મુખ્ય સામગ્રી પર જાઓ

Reuben

70 કલમો · 18 કુટુંબના સભ્યો

Reuben નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ હવે રુબેનના તથા ગાદના વંશજો પાસે મોટી સંખ્યામાં જાનવરો હતાં. જયારે તેઓએ જોયું કે યાઝેરનો તથા ગિલ્યાદનો દેશ જાનવરો માટે અનુકૂળ જગ્યા છે.

  2. તેથી રુબેન તથા ગાદના વંશજોએ મૂસા, એલાઝાર યાજક તથા સમાજના આગેવાનો પાસે આવીને કહ્યું કે,

  3. ¶ મૂસાએ ગાદ તથા રુબેનના વંશજોને કહ્યું, “શું તમારા ભાઈઓ યુદ્ધમાં જાય છે ત્યારે તમે અહીં બેસી રહેશો?

  4. ગાદ તથા રુબેનના વંશજોએ મૂસાને કહ્યું, “અમારા માલિકની આજ્ઞા પ્રમાણે અમે તારા દાસો કરીશું.

  5. મૂસાએ તેઓને કહ્યું, “જો ગાદના તથા રુબેનના વંશજો યુદ્ધને સારુ હથિયાર સજીને દરેક માણસ યહોવાહની આગળ તમારી સાથે લડાઈ કરવાને યર્દનને પેલે પાર જાય, જો તે દેશ તમારા તાબામાં આવી જાય તો તમે તેઓને ગિલ્યાદનો દેશ વતન તરીકે આપજો.

  6. ¶ ગાદના તથા રુબેનના વંશજોએ જવાબ આપીને કહ્યું, “જેમ યહોવાહે તારા દાસોને કહ્યું છે તે પ્રમાણે અમે કરીશું.

  7. ¶ આથી મૂસાએ ગાદના તથા રુબેનના વંશજોને તથા યૂસફના દીકરા મનાશ્શાના અર્ધકુળને અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય તથા બાશાનના રાજા ઓગનું રાજ્ય આપ્યું. તેણે તેઓને તે દેશ, તેની સરહદો સાથે તેના બધા નગરો તથા તે દેશની આજુબાજુનાં બધાં નગરો આપ્યાં.

  8. રુબેનના વંશજોએ હેશ્બોન, એલઆલેહ, કિર્યાથાઈમ,

  9. રુબેનના વંશજોને તેઓના પિતૃઓના કુળ પ્રમાણે, ગાદના વંશજોના કુળને તથા મનાશ્શાના અર્ધકુળને તેઓનો વારસો વહેંચી આપવામાં આવ્યો છે.

  10. ¶ અને સર્વ ઇઝરાયલીઓના જોતાં રુબેનના દીકરાઓમાંથી, અલિયાબના દીકરા દાથાન અને અબિરામને યહોવાહે શું કર્યું તે તમે જોયું છે, પણ તમારા સંતાનો એ જોયું નથી. એટલે કેવી રીતે પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેમની સાથેના નોકર ચાકર તથા તેમની માલિકીનાં સર્વ જાનવરોને ગળી ગઈ.

  11. ¶ રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે.

  12. રુબેન સદા જીવંત રહો અને મરે નહિ; પરંતુ તેના માણસો થોડા રહે.”

  13. ¶ રુબેનીનું કુળ, ગાદનું કુળ અને મનાશ્શાનું અર્ધ કુળ, મૂસાના ફરમાવ્યા પ્રમાણે, શસ્ત્ર સજીને સૈન્યના રૂપમાં ઇઝરાયલના લોકોની આગળ ગયા.

  14. ¶ મૂસાએ રુબેનીઓના આખા કુળનાં કુટુંબો પ્રમાણે તેઓને વારસો આપ્યો.

  15. યર્દન નદી તથા તેનો કાંઠો એ રુબેનીઓના કુળની સરહદ હતી; આ રુબેનીઓના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબ પ્રમાણે એ છે.

  16. તે સરહદ બેથ-હોગ્લા અને બેથ-અરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ બોહાનની શિલા, રુબેનના દીકરા સુધી ગઈ.

  17. ¶ લેવીઓને તમારી મધ્યે ભાગ મળવાનો નથી, કેમ કે યહોવાહનું યાજકપદ એ જ તેઓનો વારસો છે. યર્દનની પાર ગાદ, રુબેન તથા મનાશ્શાના અર્ધકુળને મૂસાએ વારસો આપેલો છે; તે તેઓએ પ્રાપ્ત કર્યો છે.”

  18. ¶ તે ઉત્તરથી વળીને, એન-શેમેશની દિશામાં અને ત્યાંથી ગલીલોથ તરફ ગઈ, તે અદુમ્મીમના ઘાટની સામે છે. પછી તે નીચે બોહાનની શિલા તે રુબેનનો પુત્ર હતો સુધી ગઈ.

  19. પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશ પરના અરણ્યમાં બેસેર, ગાદ કુળમાંથી રામોથ ગિલ્યાદ, મનાશ્શાના કુળમાંથી બાશાનમાં ગોલાન પસંદ કર્યા.

  20. ¶ મરારીના વંશજોના જે લોકો હતા તેઓને રુબેનના, ગાદ અને ઝબુલોનના કુળમાંથી બાર નગરો પ્રાપ્ત થયા.

  21. ¶ રુબેનના કુળમાંથી મરારીના કુટુંબોને બેસેર તેનાં ગૌચરો સહિત, યાહસા તેનાં ગૌચરો સહિત,

  22. ¶ તેથી કનાન દેશમાંના શીલોહમાં ઇઝરાયલ લોકોને છોડીને રુબેનના વંશજો, ગાદના વંશજો અને મનાશ્શાનું અર્ધકુળ ઘરે પાછા ફર્યા. યહોવાહે મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી તેનું પાલન કરીને તેઓ ગિલ્યાદ પ્રદેશ એટલે તેમના પોતાના દેશમાં જેનો તેઓએ કબજો કર્યો હતો તેમાં ગયા.

  23. ¶ જયારે તેઓ યર્દન નદીના પશ્ચિમ ભાગમાં આવ્યા જે કનાન દેશમાં છે ત્યાં, ત્યાં રુબેનીઓએ, ગાદીઓએ અને મનાશ્શાના અર્ધકુળે યર્દન નદી પાસે દૂરથી દેખાય એવી ઘણી મોટી વેદી બાંધી.

  24. ઇઝરાયલના લોકોએ આ વિષે સાંભળ્યું અને કહ્યું, “જુઓ! રુબેનના લોકોએ, ગાદ અને મનાશ્શાના અર્ધકુળે યર્દન પાસેના ગેલીલોથના કનાન દેશની આગળ, જે ઇઝરાયલના લોકોની બાજુએ છે ત્યાં વેદી બાંધી છે.”

  25. ¶ પછી ઇઝરાયલના લોકોએ ગિલ્યાદ દેશમાં રુબેનીઓ, ગાદીઓ અને મનાશ્શાના અર્ધકુળ પાસે એલાઝાર યાજકના પુત્ર ફીનહાસને મોકલ્યો,