- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 30–62
The Early Church
Pentecost ignites a movement; Peter, Paul, and countless others carry the gospel from Jerusalem to the ends of the earth.
આ કાળની કલમો
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૭આશરે ઈ.સ. ૫૧
¶ અને ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું કે. ભાઈઓ તમે જાણો છો કે શરૂઆતથી જ ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે, મારા મુખથી બિનયહૂદીઓ સુવાર્તા સાંભળે અને વિશ્વાસ કરે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૮આશરે ઈ.સ. ૫૧
¶ અંતઃકરણના જાણનાર ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓના વિષે સાક્ષી પૂરી,
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૯આશરે ઈ.સ. ૫૧
અને વિશ્વાસથી તેઓનાં હૃદય પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહિ.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૧૦આશરે ઈ.સ. ૫૧
¶ તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પણ સહી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૧૧આશરે ઈ.સ. ૫૧
પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામશે, તેમ આપણે પણ પામીશું, એવો વિશ્વાસ આપણે કરીએ છીએ.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૧૨આશરે ઈ.સ. ૫૧
¶ ત્યારે સઘળાં લોકો ચૂપ રહ્યા; અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો બિનયહૂદીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મુખથી સાંભળી.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૧૩આશરે ઈ.સ. ૫૧
¶ તેઓ બોલી રહ્યા પછી યાકૂબે ઉત્તર આપતા કહ્યું કે. ભાઈઓ, મારું સાંભળો;
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૧૪આશરે ઈ.સ. ૫૧
¶ પહેલાં ઈશ્વરે બિનયહૂદીઓમાંથી પોતાના નામને સારુ એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી બતાવ્યું છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૧૫આશરે ઈ.સ. ૫૧
¶ પ્રબોધકોની વાતો એની સાથે મળતી આવે છે, જેમ લખેલું છે કે,
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૧૬આશરે ઈ.સ. ૫૧
“એ પછી હું પાછો આવીશ, અને દાઉદનો પડેલો મંડપ હું પાછો બાંધીશ; તેનાં ખંડિયેર હું સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ;
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૧૭આશરે ઈ.સ. ૫૧
એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળાં બિનયહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૧૮આશરે ઈ.સ. ૫૧
પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.”
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૧૯આશરે ઈ.સ. ૫૧
¶ માટે મારો અભિપ્રાય એવો છે કે બિનયહૂદીઓમાંથી ઈશ્વર તરફ જે ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ;
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૨૦આશરે ઈ.સ. ૫૧
પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મારેલાથી, તથા લોહીથી દૂર રહેવું.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૨૧આશરે ઈ.સ. ૫૧
કેમ કે મૂસાના નિયમશાસ્ત્રની વાત પ્રગટ કરવામાં આવે છે અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. તેને પ્રગટ કરનારા પ્રાચીનકાળથી દરેક શહેરમાં છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૨૨આશરે ઈ.સ. ૫૧
¶ ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારુ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૨૩આશરે ઈ.સ. ૫૧
તેઓની મારફતે તેઓને લખી મોકલ્યું કે, અંત્યોખમાં, સિરિયામાં, કિલીકિયામાં તથા વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતો, વડીલો તથા ભાઈઓની કુશળતા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૨૪આશરે ઈ.સ. ૫૧
¶ અમે એવું સાંભળ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી ન હતી તેઓએ તમારી પાસે આવીને પોતાની વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવણમાં મૂક્યા છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૨૫આશરે ઈ.સ. ૫૧
માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે, માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બાર્નાબાસ તથા પાઉલ.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૨૬આશરે ઈ.સ. ૫૧
કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામને સારુ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૨૭આશરે ઈ.સ. ૫૧
¶ માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે, ને તેઓ પોતે પણ તમને રૂબરૂ એ જ વાતો કહેશે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૨૮આશરે ઈ.સ. ૫૧
કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૨૯આશરે ઈ.સ. ૫૧
એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૩૦આશરે ઈ.સ. ૫૧
¶ પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૫:૩૧આશરે ઈ.સ. ૫૧
તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.