મુખ્ય સામગ્રી પર જાઓ

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હઝકિયેલ ૧૯:૫આશરે ઈ.પૂ. ૫૯૪

    જ્યારે તેણે જોયું કે તેની આશાઓ રદ થઈ છે ત્યારે તેણે પોતાનાં બચ્ચાંમાંનું બીજું એક બચ્ચું લઈને તેને ઉછેરીને જુવાન સિંહ બનાવ્યો.

  2. હઝકિયેલ ૧૯:૬આશરે ઈ.પૂ. ૫૯૪

    તે સિંહોની સાથે ફરવા લાગ્યો. તે જુવાન સિંહ બન્યો અને તે શિકાર પકડતાં શીખ્યો; માણસોનો ભક્ષ કરવા લાગ્યો.

  3. હઝકિયેલ ૧૯:૭આશરે ઈ.પૂ. ૫૯૪

    તેણે વિધવાઓ પર બળાત્કાર કર્યા, નગરોને ખંડિયેર બનાવી દીધાં. અને તેની ગર્જનાના અવાજથી દેશ તથા તેની સમૃદ્ધિ નાશ પામ્યાં.

  4. હઝકિયેલ ૧૯:૮આશરે ઈ.પૂ. ૫૯૪

    પણ વિદેશી પ્રજાઓના લોકો આજુબાજુના પ્રાંતોમાંથી તેના પર ચઢી આવ્યા. તેઓએ તેના પર જાળ નાખી. તે તેઓના ફાંદામાં સપડાઈ ગયો.

  5. હઝકિયેલ ૧૯:૯આશરે ઈ.પૂ. ૫૯૪

    તેઓએ તેને સાંકળે બાંધી પાંજરામાં પૂર્યો અને તેને બાબિલના રાજા પાસે લાવ્યા. તેનો અવાજ ઇઝરાયલના પર્વતો પર સાંભળવામાં ન આવે માટે તેઓએ તેને પર્વતોના કિલ્લામાં રાખ્યો.

  6. હઝકિયેલ ૧૯:૧૦આશરે ઈ.પૂ. ૫૯૪

    તારી માતા તારા જેવી સુંદર અને પાણીના ઝરા પાસે રોપેલા દ્રાક્ષના વેલા જેવી હતી. પુષ્કળ પાણી મળવાથી તે ફળદ્રુપ અને ડાળીઓથી ભરપૂર હતી.

  7. હઝકિયેલ ૧૯:૧૧આશરે ઈ.પૂ. ૫૯૪

    સત્તાધારીઓના રાજદંડોને લાયક તેને મજબૂત ડાળીઓ થઈ હતી. તેની ડાળીઓના જથ્થાસહિત તે ઊંચી દેખાતી હતી.

  8. હઝકિયેલ ૧૯:૧૨આશરે ઈ.પૂ. ૫૯૪

    પણ તે દ્રાક્ષાવેલાને ઈશ્વરના કોપને લીધે ઉખેડી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો, પૂર્વના પવનોએ તેનાં ફળો સૂકવી નાખ્યાં. તેની સુકાઈ ગયેલી ડાળીઓ ભાંગી નાખવામાં આવી અને તે ચીમળાઈ ગઈ; તેને અગ્નિથી ભસ્મ કરવામાં આવી.

  9. હઝકિયેલ ૧૯:૧૩આશરે ઈ.પૂ. ૫૯૪

    હવે તેને અરણ્યમાં સૂકા તથા નિર્જળ પ્રદેશમાં રોપવામાં આવી છે.

  10. હઝકિયેલ ૧૯:૧૪આશરે ઈ.પૂ. ૫૯૪

    તેની મોટી ડાળીઓમાંથી અગ્નિ પ્રગટીને તેનાં ફળોને ભસ્મ કર્યા. તેના પર મજબૂત ડાળી રહી નહિ કે તેમાંથી સત્તાધારી માટે રાજદંડ બને.’ આ તો વિલાપગાન છે અને વિલાપ તરીકે તે ગવાશે.”

  11. હઝકિયેલ ૨૦:૧આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ સાતમા વર્ષના પાંચમા મહિનાના દસમા દિવસે ઇઝરાયલના વડીલો યહોવાહને સલાહ પૂછવા મારી સમક્ષ આવીને બેઠા.

  12. હઝકિયેલ ૨૦:૨આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  13. હઝકિયેલ ૨૦:૩આશરે ઈ.પૂ. ૫૯૩

    “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના વડીલોને આ પ્રમાણે કહે: ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: તમે મારી સલાહ પૂછવા આવો છો? હું મારા જીવના સમ ખાઈને કહું છું કે, હું તમને સલાહ નહિ આપું” પ્રભુ યહોવાહ એવું કહે છે.

  14. હઝકિયેલ ૨૦:૪આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ “હે મનુષ્યપુત્ર! શું તું તેઓનો ન્યાય કરશે? શું તું ન્યાય કરશે? તેઓના પિતૃઓનાં ધિક્કારપાત્ર કૃત્યો વિષે તેઓને જણાવ.

  15. હઝકિયેલ ૨૦:૫આશરે ઈ.પૂ. ૫૯૩

    તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: “જે દિવસે મેં ઇઝરાયલને પસંદ કર્યો, મેં યાકૂબના વંશજોની આગળ સમ ખાધા, હું મિસર દેશમાં તેઓની આગળ પ્રગટ થયો, જ્યારે મેં તેઓની આગળ સમ ખાધા હતા કે, ‘હું યહોવાહ તમારો ઈશ્વર છું’

  16. હઝકિયેલ ૨૦:૬આશરે ઈ.પૂ. ૫૯૩

    તે દિવસે મેં તેઓની આગળ સમ ખાધા હતા કે, હું તેઓને મિસર દેશમાંથી બહાર કાઢીને જે દેશ મેં તેઓને માટે પસંદ કર્યો છે તેમાં લાવીશ. તે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે; તે બધા દેશોનું સૌથી સુંદર ઘરેણું છે.

  17. હઝકિયેલ ૨૦:૭આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ મેં તેઓને કહ્યું, ‘તમે બધા તમારી નજરમાં જે ધિક્કારપાત્ર વસ્તુઓ છે તેઓને તથા મિસરની મૂર્તિઓને ફેંકી દો. તમારી જાતને અશુદ્ધ ન કરો; હું યહોવાહ તમારો ઈશ્વર છું.’”

  18. હઝકિયેલ ૨૦:૮આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ પણ તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું, મારું વચન સાંભળવા ચાહ્યું નહિ. દરેક માણસે પોતાની નજરમાંથી ધિક્કારપાત્ર કૃત્યો ફેંકી દીધાં નહિ કે મિસરની મૂર્તિઓનો ત્યાગ કર્યો નહિ. ત્યારે મેં વિચાર્યું કે હું તેઓના પર મારો ક્રોધ રેડીને મિસર દેશમાં મારો આક્રોશ પૂરો કરીશ.

  19. હઝકિયેલ ૨૦:૯આશરે ઈ.પૂ. ૫૯૩

    પણ મિસર દેશમાંથી તેઓને બહાર કાઢી લાવતાં, પ્રજાઓના દેખતાં તથા જેઓ તેમની સાથે રહેતા હતા તેઓની નજરમાં તેને લાંછન લાગે એવું મેં મારા નામની ખાતર કર્યું નહિ.

  20. હઝકિયેલ ૨૦:૧૦આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ આથી હું તેઓને મિસરમાંથી બહાર કાઢીને અરણ્યમાં લાવ્યો.

  21. હઝકિયેલ ૨૦:૧૧આશરે ઈ.પૂ. ૫૯૩

    ત્યારે મેં તેઓને મારા નિયમો આપ્યા અને મારી આજ્ઞાઓ જણાવી. જે માણસ તેનું પાલન કરે તે તેનાથી જીવન પામે.

  22. હઝકિયેલ ૨૦:૧૨આશરે ઈ.પૂ. ૫૯૩

    મેં તેઓને મારી અને તેઓની વચ્ચે વિશ્રામવારો ચિહ્નરૂપે આપ્યા, તેથી તેઓ જાણે કે, હું યહોવાહ તેમને પવિત્ર કરનાર ઈશ્વર છું.

  23. હઝકિયેલ ૨૦:૧૩આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ પણ ઇઝરાયલી લોકોએ અરણ્યમાં પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમમાં ચાલ્યા નહિ; પણ, જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે, તે મારા હુકમોનો ઇનકાર કર્યો. તેઓએ ખાસ વિશ્રામવારોને અપવિત્ર કર્યાં, આથી, મેં તેઓના પર મારો રોષ ઉતારીને અરણ્યમાં જ તેઓનો સંહાર કરવાનો નિર્ણય કર્યો.

  24. હઝકિયેલ ૨૦:૧૪આશરે ઈ.પૂ. ૫૯૩

    પણ મેં મારા નામની ખાતર એવું કર્યું કે, જે પ્રજાઓના દેખતાં હું તેને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો હતો તેમની નજરમાં મારું નામ અપવિત્ર ન થાય.

  25. હઝકિયેલ ૨૦:૧૫આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ આથી મેં સમ ખાધા કે, મેં તેઓને જે દેશ આપવાનું નક્કી કર્યું હતું, જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ હતો અને જે સૌથી સુંદર ઘરેણા જેવો હતો, તેમાં લઈ જઈશ નહિ.