મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1050–1010 BC

Samuel & King Saul

Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.

810 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. 1 શમુએલ ૭:૧૧આશરે ઈ.પૂ. ૧૧૨૦

    ઇઝરાયલના માણસો મિસ્પામાંથી નીકળ્યા, તેઓએ પલિસ્તીઓની પાછળ લાગીને બેથ-કારની તળેટીએ પહોંચતાં સુધી તેઓને માર્યા.

  2. 1 શમુએલ ૭:૧૨આશરે ઈ.પૂ. ૧૧૨૦

    ¶ ત્યારે શમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે ઊભો કર્યો. તેનું નામ એબેન-એઝેર પાડીને, કહ્યું, “અત્યાર સુધી ઈશ્વરે આપણી સહાય કરી છે.”

  3. 1 શમુએલ ૭:૧૩આશરે ઈ.પૂ. ૧૧૨૦

    આ રીતે પલિસ્તીઓ પરાજીત થયા, તેઓ ફરીથી ઇઝરાયલની હદમાં આવ્યા નહિ. શમુએલના સર્વ દિવસોમાં ઈશ્વરનો હાથ પલિસ્તીઓ વિરુદ્ધ હતો.

  4. 1 શમુએલ ૭:૧૪આશરે ઈ.પૂ. ૧૧૨૦

    જે નગરો પલિસ્તીઓએ ઇઝરાયલ પાસેથી લીધાં હતાં, ઇઝરાયલના હાથમાં પાછાં આવ્યાં, એક્રોનથી છેક ગાથ સુધી તેઓની હદ ઇઝરાયલે પલિસ્તીઓના હાથમાંથી લઈ લીધી. અને ત્યાં ઇઝરાયલીઓ તથા અમોરીઓ વચ્ચે મન-મેળ હતો.

  5. 1 શમુએલ ૭:૧૫આશરે ઈ.પૂ. ૧૧૩૧

    ¶ શમુએલે પોતાના આયુષ્યનાં સર્વ દિવસભર ઇઝરાયલનો ન્યાય કર્યો.

  6. 1 શમુએલ ૭:૧૬આશરે ઈ.પૂ. ૧૧૩૧

    દર વર્ષે તે બેથેલ, ગિલ્ગાલ, મિસ્પામાં જતો હતો; એ બધે સ્થળે તે ઇઝરાયલીઓની તકરારનો ન્યાય કરતો હતો.

  7. 1 શમુએલ ૭:૧૭આશરે ઈ.પૂ. ૧૧૩૧

    પછી રામામાં પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું; ત્યાં પણ તે ઇઝરાયલીઓની તકરારનો ન્યાય કરતો હતો. ત્યાં પણ તેણે ઈશ્વરને સારુ વેદી બાંધી.

  8. 1 શમુએલ ૮:૧આશરે ઈ.પૂ. ૧૧૧૨

    ¶ જયારે શમુએલ વૃદ્ધ થયો, ત્યારે તેણે પોતાના દીકરાઓને ઇઝરાયલ ઉપર ન્યાયાધીશો બનાવ્યાં.

  9. 1 શમુએલ ૮:૨આશરે ઈ.પૂ. ૧૧૧૨

    તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું, તેના બીજા દીકરાનું નામ અબિયા હતું. તેઓ બેરશેબામાં ન્યાયાધીશો હતા.

  10. 1 શમુએલ ૮:૩આશરે ઈ.પૂ. ૧૧૧૨

    તેના દીકરાઓ તેના માર્ગોમાં ચાલ્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા. તેઓએ લાંચ લઈને ન્યાયપ્રક્રિયાને ભ્રષ્ટ કરી.

  11. 1 શમુએલ ૮:૪આશરે ઈ.પૂ. ૧૧૧૨

    ¶ પછી ઇઝરાયલના સર્વ વડીલો એકત્ર થઈને શમુએલ પાસે રામામાં આવ્યા.

  12. 1 શમુએલ ૮:૫આશરે ઈ.પૂ. ૧૧૧૨

    તેઓએ તેને કહ્યું, “જો, તું વૃદ્ધ થયો છે અને તારા દીકરાઓ તારા માર્ગમાં ચાલતા નથી. સર્વ દેશોની જેમ અમારો ન્યાય કરવા સારુ અમને એક રાજા નીમી આપ.”

  13. 1 શમુએલ ૮:૬આશરે ઈ.પૂ. ૧૧૧૨

    ¶ પણ શમુએલ તેઓનાથી નાખુશ થયો, જયારે તેઓએ કહ્યું, “અમારો ન્યાય કરવા સારુ અમને રાજા આપ.” ત્યારે શમુએલે ઈશ્વરને પ્રાર્થના કરી.

  14. 1 શમુએલ ૮:૭આશરે ઈ.પૂ. ૧૧૧૨

    ઈશ્વરે શમુએલને કહ્યું, “લોકો જે સર્વ બાબતો તને કહે છે તેમાં તેઓનું કહેવું તું સ્વીકાર; કેમ કે તેઓએ તને નકાર્યો નથી, પણ તેઓ પર હું રાજ કરું તે માટે મને નકાર્યો છે.

  15. 1 શમુએલ ૮:૮આશરે ઈ.પૂ. ૧૧૧૨

    ¶ હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે, મને છોડીને, અન્ય દેવોની સેવા કરી છે, તે પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે.

  16. 1 શમુએલ ૮:૯આશરે ઈ.પૂ. ૧૧૧૨

    હવે તેઓનું સાંભળ; પણ તેઓને ગંભીરતાપૂર્વક ચેતવણી આપ અને તેમને જણાવ કે તેઓ પર કેવા પ્રકારના રાજા રાજ્ય કરશે.”

  17. 1 શમુએલ ૮:૧૦આશરે ઈ.પૂ. ૧૧૧૨

    ¶ જેથી શમુએલે તેને ઈશ્વરે જે કહ્યું તે જેઓ રાજા માંગતા હતા તેઓને જણાવ્યું.

  18. 1 શમુએલ ૮:૧૧આશરે ઈ.પૂ. ૧૧૧૨

    તેણે કહ્યું, “જે રાજા તમારા પર શાસન કરશે તે આવો થશે. તે તમારા દીકરાઓને પકડીને પોતાના રથોને સારુ તેઓને નીમશે અને તેઓને પોતાના ઘોડેસવારો કરશે, તેના રથો આગળ તેઓ દોડશે.

  19. 1 શમુએલ ૮:૧૨આશરે ઈ.પૂ. ૧૧૧૨

    તે પોતાને માટે હજાર ઉપર અને પચાસ ઉપર મુકાદમ સરદારો નીમશે. અને કેટલાકને પોતાની જમીન ખેડવા, કેટલાકને તેના પાકને ભેગો કરવા, કેટલાકને યુદ્ધમાં હથિયાર બનાવવા અને તેના રથોનાં સાધનો બનાવવાના કામે લગાડશે.

  20. 1 શમુએલ ૮:૧૩આશરે ઈ.પૂ. ૧૧૧૨

    ¶ તે તમારી દીકરીઓને પણ પકડીને મીઠાઈ બનાવનારી, રસોઈ બનાવવાના અને ભઠિયારણો થવા સારુ લઈ જશે.

  21. 1 શમુએલ ૮:૧૪આશરે ઈ.પૂ. ૧૧૧૨

    તે તમારાં ફળદ્રુપ ખેતરો, તમારી દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવાડીઓ લઈ લેશે અને તે પોતાના ચાકરોને આપશે.

  22. 1 શમુએલ ૮:૧૫આશરે ઈ.પૂ. ૧૧૧૨

    તે તમારા અનાજમાંથી અને તમારી દ્રાક્ષવાડીઓમાંથી દસમો ભાગ લઈને પોતાના અધિકારીઓને તથા પોતાના ચાકરોને આપશે.

  23. 1 શમુએલ ૮:૧૬આશરે ઈ.પૂ. ૧૧૧૨

    ¶ તે તમારા દાસોને, તમારી દાસીઓને, તમારા શ્રેષ્ઠ જુવાન પુરુષોને અને તમારા ગધેડાંઓને લઈ લેશે અને પોતાના કામે લગાડશે.

  24. 1 શમુએલ ૮:૧૭આશરે ઈ.પૂ. ૧૧૧૨

    તે તમારા ઘેટાંનો દસમો ભાગ લઈ લેશે અને તમે તેના ગુલામો થશો.

  25. 1 શમુએલ ૮:૧૮આશરે ઈ.પૂ. ૧૧૧૨

    તમારા પસંદ કરેલા રાજાને કારણે તમે મને તે દિવસે પોકારશો; પણ ઈશ્વર તે દિવસે તમને ઉત્તર આપશે નહિ.”