મુખ્ય સામગ્રી પર જાઓ

circa AD 30–62

The Early Church

Pentecost ignites a movement; Peter, Paul, and countless others carry the gospel from Jerusalem to the ends of the earth.

1,007 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.

  2. ¶ તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.

  3. પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું

  4. પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા, અને બીજા ઘણાંઓની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ તથા ઉપદેશ આપતા રહ્યા.

  5. ¶ કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું કે, ‘ચાલો, હવે આપણે પાછા વળીએ, અને જે જે શહેરમાં આપણે પ્રભુનું વચન પ્રગટ કર્યું હતું, ત્યાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે.’

  6. યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાનું બાર્નાબાસનું મન હતું.

  7. પણ પાઉલે એવું વિચાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને જતો રહ્યો, આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે લઈ જવો તે યોગ્ય નથી.

  8. ¶ ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.

  9. પણ પાઉલે સિલાસને પસંદ કર્યો, અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યો. પછી તેઓ ચાલી નીકળ્યા.

  10. સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને તેઓએ વિશ્વાસી સમુદાયને દૃઢ કર્યો.

  11. ¶ પછી પાઉલ દેર્બે તથા લુસ્ત્રામાં આવ્યો, તિમોથી નામે એક શિષ્ય હતો; તે એક વિશ્વાસી યહૂદી સ્ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો.

  12. લુસ્ત્રા તથા ઈકોનિયામાંના ભાઈઓમાં તિમોથીની સાક્ષી સારી હતી.

  13. તેને પાઉલ પોતાની સાથે લઈ જવાની ઇચ્છા રાખતો હતો, તેને લઈને તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્નત કરાવી; કેમ કે સર્વ જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો.

  14. ¶ જે જે શહેરમાં થઈને પાઉલ અને તિમોથી ગયા ત્યાંના લોકોને તેઓએ યરુશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવા સારુ સોંપ્યાં.

  15. એ રીતે વિશ્વાસી સમુદાય વિશ્વાસમાં બળવાન બનતો ગયો, અને રોજેરોજ તેઓની સંખ્યા વધતી ગઈ.

  16. ¶ તેઓને આસિયામાં સુવાર્તા પ્રગટ કરવાની પવિત્ર આત્માએ મના કરી તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા.

  17. મુસિયાની સરહદ સુધી આવીને તેઓએ બિથુનિયામાં જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધાં નહિ;

  18. માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા.

  19. ¶ રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનંતી કરીને કહ્યું કે મકદોનિયામાં આવીને અમને સહાય કર.

  20. પાઉલને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયામાં જવાની તૈયારી કરી.

  21. ¶ એ માટે અમે વહાણમાં બેસીને ત્રોઆસથી સીધા સામોથ્રાકી આવ્યા, બીજે દિવસે નિઆપોલીસ પહોંચ્યા;

  22. ત્યાંથી ફિલિપ્પી ગયા, જે મકદોનિયા પ્રાંતમાંનું મુખ્ય શહેર છે, અને તે રોમનોએ વસાવેલું છે; તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા.

  23. શહેરની બહાર નદીના કિનારે પ્રાર્થનાસ્થાન હોવું જોઈએ એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા; ત્યાં જે સ્ત્રીઓ એકઠી થઈ હતી તેઓને અમે બેસીને બોધ કર્યો.

  24. ¶ અને થૂઆતૈરા શહેરની, જાંબુડિયાં વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી જે ઈશ્વરને ભજનારી હતી, તેણે અમારું સાંભળ્યું, તેનું અંતઃકરણ પ્રભુએ એવું ઉઘાડ્યું કે, તેણે પાઉલના કહેલા વચનો મનમાં રાખ્યા.

  25. તેનું તથા તેના ઘરનાનું બાપ્તિસ્મા થયા પછી તેણે વિનંતી કરીને કહ્યું કે, જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારા ઘરમાં આવીને રહો; તેણે અમને ઘણો આગ્રહ કર્યો.