મુખ્ય સામગ્રી પર જાઓ

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હઝકિયેલ ૧૮:૧૨આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ જો તે ગરીબો તથા નિરાધારો પર જુલમ ગુજારતો હોય, લૂંટ કરતો હોય, પોતાના દેણદારોની ગીરો મૂકેલી વસ્તુ પાછી ન આપતો હોય, મૂર્તિઓ તરફ પોતાની નજર કરી હોય કે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા હોય,

  2. હઝકિયેલ ૧૮:૧૩આશરે ઈ.પૂ. ૫૯૪

    નાણાં વ્યાજે આપતો હોય અને આકરો વટાવ લેતો હોય, તો શું તે જીવશે? તે નહિ જીવે! તેણે આ બધાં ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે. તે નિશ્ચે માર્યો જશે; તેનું લોહી તેના શિરે.

  3. હઝકિયેલ ૧૮:૧૪આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ પણ જુઓ, તેને એક એવો દીકરો જન્મે કે જે પોતાના પિતાનાં કરેલાં સર્વ પાપો જોઈને, તે ઈશ્વરથી બીતો હોય, એવાં કામ કરતો ન હોય,

  4. હઝકિયેલ ૧૮:૧૫આશરે ઈ.પૂ. ૫૯૪

    પર્વતો પરના સભાસ્થાનનું ખાતો ન હોય, ઇઝરાયલી લોકોની મૂર્તિઓ તરફ નજર કરી ન હોય, પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી ન હોય.

  5. હઝકિયેલ ૧૮:૧૬આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ તેણે કોઈના પર જુલમ કર્યો ન હોય, ગીરવે મૂકેલી વસ્તુ લીધી ન હોય, ચોરી કરેલી વસ્તુ લીધી ન હોય, પણ ભૂખ્યાઓને અન્ન આપ્યું હોય તથા નિર્વસ્ત્રને વસ્ત્ર ઓઢાડ્યું હોય,

  6. હઝકિયેલ ૧૮:૧૭આશરે ઈ.પૂ. ૫૯૪

    ગરીબને સતાવ્યો ન હોય, જેણે વ્યાજ કે વટાવ લીધો ન હોય, મારી આજ્ઞાઓ પાળી હોય અને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા હોય, તો તે તેના પિતાનાં પાપોને લીધે માર્યો જશે નહિ. તે નિશ્ચે જીવશે.

  7. હઝકિયેલ ૧૮:૧૮આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ તેના પિતાએ ક્રૂરતા કરીને જુલમ કર્યો હોય, પોતાના ભાઈને લૂંટ્યો હોય, પોતાના લોકોમાં જે સારું નહિ તે કર્યું હોય, તો જુઓ, તે પોતાના અન્યાયને કારણે માર્યો જશે.

  8. હઝકિયેલ ૧૮:૧૯આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ પણ તમે કહો છો “શા માટે પિતાનાં પાપોની શિક્ષા દીકરો ભોગવતો નથી?” જો દીકરાએ નેકીથી તથા પ્રમાણિકપણે મારા નિયમોનું પાલન કર્યું હશે, તે પ્રમાણે કર્યું હશે. તેથી તે નિશ્ચે જીવતો રહેશે.

  9. હઝકિયેલ ૧૮:૨૦આશરે ઈ.પૂ. ૫૯૪

    જે પાપ કરશે તે માર્યો જશે. દીકરો પોતાના પિતાના અન્યાયની શિક્ષા ભોગવશે નહિ, કે પિતા પોતાના દીકરાના અન્યાયની શિક્ષા ભોગવશે નહિ. ન્યાયી માણસની નેકી તેને શિરે અને દુષ્ટની દુષ્ટતા તેને શિરે.

  10. હઝકિયેલ ૧૮:૨૧આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ પણ જો દુષ્ટ પોતે પોતાનાં કરેલાં સર્વ પાપો કરવાનું છોડી દેશે અને મારા બધા વિધિઓ પાળશે, નેકીથી તથા પ્રામાણિકપણે વર્તશે તો તે નિશ્ચે જીવશે, તે મરશે નહિ.

  11. હઝકિયેલ ૧૮:૨૨આશરે ઈ.પૂ. ૫૯૪

    તેણે કરેલાં સર્વ ઉલ્લંઘનો ફરી યાદ કરવામાં આવશે નહિ. તે તેનાં કરેલા ન્યાયીપણાને લીધે જીવશે.

  12. હઝકિયેલ ૧૮:૨૩આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ એવું પ્રભુ યહોવાહ કહે છે” “શું દુષ્ટ માણસના મૃત્યુથી મને કંઈ આનંદ છે?” જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં હું વિશેષ રાજી ન થાઉં?

  13. હઝકિયેલ ૧૮:૨૪આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ પણ જો ન્યાયી માણસ પોતાની નેકી છોડી દઈને વિશ્વાસઘાત કરે, જે ધિક્કારપાત્ર કૃત્યો દુષ્ટ માણસ કરે છે તેઓનું અનુસરણ કરે, તો શું તે જીવશે? તેણે કરેલાં નેક કામોમાંનું કોઈ પણ યાદ કરવામાં આવશે નહિ. તેણે પોતે કરેલાં પાપોને લીધે તે મૃત્યુ પામશે.

  14. હઝકિયેલ ૧૮:૨૫આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ પણ તમે કહો છો કે, ‘પ્રભુનો વ્યવહાર અદલ નથી.’ હે ઇઝરાયલી લોકો સાંભળો. શું મારો વ્યવહાર અદલ નથી? તમારા માર્ગો અવળા નથી શું?

  15. હઝકિયેલ ૧૮:૨૬આશરે ઈ.પૂ. ૫૯૪

    જો ન્યાયી માણસ પોતાની નેકીથી પાછો ફરી જાય, અન્યાય કરે અને તેના કારણે તે મૃત્યુ પામે, તો તેણે પોતે કરેલા અન્યાયને કારણે જ તે મૃત્યુ પામે.

  16. હઝકિયેલ ૧૮:૨૭આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ પણ જો દુષ્ટ માણસ પોતે કરેલી દુષ્ટતાથી પાછો ફરીને ન્યાયથી તથા પ્રામાણિકપણે વર્તે તો તે પોતાનો જીવ બચાવશે.

  17. હઝકિયેલ ૧૮:૨૮આશરે ઈ.પૂ. ૫૯૪

    તે વિચાર કરીને પોતે કરેલા સર્વ અપરાધોમાંથી પાછા ફરે. તેથી તે નક્કી જીવશે, તે મૃત્યુ પામશે નહિ.

  18. હઝકિયેલ ૧૮:૨૯આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ પણ ઇઝરાયલી લોકો કહે છે કે, ‘પ્રભુનો વ્યવહાર અદલ નથી.’ હે ઇઝરાયલી લોકો, શું મારો વ્યવહાર અદલ નથી? શું તમારા માર્ગો અવળા નથી?

  19. હઝકિયેલ ૧૮:૩૦આશરે ઈ.પૂ. ૫૯૪

    એ માટે, હે ઇઝરાયલી લોકો, “પ્રભુ યહોવાહ કહે છે કે, હું તમારા દરેકનો ન્યાય તમારાં આચરણ પ્રમાણે કરીશ.” પસ્તાવો કરો અને તમારાં ઉલ્લંઘનોથી પાછા ફરો, જેથી દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે નહિ.

  20. હઝકિયેલ ૧૮:૩૧આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ જે ઉલ્લંઘનો તમે કર્યા છે તેને તમારી પાસેથી ફેંકી દો; તમારે માટે નવું હૃદય તથા નવો આત્મા મેળવો. હે ઇઝરાયલી લોકો, તમે શા માટે માર્યા જાઓ છો?

  21. હઝકિયેલ ૧૮:૩૨આશરે ઈ.પૂ. ૫૯૪

    પ્રભુ યહોવાહ એવું કહે છે કે, મરનારના મોતથી મને કંઈ આનંદ થતો નથી.” માટે પસ્તાવો કરો અને જીવતા રહો!”

  22. હઝકિયેલ ૧૯:૧આશરે ઈ.પૂ. ૫૯૪

    ¶ “તું ઇઝરાયલના આગેવાનો માટે વિલાપ કર.

  23. હઝકિયેલ ૧૯:૨આશરે ઈ.પૂ. ૫૯૪

    અને કહે, ‘તારી માતા કોણ હતી? તે તો સિંહણ હતી, તે જુવાન સિંહોની સાથે પડી રહેતી હતી; તે સિંહોનાં ટોળાંમાં રહીને પોતાના સંતાન ઉછેરતી હતી.

  24. હઝકિયેલ ૧૯:૩આશરે ઈ.પૂ. ૫૯૪

    તેણે પોતાનાં બચ્ચાંમાંના એકને ઉછેર્યું અને તે જુવાન સિંહ બન્યો, તે શિકાર પકડતાં શીખ્યો. તે માણસોનો ભક્ષ કરવા લાગ્યો.

  25. હઝકિયેલ ૧૯:૪આશરે ઈ.પૂ. ૫૯૪

    બીજી પ્રજાઓએ તેના વિષે સાંભળ્યું. તે તેઓની જાળમાં સપડાયો, તેઓ તેને સાંકળો પહેરાવીને મિસરમાં લાવ્યા.