મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માથ્થી ૧૪:૨૩આશરે ઈ.સ. ૩૨

    લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા.

  2. માથ્થી ૧૪:૨૪આશરે ઈ.સ. ૩૨

    પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.

  3. માથ્થી ૧૪:૨૫આશરે ઈ.સ. ૩૨

    ¶ રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા.

  4. માથ્થી ૧૪:૨૬આશરે ઈ.સ. ૩૨

    શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, “એ તો કોઈ ભૂત છે” અને બીકથી તેઓએ બૂમ પાડી.

  5. માથ્થી ૧૪:૨૭આશરે ઈ.સ. ૩૨

    પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, “હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ.”

  6. માથ્થી ૧૪:૨૮આશરે ઈ.સ. ૩૨

    ¶ ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.”

  7. માથ્થી ૧૪:૨૯આશરે ઈ.સ. ૩૨

    ઈસુએ કહ્યું કે “આવ.” ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો.

  8. માથ્થી ૧૪:૩૦આશરે ઈ.સ. ૩૨

    પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, મને બચાવો.”

  9. માથ્થી ૧૪:૩૧આશરે ઈ.સ. ૩૨

    ¶ ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, “અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?”

  10. માથ્થી ૧૪:૩૨આશરે ઈ.સ. ૩૨

    પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો.

  11. માથ્થી ૧૪:૩૩આશરે ઈ.સ. ૩૨

    હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”

  12. માથ્થી ૧૪:૩૪આશરે ઈ.સ. ૩૨

    ¶ તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા.

  13. માથ્થી ૧૪:૩૫આશરે ઈ.સ. ૩૨

    જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા.

  14. માથ્થી ૧૪:૩૬આશરે ઈ.સ. ૩૨

    તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.

  15. માથ્થી ૧૫:૧આશરે ઈ.સ. ૩૨

    ¶ તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે,

  16. માથ્થી ૧૫:૨આશરે ઈ.સ. ૩૨

    “તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.”

  17. માથ્થી ૧૫:૩આશરે ઈ.સ. ૩૨

    પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?”

  18. માથ્થી ૧૫:૪આશરે ઈ.સ. ૩૨

    કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, ‘તમે તમારા માતાપિતાનું સન્માન કરો’ અને ‘જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.’

  19. માથ્થી ૧૫:૫આશરે ઈ.સ. ૩૨

    પણ તમે કહો છો કે, ‘જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, “જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે,’”

  20. માથ્થી ૧૫:૬આશરે ઈ.સ. ૩૨

    તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.

  21. માથ્થી ૧૫:૭આશરે ઈ.સ. ૩૨

    ઓ ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે,

  22. માથ્થી ૧૫:૮આશરે ઈ.સ. ૩૨

    ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં હૃદય મારાથી વેગળાં જ રહે છે.

  23. માથ્થી ૧૫:૯આશરે ઈ.સ. ૩૨

    તેઓની ભક્તિ નિરર્થક છે, કેમ કે તેઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”

  24. માથ્થી ૧૫:૧૦આશરે ઈ.સ. ૩૨

    ¶ પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, “સાંભળો અને સમજો.

  25. માથ્થી ૧૫:૧૧આશરે ઈ.સ. ૩૨

    મુખમાં જે જાય છે તે માણસને ભ્રષ્ટ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.”