- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1050–1010 BC
Samuel & King Saul
Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.
આ કાળની કલમો
- 1 શમુએલ ૧૭:૪૫આશરે ઈ.પૂ. ૧૦૬૩
દાઉદે પલિસ્તીને જવાબ આપ્યો, “તું મારી પાસે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે. પણ હું પ્રભુ સર્વશક્તિમાન ઈશ્વર, ઇઝરાયલના સૈન્યોના ઈશ્વર જેમનો તુચ્છકાર તેં કર્યો છે તેમના નામે તારી પાસે આવું છું.
- 1 શમુએલ ૧૭:૪૬આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ આજે ઈશ્વર મને તારા પર વિજય અપાવશે, હું તને મારી નાખીશ અને તારું માથું તારા શરીર પરથી જુદું કરીશ. આજે હું પલિસ્તીઓના સૈન્યોના મૃતદેહોને આકાશના પક્ષીઓ તથા પૃથ્વીનાં જંગલી જાનવરોને આપીશ, કે જેથી આખી પૃથ્વી જાણે કે ઇઝરાયલમાં જ ઈશ્વર છે,
- 1 શમુએલ ૧૭:૪૭આશરે ઈ.પૂ. ૧૦૬૩
અને આ સર્વ સમુદાય જાણે કે, ઈશ્વરે તલવાર અને બરછીથી વિજય અપાવ્યો નથી. કેમ કે યુદ્ધ તો ઈશ્વર લડે છે અને તે તમને અમારા હાથમાં પકડાવી દેશે.”
- 1 શમુએલ ૧૭:૪૮આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ જયારે તે પલિસ્તી ઊઠયો અને દાઉદ સામે લડવા સારુ પાસે આવવા લાગ્યો, ત્યારે દાઉદ ઉતાવળથી તે પલિસ્તીની સામે મળવાને સૈન્યની તરફ દોડીને ગયો.
- 1 શમુએલ ૧૭:૪૯આશરે ઈ.પૂ. ૧૦૬૩
દાઉદે પોતાનો હાથ થેલીમાં નાખીને તેમાંથી એક પથ્થર લીધો, તેને ગોફણ દ્વારા વીંઝીને તે પલિસ્તીના કપાળમાં માર્યો. પથ્થર પલિસ્તીના કપાળમાં પેસી ગયો અને તે જમીન પર ઊંધા મોઢે પડયો.
- 1 શમુએલ ૧૭:૫૦આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ દાઉદ ગોફણ તથા પથ્થરથી તે પલિસ્તી પર જીત પામ્યો. તેણે પલિસ્તીને મારી નાખીને તેનો સંહાર કર્યો. પણ તેના હાથમાં તલવાર ન હતી.
- 1 શમુએલ ૧૭:૫૧આશરે ઈ.પૂ. ૧૦૬૩
પછી દાઉદ દોડીને તે પલિસ્તી ઉપર ઊભો રહ્યો અને તેણે તેની તલવાર તેના મ્યાનમાંથી કાઢીને, તેના વડે તેને મારી નાખ્યો અને તેનું માથું તેના ધડથી કાપી નાખ્યું. જયારે પલિસ્તીઓએ જોયું કે તેઓનો બળવાન યોદ્ધો મરણ પામ્યો છે, ત્યારે તેઓ નાસી ગયા.
- 1 શમુએલ ૧૭:૫૨આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ પછી ઇઝરાયલના તથા યહૂદિયાના માણસો ઊઠીને હોકારો કરીને એક્રોનના દરવાજા સુધી અને ખીણ સુધી પલિસ્તીઓની પાછળ પડ્યા. અને શારાઈમના માર્ગ ઉપર ગાથ તથા એક્રોન સુધી પલિસ્તીઓના માણસો ઘાયલ થઈને પડયા.
- 1 શમુએલ ૧૭:૫૩આશરે ઈ.પૂ. ૧૦૬૩
ઇઝરાયલના લોકોએ પલિસ્તીઓની પાછળ પડવાનું પડતું મૂકીને તેઓની છાવણી લૂંટી.
- 1 શમુએલ ૧૭:૫૪આશરે ઈ.પૂ. ૧૦૬૩
દાઉદ પલિસ્તીનું માથું લઈને યરુશાલેમમાં આવ્યો, પણ તેણે તેનું કવચ તેણે પોતાના તંબુમાં મૂક્યું.
- 1 શમુએલ ૧૭:૫૫આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ જયારે શાઉલે દાઉદને પલિસ્તી સાથે લડવા જતા જોયો હતો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને કહ્યું હતું કે, “આબ્નેર, આ જુવાન કોનો દીકરો છે?” આબ્નેરે કહેલું કે, “તારા જીવના સમ, રાજા, હું તેના વિષે કશું જાણતો નથી.”
- 1 શમુએલ ૧૭:૫૬આશરે ઈ.પૂ. ૧૦૬૩
પછી રાજાએ કહ્યું, “જે કોઈ જાણતો હોય તેઓને પૂછ કે આ યુવાન કોનો દીકરો છે.?”
- 1 શમુએલ ૧૭:૫૭આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ જયારે દાઉદ તે પલિસ્તીનો સંહાર કરીને પાછો ફર્યો, ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લાવ્યો પલિસ્તીનું માથું દાઉદના હાથમાં હતું.
- 1 શમુએલ ૧૭:૫૮આશરે ઈ.પૂ. ૧૦૬૩
શાઉલે તેને કહ્યું, “ઓ જુવાન, તું કોનો દીકરો છે?” અને દાઉદે જવાબ આપ્યો, “હું આપના સેવક યિશાઈ બેથલેહેમીનો દીકરો છું.”
- 1 શમુએલ ૧૮:૧આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ જયારે શાઉલ સાથે તેણે વાત પૂરી કરી ત્યાર પછી, યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, યોનાથાન પોતાના જીવના જેવો પ્રેમ તેના પર કરવા લાગ્યો.
- 1 શમુએલ ૧૮:૨આશરે ઈ.પૂ. ૧૦૬૩
શાઉલે તે દિવસથી દાઉદને પોતાની સેવા માટે રાખ્યો; તેને તેના પિતાને ઘરે જવા દીધો નહિ.
- 1 શમુએલ ૧૮:૩આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ પછી યોનાથાને તથા દાઉદે મિત્રતાના કોલકરાર કર્યા. યોનાથાન તેના પર પોતાના જીવના જેવો પ્રેમ કરતો હતો.
- 1 શમુએલ ૧૮:૪આશરે ઈ.પૂ. ૧૦૬૩
જે ઝભ્ભો યોનાથાને પહેરેલો હતો તે તેણે પોતાના અંગ પરથી ઉતારીને દાઉદને આપ્યો. પોતાનું કવચ તથા, તલવાર, ધનુષ્ય, અને કમરબંધ પણ આપ્યાં.
- 1 શમુએલ ૧૮:૫આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ જ્યાં કંઈ શાઉલ દાઉદને મોકલતો હતો ત્યાં તે જતો અને તે સફળ થતો. શાઉલે તેને સૈનિકો પર સરદાર તરીકે નીમ્યો. એ સર્વ લોકની નજરમાં તથા શાઉલના ચાકરોની નજરમાં પણ સારુ લાગ્યું.
- 1 શમુએલ ૧૮:૬આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ જયારે દાઉદ પલિસ્તીઓને હરાવ્યા પછી તેઓ પાછા આવતા હતા ત્યારે ઇઝરાયલનાં સર્વ નગરોમાંથી સ્ત્રીઓ ગાતી તથા નાચતી, ખંજરી સાથે, આનંદથી, સંગીતનાં વાજિંત્રો વગાડતા શાઉલને મળવા માટે બહાર આવી.
- 1 શમુએલ ૧૮:૭આશરે ઈ.પૂ. ૧૦૬૩
તે સ્ત્રીઓ ગમ્મતમાં ગાતાં ગાતાં એકબીજીને કહેતી હતી કે: “શાઉલે સહસ્ત્રને અને દાઉદે દસ સહસ્ત્રને સંહાર્યા છે.”
- 1 શમુએલ ૧૮:૮આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ તેથી શાઉલને ઘણો ક્રોધ ચઢયો અને આ ગીતથી તેને ખોટું લાગ્યું. તેણે કહ્યું કે, “તેઓએ દાઉદને દસ સહસ્ત્રનું માન આપ્યું છે, પણ તેઓએ મને તો માત્ર સહસ્ત્રનું જ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે?”
- 1 શમુએલ ૧૮:૯આશરે ઈ.પૂ. ૧૦૬૩
તે દિવસથી શાઉલ દાઉદને ઈર્ષ્યાની નજરે જોવા લાગ્યો.
- 1 શમુએલ ૧૮:૧૦આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ બીજે દિવસે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો, તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. તેથી દાઉદ પોતાના નિત્યના ક્રમ મુજબ વાજિંત્ર વગાડતો હતો. તે વખતે શાઉલના હાથમાં પોતાનો ભાલો હતો.
- 1 શમુએલ ૧૮:૧૧આશરે ઈ.પૂ. ૧૦૬૩
શાઉલે તે ભાલો ફેંક્યો, તેનો ઇરાદો હતો કે, “તે દાઉદને ભાલો મારીને તેને ભીંત સાથે જડી દેશે.” પણ દાઉદ શાઉલની આગળથી બે વખત ખસી ગયો.