- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 605–538 BC
The Babylonian Exile
Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.
આ કાળની કલમો
- હઝકિયેલ ૨૦:૪૧આશરે ઈ.પૂ. ૫૯૩
હું તમને બીજી પ્રજાઓમાંથી બહાર લાવીશ, તમે જે દેશોમાં વિખેરાઈ ગયા હતા ત્યાંથી હું તમને ભેગા કરીશ, ત્યારે હું તમને સુવાસિત ધૂપની જેમ સ્વીકારીશ. સર્વ પ્રજાઓના દેખતાં હું તમારી મધ્યે પવિત્ર મનાઈશ.
- હઝકિયેલ ૨૦:૪૨આશરે ઈ.પૂ. ૫૯૩
¶ હું તમને ઇઝરાયલના દેશમાં એટલે જે દેશ તમારા પિતૃઓને આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
- હઝકિયેલ ૨૦:૪૩આશરે ઈ.પૂ. ૫૯૩
ત્યાં તમને પોતાના આચરણ તથા જે દુષ્ટ કૃત્યો કરીને તમે પોતાને ભ્રષ્ટ કર્યા છે તે યાદ આવશે, તમે જે દુષ્ટ કૃત્યો કર્યાં છે તેને લીધે તમે પોતાની નજરમાં પોતાને ધિક્કારશો.
- હઝકિયેલ ૨૦:૪૪આશરે ઈ.પૂ. ૫૯૩
પ્રભુ યહોવાહ કહે છે કે, હે ઇઝરાયલી લોકો, તમારાં આચરણ તથા તમારાં દુષ્ટ કૃત્યો પ્રમાણે, હું મારા નામની ખાતર તમારી સાથે આવું નહિ કરું!” ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
- હઝકિયેલ ૨૦:૪૫આશરે ઈ.પૂ. ૫૯૩
¶ પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
- હઝકિયેલ ૨૦:૪૬આશરે ઈ.પૂ. ૫૯૩
હે મનુષ્યપુત્ર, તું તારું મુખ દક્ષિણ તરફ ફેરવીને દક્ષિણ તરફ બોલ; નેગેબના જંગલ વિરુદ્ધ ભવિષ્ય વાણી કર.
- હઝકિયેલ ૨૦:૪૭આશરે ઈ.પૂ. ૫૯૩
નેગેબના જંગલને કહે કે; ‘યહોવાહનું વચન સાંભળ; પ્રભુ યહોવાહ આમ કહે છે; જુઓ, હું તારી મધ્યે અગ્નિ સળગાવીશ, તે તારાં દરેક લીલાં વૃક્ષને તેમ જ સૂકાં વૃક્ષને ભસ્મ કરી જશે. અગ્નિની જ્વાળા હોલવાશે નહિ. દક્ષિણથી ઉત્તર સુધીના સર્વ મુખો બળી જશે.
- હઝકિયેલ ૨૦:૪૮આશરે ઈ.પૂ. ૫૯૩
¶ ત્યારે બધા માણસો જાણશે કે અગ્નિ સળગાવનાર યહોવાહ હું છું અને તે હોલવી શકાશે નહિ.’
- હઝકિયેલ ૨૦:૪૯આશરે ઈ.પૂ. ૫૯૩
પછી મેં કહ્યું, “અરે! પ્રભુ યહોવાહ, તેઓ મારા વિષે કહે છે કે, ‘શું તે દ્રષ્ટાંતો બોલનારો નથી?”
- હઝકિયેલ ૨૧:૧આશરે ઈ.પૂ. ૫૯૩
¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
- હઝકિયેલ ૨૧:૨આશરે ઈ.પૂ. ૫૯૩
“હે મનુષ્યપુત્ર, તારું મુખ યરુશાલેમ તરફ ફેરવ, પવિત્રસ્થાન સામે બોલ; ઇઝરાયલ દેશ વિરુદ્ધ ભવિષ્યવાણી કર.
- હઝકિયેલ ૨૧:૩આશરે ઈ.પૂ. ૫૯૩
ઇઝરાયલ દેશને કહે, યહોવાહ આમ કહે છે: જુઓ, હું તારી વિરુદ્ધ છું. હું મારી તલવાર મ્યાનમાંથી ખેંચીને તમારામાંથી ન્યાયી માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરીશ.
- હઝકિયેલ ૨૧:૪આશરે ઈ.પૂ. ૫૯૩
¶ તમારામાંથી ન્યાયી માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરવા માટે મારી તલવાર મ્યાનમાંથી બહાર નીકળીને દક્ષિણથી તે ઉત્તર સુધી સર્વ માણસો ઉપર ધસી આવશે.
- હઝકિયેલ ૨૧:૫આશરે ઈ.પૂ. ૫૯૩
ત્યારે સર્વ માણસો જાણશે કે મેં યહોવાહે મ્યાનમાંથી મારી તલવાર ખેંચી છે. તે કદી પાછી જશે નહિ!’”
- હઝકિયેલ ૨૧:૬આશરે ઈ.પૂ. ૫૯૩
¶ હે મનુષ્યપુત્ર, નિસાસા નાખ તારી કમર ભાંગવાથી તથા દુ:ખથી તેઓનાં દેખતાં નિસાસા નાખ.
- હઝકિયેલ ૨૧:૭આશરે ઈ.પૂ. ૫૯૩
જ્યારે તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે તારે કહેવું, ‘જે આવે છે તેના સમાચારને લીધે એમ થશે કે, ત્યારે દરેક હૃદય ભાંગી પડશે અને સર્વ હાથ કમજોર થઈ જશે. દરેક નિર્બળ થઈ જશે, દરેક ઘૂંટણ પાણી જેવાં ઢીલાં થઈ જશે. જુઓ! પ્રભુ યહોવાહ આમ કહે છે, તે આવે છે અને તે પ્રમાણે કરવામાં આવશે.”
- હઝકિયેલ ૨૧:૮આશરે ઈ.પૂ. ૫૯૩
¶ ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
- હઝકિયેલ ૨૧:૯આશરે ઈ.પૂ. ૫૯૩
હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને કહે, પ્રભુ આમ કહે છે, હે તલવાર, હે તલવાર, હા, તને ધારદાર તથા ચમકતી બનાવવામાં આવી છે.
- હઝકિયેલ ૨૧:૧૦આશરે ઈ.પૂ. ૫૯૩
મોટો સંહાર કરવા માટે તને ધારદાર બનાવેલી છે. વીજળીની જેમ ચમકારા મારવા માટે તેને ધારદાર બનાવી છે. મારા દીકરાના રાજદંડમાં શું આપણે આનંદ મનાવીશું? આવનાર તલવાર દરેક રાજદંડને તુચ્છકારે છે.
- હઝકિયેલ ૨૧:૧૧આશરે ઈ.પૂ. ૫૯૩
તેનો ઉપયોગ કરવા માટે તલવાર ચકચકતી બનાવી છે. સંહારકના હાથમાં સોંપવા માટે તેને ધારદાર તથા ચકચકતી બનાવી છે.
- હઝકિયેલ ૨૧:૧૨આશરે ઈ.પૂ. ૫૯૩
હે મનુષ્યપુત્ર, પોક મૂક તથા વિલાપ કર, કેમ કે તલવાર મારા લોકો પર આવી પડી છે. તે ઇઝરાયલના સર્વ આગેવાનો પર આવી પડી છે જેઓને તલવારને સ્વાધીન કરવામાં આવ્યા છે તેઓ મારા લોકો છે, તેથી દુઃખમાં તારી જાંઘો પર થબડાકો માર.
- હઝકિયેલ ૨૧:૧૩આશરે ઈ.પૂ. ૫૯૩
કેમ કે આ તો કસોટી છે, પ્રભુ યહોવાહ કહે છે રાજદંડનો અંત આવશે તો શું?’
- હઝકિયેલ ૨૧:૧૪આશરે ઈ.પૂ. ૫૯૩
હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને તારા હાથથી તાળીઓ પાડ, પ્રાણઘાતક ઘા કરનારી તલવારને ત્રણ ઘણી તેજ કર. એ તો કતલ કરનારી તલવાર છે, ચારેબાજુ ઘા કરનાર તલવારથી ઘણાંઓની કતલ થાય છે.
- હઝકિયેલ ૨૧:૧૫આશરે ઈ.પૂ. ૫૯૩
તેઓનાં હૃદય પીગળાવવા તથા તેઓનાં લથડિયાં વધી જાય માટે, મેં તેઓના દરવાજા સામે તલવાર મૂકી છે. અને, તેને વીજળી જેવી કરે છે અને સંહાર કરવાને સજ્જ છે.
- હઝકિયેલ ૨૧:૧૬આશરે ઈ.પૂ. ૫૯૩
હે તલવાર, તું તારી ડાબી બાજુ તથા તારી જમણી બાજુ સંહાર કર. જે બાજુ તારું મુખ રાખેલું હોય તે બાજુ જા.