મુખ્ય સામગ્રી પર જાઓ

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હઝકિયેલ ૧૬:૪૯આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ જો, તારી બહેન સદોમનાં પાપ આ પ્રમાણે હતાં: અભિમાન, આળસ તથા અન્નની પુષ્કળતા તથા જાહોજલાલીને લીધે તે તથા તેની દીકરીઓ અભિમાની થઈ ગઈ હતી. વળી તેઓ ગરીબોને કે દુ:ખીઓને કદી મદદ કરતી નહોતી.

  2. હઝકિયેલ ૧૬:૫૦આશરે ઈ.પૂ. ૫૯૪

    તે અભિમાની હતી અને મારી આગળ ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી, તેથી મને યોગ્ય લાગ્યું તે પ્રમાણે મેં તેઓને દૂર કરી.

  3. હઝકિયેલ ૧૬:૫૧આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ સમરુને તો તારાથી પ્રમાણમાં અડધા પાપ પણ કર્યા નથી; પણ તેં તેઓએ કર્યાં તેના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેના કરતાં તેં તારી બહેનોને સારી બતાવી છે.

  4. હઝકિયેલ ૧૬:૫૨આશરે ઈ.પૂ. ૫૯૪

    તેં બતાવ્યું છે કે તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે, તેથી તું લજ્જિત થા; કેમ કે તેં તારા પાપના લીધે તેઓના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે. તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે. તું, લજ્જિત થા, આ પ્રમાણે તેં બતાવ્યું છે કે તારા કરતાં તારી બહેનો ઉત્તમ છે.

  5. હઝકિયેલ ૧૬:૫૩આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ હું સદોમ તથા તેની દીકરીઓની, સમરુન તથા તેની દીકરીઓની આબાદી તેઓને પાછી આપીશ. તારી આબાદી તને પાછી આપીશ.

  6. હઝકિયેલ ૧૬:૫૪આશરે ઈ.પૂ. ૫૯૪

    આને કારણે તું લજ્જિત થશે, તેં જે જે કર્યું છે, જેથી તું તેઓને દિલાસારૂપ થઈ છે. તે સર્વને લીધે તું અપમાનિત થશે.

  7. હઝકિયેલ ૧૬:૫૫આશરે ઈ.પૂ. ૫૯૪

    તારી બહેનો સદોમ તથા તેની દીકરીઓ પોતાની અગાઉની સ્થિતિમાં પાછી આવશે, સમરુન તથા તેની દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછી આવશે. તેમ જ તું તથા તારી દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછાં આવશો.

  8. હઝકિયેલ ૧૬:૫૬આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ તારા ઘમંડના દિવસોમાં તેં તારી બહેન સદોમ નું નામ તારા મુખેથી લીધું ન હતું,

  9. હઝકિયેલ ૧૬:૫૭આશરે ઈ.પૂ. ૫૯૪

    પણ હવે અરામની દીકરીઓ અને પલિસ્તીઓની દીકરીઓ જેઓ ચારેબાજુ તને ધિક્કારે છે, તેઓએ તારું અપમાન કર્યું ત્યારે તારી દુષ્ટતા પ્રગટ થઈ છે.

  10. હઝકિયેલ ૧૬:૫૮આશરે ઈ.પૂ. ૫૯૪

    તું તારાં શરમજનક કાર્યો તથા તારાં ધિક્કારપાત્ર કાર્યોની ફળ ભોગવે છે એવું પ્રભુ યહોવાહ કહે છે.

  11. હઝકિયેલ ૧૬:૫૯આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ પ્રભુ યહોવાહ કહે છે, “તેં કરાર તોડીને સમનો તિરસ્કાર કર્યો છે, માટે હું તને શિક્ષા કરીશ.

  12. હઝકિયેલ ૧૬:૬૦આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ પણ હું તારી જુવાનીમાં તારી સાથે કરેલો કરાર યાદ રાખીને, હું તારી સાથે સદાકાળનો કરાર સ્થાપીશ.

  13. હઝકિયેલ ૧૬:૬૧આશરે ઈ.પૂ. ૫૯૪

    જ્યારે તું તારા માર્ગો યાદ કરશે અને શરમાશે, ત્યારે તું તારી મોટી બહેન તથા તારી નાની બહેનનો સ્વીકાર કરશે.

  14. હઝકિયેલ ૧૬:૬૨આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું.

  15. હઝકિયેલ ૧૬:૬૩આશરે ઈ.પૂ. ૫૯૪

    જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમના લીધે પોતાનું મુખ પણ ફરીથી નહિ ખોલે. “એવું પ્રભુ યહોવાહ કહે છે.”

  16. હઝકિયેલ ૧૭:૧આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  17. હઝકિયેલ ૧૭:૨આશરે ઈ.પૂ. ૫૯૪

    હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોને ઉખાણું કહીને તેઓને આ દ્રષ્ટાંત આપ.

  18. હઝકિયેલ ૧૭:૩આશરે ઈ.પૂ. ૫૯૪

    તેઓને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, મોટી પાંખોવાળો તથા લાંબા નખવાળો રંગબેરંગી પીંછાવાળો, મોટો ગરુડ ઊડીને લબાનોન પર આવ્યો અને તેણે દેવદાર વૃક્ષની ટોચની ડાળી તોડી.

  19. હઝકિયેલ ૧૭:૪આશરે ઈ.પૂ. ૫૯૪

    વૃક્ષની ટોચે રહેલી ડાળીઓ તોડીને તેને તે કનાન દેશમાં લઈ ગયો; તેણે તે વેપારીઓના નગરમાં રોપી.

  20. હઝકિયેલ ૧૭:૫આશરે ઈ.પૂ. ૫૯૪

    તેણે જમીન પરથી કેટલાંક બીજ પણ લીધાં, તેને વાવણી માટે તૈયાર જમીન પર વાવ્યા. તેણે તે દેશનું બી લઈને ફળદ્રુપ જમીનમાં મોટા જળાશય પાસે ઊગેલા વૃક્ષની માફક રોપ્યું.

  21. હઝકિયેલ ૧૭:૬આશરે ઈ.પૂ. ૫૯૪

    તે બીજમાંથી વેલો ઊગીને વધવા લાગ્યો અને તે વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો. તેની ડાળીઓ તેની તરફ વળી અને તેનાં મૂળ તેની નીચે હતાં. તે દ્રાક્ષાવેલો બન્યો, તેને ડાળીઓ આવી અને કૂંપળો ફૂટી નીકળી.

  22. હઝકિયેલ ૧૭:૭આશરે ઈ.પૂ. ૫૯૪

    પણ બીજો મોટી પાંખવાળો તથા ઘણાં પીંછાવાળો એક ગરુડ હતો. અને જુઓ, પેલા દ્રાક્ષવેલાએ પોતાના મૂળિયાં ગરુડ તરફ વાળ્યાં, તેને જે ક્યારામાં ઉગાવવામાં આવ્યો હતો ત્યાંથી તેની ડાળીઓ ગરુડ તરફ વળી, જેથી તે વધારે પાણી સિંચે.

  23. હઝકિયેલ ૧૭:૮આશરે ઈ.પૂ. ૫૯૪

    તેને સારી જમીનમાં મોટા જળાશય પાસે રોપવામાં આવ્યો હતો, જેથી તેને પુષ્કળ ડાળીઓ ફૂટે અને ફળ લાગે, તે મજાનો દ્રાક્ષાવેલો બને!”

  24. હઝકિયેલ ૧૭:૯આશરે ઈ.પૂ. ૫૯૪

    લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ એવું કહે છે: શું તે ફાલશે? ઘણું બળ કે ઘણાં લોકને કામે લગાડ્યા સિવાય તે તેને સમૂળગો ઉખેડી નહિ નાખે? તેનાં મૂળ ઉખેડી નાખીને અને તેનાં ફળો તોડીને તેના બધાં લીલાં પાંદડાં ચીમળાવી નહિ નાખે?

  25. હઝકિયેલ ૧૭:૧૦આશરે ઈ.પૂ. ૫૯૪

    હા જુઓ, તેને રોપ્યો છે તો ખરો પણ શું તે ફાલશે ખરો? જ્યારે પૂર્વનો પવન વાશે ત્યારે એ સુકાઈ નહિ જાય? જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં તે ચીમળાઇ જશે.’”