- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 30–62
The Early Church
Pentecost ignites a movement; Peter, Paul, and countless others carry the gospel from Jerusalem to the ends of the earth.
આ કાળની કલમો
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૩૭આશરે ઈ.સ. ૪૫
પણ જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના દેહને સડો લાગ્યો નહિ.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૩૮આશરે ઈ.સ. ૪૫
¶ એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૩૯આશરે ઈ.સ. ૪૫
અને જે બાબતો વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ, તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૪૦આશરે ઈ.સ. ૪૫
¶ માટે સાવધાન રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે કે,
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૪૧આશરે ઈ.સ. ૪૫
‘ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને આશ્ચર્ય અનુભવો અને નાશ પામો; કેમ કે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરવાનો છું કે, તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.’
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૪૨આશરે ઈ.સ. ૪૫
¶ અને તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે, ‘આવતા વિશ્રામવારે એ વચનો ફરીથી અમને કહી સંભળાવજો’.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૪૩આશરે ઈ.સ. ૪૫
સભાનું વિસર્જન થયા પછી યહૂદીઓ તથા નવા યહૂદી થયેલા ભક્તિમય માણસોમાંના ઘણાં પાઉલ તથા બાર્નાબાસની પાછળ ગયા; તેઓએ તેઓની સાથે વાત કરી, અને તેમને સમજાવ્યું કે ઈશ્વરની કૃપામાં ટકી રહેવું.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૪૪આશરે ઈ.સ. ૪૫
¶ બીજે વિશ્રામવારે લગભગ આખું શહેર ઈશ્વરનું વચન સાંભળવા ભેગું થયું.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૪૫આશરે ઈ.સ. ૪૫
પણ લોકોની ભીડ જોઈને યહૂદીઓને અદેખાઈ આવી. તેઓએ પાઉલની કહેલી વાતોની વિરુદ્ધ બોલીને તેનું અપમાન કર્યું.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૪૬આશરે ઈ.સ. ૪૫
¶ ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું કે, ‘ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો અને અનંતજીવન પામવાને પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે, જુઓ, અમે બિનયહૂદીઓ તરફ ફરીએ છીએ.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૪૭આશરે ઈ.સ. ૪૫
કેમ કે અમને પ્રભુએ એવો હુકમ આપ્યો છે કે, “મેં તમને બિનયહૂદીઓને સારુ અજવાળા તરીકે ઠરાવ્યાં છે કે તમે પૃથ્વીના અંતભાગ સુધી ઉદ્ધાર સિદ્ધ કરનારા થાઓ.”
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૪૮આશરે ઈ.સ. ૪૫
¶ એ સાંભળીને બિનયહૂદીઓએ ખુશ થઈને ઈશ્વરનું વચન મહિમાવાન માન્યું; અને અનંતજીવનને સારુ જેટલાં નિર્માણ કરાયેલા હતા તેટલાંએ વિશ્વાસ કર્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૪૯આશરે ઈ.સ. ૪૫
તે આખા પ્રદેશમાં પ્રભુની વાત ફેલાઈ ગઈ.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૫૦આશરે ઈ.સ. ૪૫
¶ પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન મહિલાઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બાર્નાબાસને કાઢી મૂક્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૫૧આશરે ઈ.સ. ૪૫
પણ પોતાના પગની ધૂળ તેઓની વિરુદ્ધ ખંખેરીને તેઓ ઈકોનિયા ગયા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૫૨આશરે ઈ.સ. ૪૫
શિષ્યો આનંદથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૧આશરે ઈ.સ. ૪૬
¶ ઈકોનિયામાં તેઓ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા, અને એવી રીતે બોલ્યા કે ઘણાં યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૨આશરે ઈ.સ. ૪૬
પણ અવિશ્વાસી યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેરીને તેઓનાં મનમાં ભાઈઓની સામે ઉશ્કેરાટ ઊભો કર્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૩આશરે ઈ.સ. ૪૬
¶ તેથી તેઓ લાંબા સમય સુધી ત્યાં રહીને પ્રભુની સહાયથી હિંમતથી બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની મધ્યે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થવા દઈને પોતાની કૃપાના વચનના સમર્થનમાં સાક્ષી આપી.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૪આશરે ઈ.સ. ૪૬
પણ શહેરના લોકોમાં ભાગલા પડ્યા, કેટલાક યહૂદીઓના પક્ષમાં રહ્યા અને કેટલાક પ્રેરિતોના પક્ષમાં રહ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૫આશરે ઈ.સ. ૪૬
¶ તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારુ જયારે બિનયહૂદીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત યોજના કરી.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૬આશરે ઈ.સ. ૪૬
ત્યારે તેઓ તે જાણીને લુકાનિયાનાં શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં વિખેરાઈ ગયા;
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૭આશરે ઈ.સ. ૪૬
ત્યાં તેઓએ સુવાર્તા પ્રગટ કરી.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૮આશરે ઈ.સ. ૪૬
¶ લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૧૪:૯આશરે ઈ.સ. ૪૬
તેણે પાઉલને બોલતાં સાંભળ્યો. પાઉલે તેની તરફ એક નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે,