મુખ્ય સામગ્રી પર જાઓ

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હઝકિયેલ ૨૨:૧૦આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ તારી અંદર તેઓએ પોતાના પિતાઓની આબરૂ ઉઘાડી કરી છે. સ્ત્રીની અશુદ્ધતા સમયે તેઓએ તે અશુદ્ધ સ્ત્રી સાથે બળાત્કાર કર્યો છે.

  2. હઝકિયેલ ૨૨:૧૧આશરે ઈ.પૂ. ૫૯૩

    માણસોએ પોતાના પડોશીની પત્નીઓ સાથે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, તેઓએ લંપટતાથી પોતાની પૂત્રવધુને ભ્રષ્ટ કરી છે; ત્રીજાએ પોતાની બહેન સાથે એટલે કે પોતાના બાપની દીકરી સાથે બળાત્કાર કર્યો છે.

  3. હઝકિયેલ ૨૨:૧૨આશરે ઈ.પૂ. ૫૯૩

    તારી મધ્યે લોકોએ લાંચ લઈને લોહી વહેવડાવ્યું છે. તેં તેઓની પાસેથી વ્યાજ તથા નફો લીધા છે, તેં જુલમ કરીને તારા પડોશીને નુકસાન કર્યું છે, મને તું ભૂલી ગયો છે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.

  4. હઝકિયેલ ૨૨:૧૩આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ “તે માટે જો, અપ્રામાણિક લાભ તેં મેળવ્યો છે તથા તારી મધ્યે લોહી વહેવડાવ્યું છે, તેથી મેં મારો હાથ પછાડ્યો છે.

  5. હઝકિયેલ ૨૨:૧૪આશરે ઈ.પૂ. ૫૯૩

    હું તારી ખબર લઈશ ત્યારે તારું હૃદય દ્રઢ રહેશે? તારા હાથ મજબૂત રહેશે? કેમ કે હું યહોવાહ તે બોલ્યો છું અને હું તે કરીશ.

  6. હઝકિયેલ ૨૨:૧૫આશરે ઈ.પૂ. ૫૯૩

    હું તને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ અને દેશો મધ્યે તને વિખેરી નાખીશ. હું તારી મલિનતા તારામાંથી દૂર કરીશ.

  7. હઝકિયેલ ૨૨:૧૬આશરે ઈ.પૂ. ૫૯૩

    બીજી પ્રજાઓ આગળ તું અપમાનિત થશે અને ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું!”

  8. હઝકિયેલ ૨૨:૧૭આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  9. હઝકિયેલ ૨૨:૧૮આશરે ઈ.પૂ. ૫૯૩

    “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકો મારે માટે નકામા કચરા જેવા છે. તેઓ ભઠ્ઠીમાં રહેલા પિત્તળ, કલાઈ, લોખંડ તથા સીસા જેવા છે. તેઓ તારી ભઠ્ઠીમાં ચાંદીના કચરા જેવા છે.

  10. હઝકિયેલ ૨૨:૧૯આશરે ઈ.પૂ. ૫૯૩

    આથી પ્રભુ યહોવાહ કહે છે કે, ‘તમે બધા નકામા કચરા જેવા છો, માટે જુઓ, હું તમને યરુશાલેમમાં ભેગા કરીશ.

  11. હઝકિયેલ ૨૨:૨૦આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ જેમ લોકો ચાંદી, પિત્તળ, લોખંડ, સીસા તથા કલાઈને ભેગા કરીને ભઠ્ઠીમાં નાખીને અગ્નિ સળગાવીને ગાળે છે, તેવી જ રીતે હું તમને મારા રોષમાં તથા ક્રોધમાં ભેગા કરીને ભઠ્ઠીમાં નાખીને ઓગાળીશ.

  12. હઝકિયેલ ૨૨:૨૧આશરે ઈ.પૂ. ૫૯૩

    હું તમને ભેગા કરીશ અને મારો ક્રોધરૂપી અગ્નિ તમારા પર ફૂંકીશ, જેથી તમે મારા રોષની ભઠ્ઠીમાં ઓગળી જશો.

  13. હઝકિયેલ ૨૨:૨૨આશરે ઈ.પૂ. ૫૯૩

    જેમ ચાંદી ભઠ્ઠીમાં ઓગળી જાય છે, તેમ તમને તેમાં પિગળાવવામાં આવશે, ત્યારે તમે જાણશો કે મેં યહોવાહે મારો રોષ તમારા પર રેડ્યો છે!”

  14. હઝકિયેલ ૨૨:૨૩આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  15. હઝકિયેલ ૨૨:૨૪આશરે ઈ.પૂ. ૫૯૩

    “હે મનુષ્યપુત્ર, તેને કહે: ‘તું તો એક સ્વચ્છ નહિ કરાયેલો દેશ છે. કે જેના પર કોપના દિવસે કદી વરસાદ વરસ્યો નથી.

  16. હઝકિયેલ ૨૨:૨૫આશરે ઈ.પૂ. ૫૯૩

    શિકાર ફાડી ખાનાર ગર્જના કરતા સિંહની જેમ તારા પ્રબોધકો એ તારી વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું છે, તેઓએ ઘણા જીવોને ફાડી ખાધા છે અને તેઓએ કિંમતી દ્રવ્ય લઈ લીધું છે. તેઓ બળજબરીથી ખજાનો અને સંપત્તિ પડાવી લે છે. તેઓએ તેમાં વિધવાઓની સંખ્યા વધારી છે.

  17. હઝકિયેલ ૨૨:૨૬આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ તેના યાજકોએ મારા નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે, તેઓએ મારી અર્પિત વસ્તુઓને ભ્રષ્ટ કરી છે. તેઓએ પવિત્ર વસ્તુ તથા અપવિત્ર વસ્તુ વચ્ચે તફાવત રાખ્યો નથી. તેઓ શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ મારા વિશ્રામવાર તરફ નજર કરતા નથી તેથી હું તેઓની વચ્ચે અપવિત્ર થયો છું.

  18. હઝકિયેલ ૨૨:૨૭આશરે ઈ.પૂ. ૫૯૩

    તેના રાજકુમારો શિકાર ફાડીને લોહી વહેવડાવનાર વરુઓ જેવા છે; તેઓ હિંસાથી લોકોને મારી નાખીને અપ્રામાણિક લાભ મેળવનારા છે.

  19. હઝકિયેલ ૨૨:૨૮આશરે ઈ.પૂ. ૫૯૩

    તેઓ કહે છે, પ્રભુ યહોવાહ બોલ્યા ન હોય તોપણ “યહોવાહ બોલ્યા છે” એમ કહીને વ્યર્થ સંદર્શનો કહીને તથા જૂઠા શકુન જોઈને તેઓના પ્રબોધકોએ તેઓને ચૂનાથી ધોળે છે.

  20. હઝકિયેલ ૨૨:૨૯આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે અને લૂંટ કરી છે, તેઓએ ગરીબો તથા જરૂરતમંદો સાથે દુર્વ્યવહાર કર્યો છે, વિદેશીઓને ન્યાયથી વંચિત રાખીને તેઓની સાથે જુલમ કર્યો છે.

  21. હઝકિયેલ ૨૨:૩૦આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ મેં એવો માણસ શોધ્યો છે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે બાકોરામાં ઊભો રહીને મને તેનો નાશ કરતા રોકે, પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.

  22. હઝકિયેલ ૨૨:૩૧આશરે ઈ.પૂ. ૫૯૩

    આથી હું મારો ક્રોધ તેઓ પર રેડી દઈશ! હું મારા ક્રોધરૂપી અગ્નિથી તમને બાળીને ભસ્મ કરીશ. તેમણે તેઓએ કરેલાં સર્વ દૂરા આચરણોનું હું તેઓને માથે લાવીશ.’ એવું પ્રભુ યહોવાહ કહે છે.”

  23. હઝકિયેલ ૨૩:૧આશરે ઈ.પૂ. ૫૯૩

    ¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  24. હઝકિયેલ ૨૩:૨આશરે ઈ.પૂ. ૫૯૩

    હે મનુષ્યપુત્ર, બે સ્ત્રીઓ, એક જ માતાની દીકરીઓ હતી.

  25. હઝકિયેલ ૨૩:૩આશરે ઈ.પૂ. ૫૯૩

    તેઓએ મિસરમાં પોતાની જુવાનીમાં વ્યભિચાર કર્યો. તેઓએ ત્યાં વ્યભિચાર કર્યો. ત્યાં તેઓના સ્તન દાબવામાં આવ્યા, અને ત્યાં તેઓની કુંવારી અવસ્થાની ડીટડીઓ છોલાઈ.