મુખ્ય સામગ્રી પર જાઓ

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હઝકિયેલ ૨૦:૧૬આશરે ઈ.પૂ. ૫૯૩

    કેમ કે, તેઓએ મારા કાનૂનનો તિરસ્કાર કર્યો, મારા વિધિઓમાં ચાલ્યા નહિ, તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યો છે, પણ તેઓનાં હૃદય મૂર્તિઓ તરફ ખેંચાતાં હતાં.

  2. હઝકિયેલ ૨૦:૧૭આશરે ઈ.પૂ. ૫૯૩

    પણ મેં તેઓના પર દયા કરીને તેઓનો નાશ ન કર્યો, અરણ્યમાં તેઓનો પૂરેપૂરો સંહાર ન કર્યો.

  3. હઝકિયેલ ૨૦:૧૮આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ મેં તેઓનાં દીકરાઓને તથા દીકરીઓને અરણ્યમાં કહ્યું, ‘તમે તમારા પિતાઓના નિયમો પ્રમાણે ચાલશો નહિ, તેઓના હુકમોને અનુસરશો નહિ કે તેઓની મૂર્તિઓથી તમારી જાતને અશુદ્ધ કરશો નહિ.

  4. હઝકિયેલ ૨૦:૧૯આશરે ઈ.પૂ. ૫૯૩

    હું યહોવાહ તમારો ઈશ્વર છું. મારા વિધિઓ પ્રમાણે ચાલો; મારી આજ્ઞાઓ પાળો અને તેમનું પાલન કરો.

  5. હઝકિયેલ ૨૦:૨૦આશરે ઈ.પૂ. ૫૯૩

    વિશ્રામવારને પવિત્ર ગણો, જેથી તે તમારી અને મારી વચ્ચે ચિહ્નરૂપ બને, જેથી તમે જાણશો કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.’”

  6. હઝકિયેલ ૨૦:૨૧આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ પણ તેઓના દીકરાઓએ તથા દીકરીઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાનૂનોને અનુસર્યા નહિ, તેમ જ મારા કાયદાઓનું પાલન કરીને તેનો અમલ કર્યો નહિ. વળી તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યા, જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે, ત્યારે મેં તેઓ પર મારો કોપ રેડીને તેઓના પર મારો આક્રોશ પૂરો કર્યો.

  7. હઝકિયેલ ૨૦:૨૨આશરે ઈ.પૂ. ૫૯૩

    પણ મેં મારો હાથ પાછો ખેંચી લીધો, મારા નામની ખાતર એવું કર્યું, જે પ્રજાઓના દેખતાં હું તેઓને મિસરમાંથી બહાર લાવ્યો હતો તેઓની નજરમાં મારું નામ અપવિત્ર ન કર્યું.

  8. હઝકિયેલ ૨૦:૨૩આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ તેઓને પ્રજાઓમાં વેરવિખેર કરી નાખવાને તથા દેશદેશ સર્વત્ર વિખેરી નાખવાને, મેં તેઓની આગળ અરણ્યમાં સમ ખાધા.

  9. હઝકિયેલ ૨૦:૨૪આશરે ઈ.પૂ. ૫૯૩

    કેમ કે તેઓએ મારા કાનૂનોનો અમલ કર્યો નથી, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો છે, મારા વિશ્રામવારોને અપવિત્ર કર્યાં છે. તેઓના પિતાઓની મૂર્તિઓની તરફ તેઓની દ્રષ્ટિ હતી.

  10. હઝકિયેલ ૨૦:૨૫આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ મેં તેઓને એવા નિયમો આપ્યા કે જે સારા ન હતા, એવી આજ્ઞાઓ આપી કે જેઓ વડે તેઓ જીવે નહિ.

  11. હઝકિયેલ ૨૦:૨૬આશરે ઈ.પૂ. ૫૯૩

    તેઓએ પોતાના પ્રથમ જન્મેલાને અગ્નિમાં ચલાવ્યા, તેમ મેં તેઓને પોતાની ભેટો દ્વારા અશુદ્ધ કર્યાં. હું તેઓને ત્રાસ આપું જેથી તેઓ જાણશે કે હું યહોવાહ છું.

  12. હઝકિયેલ ૨૦:૨૭આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ માટે, હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલી લોકોને કહે; ‘પ્રભુ યહોવાહ એવું કહે છે કે: “તારા પૂર્વજોએ મારું અપમાન કરીને અવિશ્વાસુ રહ્યાં છે. તેઓએ આ પ્રમાણે કર્યું.

  13. હઝકિયેલ ૨૦:૨૮આશરે ઈ.પૂ. ૫૯૩

    મેં તેઓને જે દેશ આપવાના સમ ખાધા હતા તે પ્રમાણે હું તેઓને દેશમાં લાવ્યો. ત્યાં તેઓએ ઊંચા પર્વતો તથા ઘટાદાર વૃક્ષો જોયાં, તેઓએ ત્યાં બલિદાનો, સુવાસિત ધૂપ તથા પેયાર્પણો અર્પણ કરી મને ક્રોધિત કર્યો.

  14. હઝકિયેલ ૨૦:૨૯આશરે ઈ.પૂ. ૫૯૩

    મેં તેઓને કહ્યું; ‘જે ઉચ્ચસ્થાને તમે અર્પણ લાવો છો તેનો હેતુ શો છે?’ તેથી તેનું નામ આજ સુધી બામાહ ઉચ્ચસ્થાન પડ્યું છે.’”

  15. હઝકિયેલ ૨૦:૩૦આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ તેથી ઇઝરાયલી લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે કે: “તમે તમારા પિતાઓની જેમ પોતાને અશુદ્ધ કેમ કરો છો? અને ગણિકાની જેમ ધિક્કારપાત્ર કાર્યો કેમ કરો છો?

  16. હઝકિયેલ ૨૦:૩૧આશરે ઈ.પૂ. ૫૯૩

    જ્યારે તમે તમારાં અર્પણો ચઢાવો છો અને તમારાં બાળકોને અગ્નિમાં થઈને ચલાવો છો, ત્યારે તમે તમારી સર્વ મૂર્તિઓથી આજ સુધી પોતાને અશુદ્ધ કરો છો. તેમ છતાં હે ઇઝરાયલી લોકો, શું હું તમારા પ્રશ્નોના ઉત્તર આપું? હું મારા જીવના સમ ખાઈને કહું છું, હું તમારા પ્રશ્નોના ઉત્તર આપનાર નથી.

  17. હઝકિયેલ ૨૦:૩૨આશરે ઈ.પૂ. ૫૯૩

    તમે કહો છો, અમે બીજી પ્રજાઓની જેમ, બીજા દેશોના કુળોની જેમ, લાકડાના તથા પથ્થરના દેવોની પૂજા કરીશું જે વિચાર તમારા મનમાં આવે છે તે સફળ થશે નહિ.

  18. હઝકિયેલ ૨૦:૩૩આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ પ્રભુ યહોવાહ કહે છે કે, હું મારા જીવના સમ ખાઈને કહું છું કે, હું મારો હાથ લંબાવીને અને મારા પરાક્રમી હાથ વડે, કોપ રેડીને તમારા પર શાસન ચલાવીશ.

  19. હઝકિયેલ ૨૦:૩૪આશરે ઈ.પૂ. ૫૯૩

    તમે જે પ્રજાઓમાં વિખેરાઈ ગયા છો ત્યાંથી હું તમારા પર મારો ક્રોધ રેડીને તથા મારા પરાક્રમી હાથ વડે બહાર લાવીને ભેગા કરીશ.

  20. હઝકિયેલ ૨૦:૩૫આશરે ઈ.પૂ. ૫૯૩

    હું તમને વિદેશી પ્રજાઓના અરણ્યમાં લાવીશ અને હું ત્યાં મોઢામોઢ તમારો વાદ કરીશ.

  21. હઝકિયેલ ૨૦:૩૬આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ જેમ મેં મિસરના અરણ્યમાં તમારા પૂર્વજોનો વાદ કર્યો, તેમ હું તમારી સાથે વાદ કરીશ પ્રભુ યહોવાહ આમ કહે છે.

  22. હઝકિયેલ ૨૦:૩૭આશરે ઈ.પૂ. ૫૯૩

    હું તમને મારી લાકડી નીચેથી પસાર કરીશ અને હું તમને મારા કરારના બંધનમાં લાવીશ.

  23. હઝકિયેલ ૨૦:૩૮આશરે ઈ.પૂ. ૫૯૩

    હું મારી વિરુદ્ધ બંડ કરનારાને તથા મારી વિરુદ્ધ અપરાધ કરનારાઓને અલગ કરીશ અને હું તમારામાંથી તેઓને જુદા કરીશ જ્યાં તેઓ બંદીવાન છે તે દેશોમાંથી હું તેઓને બહાર લાવીશ, પણ તેઓ ઇઝરાયલ દેશમાં પ્રવેશ કરશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.

  24. હઝકિયેલ ૨૦:૩૯આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ હવે, હે ઇઝરાયલના લોકો, પ્રભુ યહોવાહ આમ કહે છે: “જાઓ, તમે સર્વ પોતપોતાની મૂર્તિઓની સેવા કરો. જો તમે મારું સાંભળવાનો ઇનકાર કરો છો તો તમે મૂર્તિઓની પૂજા કરવાનું ચાલુ રાખો, પણ તમે તમારી મૂર્તિઓથી તથા ભેટોથી મારા પવિત્ર નામને અશુદ્ધ કરશો નહિ.

  25. હઝકિયેલ ૨૦:૪૦આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ પ્રભુ યહોવાહ આમ કહે છે કે, “મારા પવિત્ર પર્વત પર, ઇઝરાયલના પવિત્ર પર્વત પર, સર્વ ઇઝરાયલી લોકો મારી સેવા કરશે. ત્યાં હું તેમનો સ્વીકાર કરીશ, તમારાં અર્પણો, તમારી ખંડણી તરીકેનાં પ્રથમફળો તમારી પવિત્ર વસ્તુઓ સહિત માગીશ.