- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
આ કાળની કલમો
- હઝકિયેલ ૧૭:૧૧આશરે ઈ.પૂ. ૫૯૪
¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને મને કહ્યું,
- હઝકિયેલ ૧૭:૧૨આશરે ઈ.પૂ. ૫૯૪
“તું બંડખોર લોકોને કહે કે: આ વાતોનો અર્થ શો છે તે તમે જાણતા નથી? જુઓ, તું તેઓને સમજાવ કે બાબિલનો રાજા યરુશાલેમ આવીને તેના રાજાને તથા રાજકુમારોને પકડીને તેઓને પોતાની પાસે બાબિલ નગરમાં લઈ ગયો.
- હઝકિયેલ ૧૭:૧૩આશરે ઈ.પૂ. ૫૯૪
¶ તેણે રાજવંશમાંથી એક માણસ સાથે કરાર કર્યો, તેની પાસે વચન પણ લીધું. અને તે દેશના બળવાન લોકોને દૂર લઈ ગયો,
- હઝકિયેલ ૧૭:૧૪આશરે ઈ.પૂ. ૫૯૪
તેથી રાજ્ય નિર્બળ થાય અને પોતે ઊભું થઈ શકે નહિ. પણ તેની સાથે કરેલો કરાર પાડીને નભી રહે. માટે તે દેશના આગેવાનોને તે તેની સાથે લઈ ગયો.
- હઝકિયેલ ૧૭:૧૫આશરે ઈ.પૂ. ૫૯૪
¶ યરુશાલેમના રાજાએ ઘોડાઓ તથા મોટું સૈન્ય મેળવવા માટે રાજદૂતોને મિસર મોકલીને યરુશાલેમના રાજાએ તેની વિરુદ્ધ બળવો કર્યો. શું તે સફળ થશે ખરા? આવાં કામો કરીને શું તે બચી જશે? શું તે કરાર તોડીને બચી જશે?
- હઝકિયેલ ૧૭:૧૬આશરે ઈ.પૂ. ૫૯૪
પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે, ‘હું ખાતરી પૂર્વક કહું છું કે જે રાજાએ તેને રાજા બનાવ્યો છે, જેના સોગનને તેણે ધિક્કાર્યા છે, જેના કરારનો તેણે ભંગ કર્યો છે, તે રાજાના દેશમાં એટલે બાબિલમાં મૃત્યુ પામશે.
- હઝકિયેલ ૧૭:૧૭આશરે ઈ.પૂ. ૫૯૪
¶ જ્યારે ઘણા લોકોનો સંહાર કરવા મોરચા ઉઠાવવામાં આવશે તથા કિલ્લાઓ બાંધવામાં આવશે, ત્યારે ફારુન તથા તેનું મોટું સૈન્ય તેની મદદ કરી શકશે નહિ.
- હઝકિયેલ ૧૭:૧૮આશરે ઈ.પૂ. ૫૯૪
કેમ કે રાજાએ કરાર તોડીને સોગનને તુચ્છ ગણ્યા છે. જુઓ, તેણે પોતાનો હાથ લંબાવીને કરાર કર્યો છે, પણ તેણે આ બધા કામો કર્યાં છે. તે બચવાનો નથી.
- હઝકિયેલ ૧૭:૧૯આશરે ઈ.પૂ. ૫૯૪
¶ આથી પ્રભુ યહોવાહ કહે છે: ‘મારા જીવનના સમ ખાઈને કહું છું કે, મારા સોગન જે તેણે તોડ્યા છે અને મારો કરાર તેણે ભાગ્યો છે? તેથી હું તેના પર શિક્ષા લાવીશ.
- હઝકિયેલ ૧૭:૨૦આશરે ઈ.પૂ. ૫૯૪
હું તેના પર મારી જાળ નાખીશ, તે મારા ફાંદામાં સપડાશે. હું તેને બાબિલમાં લાવીને તેણે મારી સાથે જે વિશ્વાસઘાત કર્યો તેને લીધે તેની સાથે વિવાદ કરીશ.
- હઝકિયેલ ૧૭:૨૧આશરે ઈ.પૂ. ૫૯૪
તેના નાસી ગયેલા સર્વ લોકની ટુકડી તલવારથી પડશે, બાકી રહેલાઓ ચારે દિશામાં વેરવિખેર થઈ જશે. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું; હું તે બોલ્યો છું.”
- હઝકિયેલ ૧૭:૨૨આશરે ઈ.પૂ. ૫૯૪
¶ પ્રભુ યહોવાહ કહે છે: “વળી હું દેવદાર વૃક્ષની ટોચ પરની ડાળી લઈને તેને રોપીશ, હું તેની ઊંચી કૂપળોમાંથી કાપી લઈને ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર રોપીશ.
- હઝકિયેલ ૧૭:૨૩આશરે ઈ.પૂ. ૫૯૪
હું તેને ઇઝરાયલના ઊંચામાં ઊંચા પર્વતની ટોચે રોપીશ, તેને ડાળીઓ ફૂટશે, ફળ બેસશે, તે પ્રખ્યાત દેવદાર વૃક્ષ બનશે. તમામ પ્રકારનાં પક્ષીઓ તેની નીચે વાસો કરશે. તેઓ તેની ડાળીઓની છાયામાં માળા બાંધશે.
- હઝકિયેલ ૧૭:૨૪આશરે ઈ.પૂ. ૫૯૪
¶ વનનાં સર્વ વૃક્ષો જાણશે કે હું યહોવાહ છું, હું ઊંચાં વૃક્ષોને નીચાં કરું છું અને નીચાં વૃક્ષોને ઊંચાં કરું છું; હું લીલાં વૃક્ષને સૂકવી નાખું છું અને હું સૂકા વૃક્ષને લીલાં બનાવું છું, હું યહોવાહ છું; મેં તે કહ્યું છે અને હું તે કરીશ!”
- હઝકિયેલ ૧૮:૧આશરે ઈ.પૂ. ૫૯૪
¶ ફરી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
- હઝકિયેલ ૧૮:૨આશરે ઈ.પૂ. ૫૯૪
“તમે શા કારણથી, ઇઝરાયલ દેશ વિષે આ કહેવતનો ઉપયોગ કરો છે? ‘પિતાઓએ ખાટી દ્રાક્ષા ખાધી છે અને છોકરાઓના દાંત ખટાઈ ગયા છે?”
- હઝકિયેલ ૧૮:૩આશરે ઈ.પૂ. ૫૯૪
¶ “પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે” હવેથી ઇઝરાયલમાં તમને આ કહેવતનો ઉપયોગ કરવાનો પ્રસંગ નહિ આવે.
- હઝકિયેલ ૧૮:૪આશરે ઈ.પૂ. ૫૯૪
જુઓ, એકેએક જીવ મારો છે, જેમ પિતાનો જીવ તેમ પુત્રનો જીવ પણ મારો છે. જે માણસ પાપ કરશે તે મૃત્યુ પામશે.
- હઝકિયેલ ૧૮:૫આશરે ઈ.પૂ. ૫૯૪
¶ કેમ કે જો કોઈ માણસ ન્યાયી હશે, તે ન્યાયીપણા તથા પ્રામાણિકપણે ચાલશે.
- હઝકિયેલ ૧૮:૬આશરે ઈ.પૂ. ૫૯૪
જેણે પર્વતોનાં મંદિરમાં ભોજન કર્યું નહિ હોય, જેણે ઇઝરાયલી લોકોની મૂર્તિઓ તરફ પોતાની આંખો ઊંચી કરી નહિ હોય, પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી નહિ હોય, માસિક ધર્મ સમયે તે સ્ત્રી સાથે ગયો નહિ હોય.
- હઝકિયેલ ૧૮:૭આશરે ઈ.પૂ. ૫૯૪
¶ જો તેણે કોઈના પર જુલમ કર્યો ન હોય, પણ દેણદારે ગીરો મૂકેલી વસ્તુ પાછી આપી હોય; ચોરી થઈ ગયેલું લીધું ન હોય, પણ તેને બદલે ભૂખ્યાંને અન્ન અને વસ્ત્રહીનને વસ્ત્ર આપ્યું હોય.
- હઝકિયેલ ૧૮:૮આશરે ઈ.પૂ. ૫૯૪
¶ જે વ્યાજ લેતો ન હોય, કે અતિશય નફો લેતો ન હોય, દુરાચારથી દૂર રહેતો હોય, વાદીપ્રતિવાદી વચ્ચે અદલ ન્યાય ચૂકવતો હોઈ અને માણસ-માણસ વચ્ચે વિશ્વાસુપણું સ્થાપિત હોય,
- હઝકિયેલ ૧૮:૯આશરે ઈ.પૂ. ૫૯૪
જે મારા વિધિઓ પ્રમાણે ચાલતો હોય અને મારા કાયદાઓનું વિશ્વાસુપણાથી પાલન કરતો હોય, તે માણસ ન્યાયી છે; તે જીવશે.” આ પ્રભુ યહોવાહ કહે છે.
- હઝકિયેલ ૧૮:૧૦આશરે ઈ.પૂ. ૫૯૪
¶ પણ જો તેને એક એવો દીકરો હોય, જે લૂંટારો, ખૂની તથા આ કામોમાંનું કોઈ પણ કરનારો હોય,
- હઝકિયેલ ૧૮:૧૧આશરે ઈ.પૂ. ૫૯૪
પિતાએ કદી કર્યું ન હોય એવું બધું કરતો હોય; પણ પર્વતો પરની મૂર્તિઓના ભોજનમાંથી ખાતો હોય તથા પડોશીની પત્નીને ભ્રષ્ટ કરી હોય.