ્થી ૧૪:૧૪આશરે ઈ.સ. ૩૨

    ઈસુએ નીકળીને ઘણાં લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને અનુકંપા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યા.

  18. માથ્થી ૧૪:૧૫આશરે ઈ.સ. ૩૨

    ¶ સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “આ જગ્યા ઉજ્જડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.”

  19. માથ્થી ૧૪:૧૬આશરે ઈ.સ. ૩૨

    ¶ પણ ઈસુએ તેઓને કહ્યું કે, “તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.”

  20. માથ્થી ૧૪:૧૭આશરે ઈ.સ. ૩૨

    તેઓએ તેમને કહ્યું કે, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.”

  21. માથ્થી ૧૪:૧૮આશરે ઈ.સ. ૩૨

    ત્યારે ઈસુએ કહ્યું કે, “તે અહીં મારી પાસે લાવો.”

  22. માથ્થી ૧૪:૧૯આશરે ઈ.સ. ૩૨

    ¶ પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી.

  23. માથ્થી ૧૪:૨૦આશરે ઈ.સ. ૩૨

    તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ.

  24. માથ્થી ૧૪:૨૧આશરે ઈ.સ. ૩૨

    જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.

  25. માથ્થી ૧૪:૨૨આશરે ઈ.સ. ૩૨

    ¶ પછી તરત તેમણે શિષ્યોને આગ્રહથી હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા અને તેણે પોતે લોકોને વિદાય કર્યા.