- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1050–1010 BC
Samuel & King Saul
Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.
આ કાળની કલમો
- 1 શમુએલ ૧૬:૧૮આશરે ઈ.પૂ. ૧૦૬૩
પછી જુવાન માણસોમાંથી એક જણે જવાબ આપ્યો અને કહ્યું, “મેં યિશાઈ બેથલેહેમીના દીકરાને જોયો છે, તે વગાડવામાં કુશળ, બળવાન, હિંમતવાન છે. વળી તે લડવૈયો, બોલવામાં સમજદાર તથા રૂપાળો માણસ છે; અને ઈશ્વર તેની સાથે છે.”
- 1 શમુએલ ૧૬:૧૯આશરે ઈ.પૂ. ૧૦૬૩
તેથી શાઉલે યિશાઈ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, “તારો દીકરો દાઉદ જે ઘેટાંની સાથે છે તેને મારી પાસે મોકલ.”
- 1 શમુએલ ૧૬:૨૦આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ તેથી યિશાઈએ રોટલી, દ્રાક્ષારસનું પાત્ર, અને લવારું એક ગધેડા પર લાદીને પોતાના દીકરા દાઉદની મારફતે શાઉલને સારુ મોકલાવ્યાં.
- 1 શમુએલ ૧૬:૨૧આશરે ઈ.પૂ. ૧૦૬૩
દાઉદ શાઉલ પાસે આવ્યો અને તેની સંમુખ ઊભો રહ્યો. શાઉલને તેના પર ઘણી પ્રીતિ ઊપજી અને તે તેનો શસ્ત્રવાહક થયો.
- 1 શમુએલ ૧૬:૨૨આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ શાઉલે યિશાઈ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું, “દાઉદને મારી હજૂરમાં ઉપસ્થિત રહેવા દે, કેમ કે મારી દૃષ્ટિમાં તે કૃપા પામ્યો છે.”
- 1 શમુએલ ૧૬:૨૩આશરે ઈ.પૂ. ૧૦૬૩
ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવતો, ત્યારે એમ થતું કે, દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો. તેથી શાઉલ સાજો તાજો થઈ જતો અને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો.
- 1 શમુએલ ૧૭:૧આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ હવે પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોને યુદ્ધ કરવા સારુ યહૂદિયાના તેઓ સોખોમાં એકત્ર કર્યા, જે યહૂદિયાનું છે. તેઓએ સોખો અને અઝેકાની વચ્ચે એફેસ-દામ્મીમમાં છાવણી નાખી.
- 1 શમુએલ ૧૭:૨આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ શાઉલ તથા ઇઝરાયલના માણસો એકત્ર થયા. તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને પલિસ્તીઓ સામે યુદ્ધ માટે વ્યૂહ રચ્યો.
- 1 શમુએલ ૧૭:૩આશરે ઈ.પૂ. ૧૦૬૩
પલિસ્તીઓ પર્વતની ઉપર એક બાજુએ પલિસ્તીઓ ઊભા રહ્યા અને પર્વતની ઉપર બીજી બાજુએ જ્યાં તેઓની વચ્ચે ખીણ હતી ત્યાં ઇઝરાયલીઓ ઊભા રહ્યા.
- 1 શમુએલ ૧૭:૪આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ ત્યારે એક બળવાન માણસ પલિસ્તીઓની છાવણીમાંથી બહાર આવ્યો, તેનું નામ ગોલ્યાથ હતું. તે ગાથનો હતો, તેની ઊંચાઈ છ હાથ અને એક વેંત હતી.
- 1 શમુએલ ૧૭:૫આશરે ઈ.પૂ. ૧૦૬૩
તેના માથા ઉપર પિત્તળનો ટોપ હતો અને તેણે બખતર પહેરેલું હતું. તે બખતરનું વજન પિત્તળના પાંચ હજાર શેકેલ જેટલું હતું.
- 1 શમુએલ ૧૭:૬આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ તેના પગે ઘૂંટણથી નીચે પિત્તળના બખતરો હતા અને તેના ખભા વચ્ચે પિત્તળની બરછી હતી.
- 1 શમુએલ ૧૭:૭આશરે ઈ.પૂ. ૧૦૬૩
તેના ભાલાનો દાંડો સાળના રોલર જેવો હતો. તેના ભાલાનું વજન લોઢાના છસો શેકેલ જેટલું હતું. તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો.
- 1 શમુએલ ૧૭:૮આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ તેણે ઊભા રહિને ઇઝરાયલના સૈન્યોને હાંક મારી, “શા માટે તમે યુદ્ધનો વ્યૂહ રચવાને બહાર આવ્યા છો? શું હું પલિસ્તી નથી અને તમે શાઉલના ચાકરો નથી? તમે પોતાને સારુ એક માણસ પસંદ કરો અને તે મારી સામે ઊતરી આવે.
- 1 શમુએલ ૧૭:૯આશરે ઈ.પૂ. ૧૦૬૩
જો તે મારી સાથે લડી શકે અને મને મારી નાખી શકે, તો અમે અમારા લોકો તમારા ચાકરો થશે. પણ જો હું તેને હરાવું અને મારી નાખું, તો તમારે અમારા ચાકરો થઈને અમારી સેવા કરવી.”
- 1 શમુએલ ૧૭:૧૦આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ ફરીથી પલિસ્તીએ કહ્યું, “હું આજે ઇઝરાયલના સૈન્યોનો તિરસ્કાર કરું છું. મને એક માણસ આપો કે અમે સાથે મળીને લડાઈ કરીએ.”
- 1 શમુએલ ૧૭:૧૧આશરે ઈ.પૂ. ૧૦૬૩
જયારે શાઉલે તથા સર્વ ઇઝરાયલે પલિસ્તીએ કહેલા શબ્દો સાંભળ્યાં ત્યારે તેઓ નિરાશ થયા અને ઘણાં ભયભીત થયા.
- 1 શમુએલ ૧૭:૧૨આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ હવે દાઉદ બેથલેહેમ યહૂદિયાના એફ્રાથી માણસ યિશાઈનો દીકરો હતો. યિશાઈને આઠ દીકરા હતા. શાઉલના દિવસોમાં યિશાઈ વૃદ્ધ અને પુખ્ત ઉંમરનો ગણાતો હતો.
- 1 શમુએલ ૧૭:૧૩આશરે ઈ.પૂ. ૧૦૬૩
યિશાઈના ત્રણ મોટા દીકરાઓ યુદ્ધ માટે શાઉલની સાથે ગયા. તેના ત્રણ દીકરા જે યુદ્ધમાં ગયા હતા તેઓમાંના નામો આ હતાં જ્યેષ્ઠનું નામ અલિયાબ, બીજાનું અબીનાદાબ અને ત્રીજાનું શામ્મા હતું.
- 1 શમુએલ ૧૭:૧૪આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ દાઉદ સૌથી નાનો હતો. તે ત્રણ મોટા દીકરાઓ શાઉલની આગેવાની હેઠળ યુદ્ધમાં હતા.
- 1 શમુએલ ૧૭:૧૫આશરે ઈ.પૂ. ૧૦૬૩
દાઉદ પોતાના પિતાનાં ઘેટાંને ચરાવવાને માટે શાઉલ પાસેથી બેથલેહેમમાં આવ જા કરતો હતો.
- 1 શમુએલ ૧૭:૧૬આશરે ઈ.પૂ. ૧૦૬૩
ચાળીસ દિવસો સુધી પેલો પલિસ્તી સવારે તથા સાંજે પાસે આવીને સામે ખડો થતો હતો.
- 1 શમુએલ ૧૭:૧૭આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ યિશાઈએ પોતાના દીકરા દાઉદને કહ્યું, “તારા ભાઈઓને સારુ આ એક એફાહ પોંક અને આ દસ રોટલી લઈને છાવણીમાં તારા ભાઈઓ પાસે જલ્દી જા.
- 1 શમુએલ ૧૭:૧૮આશરે ઈ.પૂ. ૧૦૬૩
આ ઉપરાંત દસ પનીર તેઓના સહસ્ત્રાધિપતિ માટે લઈ જઈને આપજે. તારા ભાઈઓ કેમ છે તે જોજે અને તેઓ મજામાં છે કે નહિ તેની ખબર લઈને આવજે.”
- 1 શમુએલ ૧૭:૧૯આશરે ઈ.પૂ. ૧૦૬૩
¶ તેના ભાઈઓ, શાઉલ તથા સર્વ ઇઝરાયલ માણસો એલાની ખીણમાં, પલિસ્તીઓ સાથે લડતા હતા.”