Skip to content

Zebulun

46 કલમો · 17 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Zabulon

Zebulun નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લેઆએ કહ્યું, “ઈશ્વરે મને સારી ભેટ આપી છે. હવે મારો પતિ મને માન આપશે, કેમ કે મેં તેના છ દીકરાને જન્મ આપ્યો છે. “માટે તેણે તેનું નામ ઝબુલોન પાડ્યું.

  2. ¶ લેઆના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન તથા શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર તથા ઝબુલોન.

  3. ઝબુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ.

  4. ઝબુલોન સમુદ્રના કાંઠાની પાસે રહેશે. તે વહાણોને સારુ બંદરરૂપ થશે અને તેની સરહદ સિદોન સુધી વિસ્તારવામાં આવશે.

  5. ઇસ્સાખાર, ઝબુલોન અને બિન્યામીન,

  6. ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.

  7. ¶ ઝબુલોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ

  8. તેઓની ગણતરી ઝબુલોનના કુળમાં સતાવન હજાર ચારસો પુરુષોની થઈ.

  9. ¶ ઝબુલોનનું કુળ ઇસ્સાખારની બાજુમાં છાવણી કરે. હેલોનનો દીકરો અલિયાબ તે ઝબુલોનના દીકરાઓનો અધિપતિ થાય.

  10. ¶ ત્રીજે દિવસે હેલોનનો દીકરો અલિયાબ, ઝબુલોનના દીકરાનો આગેવાન હતો તેણે તેનું અર્પણ આપ્યું.

  11. અને ઝબુલોનના દીકરાઓના કુળનો સૈન્યનો ઉપરી હેલોનનો દીકરો અલિયાબ હતો.

  12. ઝબુલોનના કુળમાંથી, સોદીનો દીકરો ગાદીયેલ.

  13. ¶ ઝબુલોનના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ. યાહલેલથી યાહલેલીઓનું કુટુંબ.

  14. ઝબુલોનના વંશજોના કુળનો આગેવાન, પાનાખનો દીકરો અલીસાફાન.

  15. ¶ રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે.

  16. મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, “ઝબુલોન, તેના બહાર જવામાં, ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો.

  17. ¶ ત્રીજી ચિઠ્ઠી ઝબુલોનના કુળના નામની નીકળી. અને તેઓના કુટુંબ પ્રમાણે તેઓને જમીન આપવામાં આવી. તેઓના વારસાની સરહદ સારીદથી શરુ થતી હતી.

  18. આ ઝબુલોનના કુળનો વારસો, જે તેના કુટુંબોને તેમનાં નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો તે છે.

  19. ¶ પછી તે પૂર્વ દિશાએથી વળીને બેથ-દાગોન અને ઝબુલોન સુધી ગઈ, યફતાએલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી, પછી તે ત્યાંથી ઉત્તર તરફ કાબૂલ સુધી પહોંચી.

  20. તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર અને હુક્કોક સુધી ગઈ; દક્ષિણમાં ઝબુલોન, પશ્ચિમમાં આશેર, પૂર્વમાં યર્દન પાસે યહૂદા સુધી પહોંચી.

  21. ¶ મરારીના વંશજોના જે લોકો હતા તેઓને રુબેનના, ગાદ અને ઝબુલોનના કુળમાંથી બાર નગરો પ્રાપ્ત થયા.

  22. ¶ બાકી રહેલા લેવીઓને એટલે મરારીના કુટુંબોને ઝબુલોનના કુળમાંથી યોકનામ તેનાં ગૌચર સહિત, કાર્તા તેનાં ગૌચર સહિત,

  23. ¶ વળી ઝબુલોને કિટ્રોનમાં તથા નાહલોલમાં રહેતા લોકોને કાઢી મૂક્યા નહિ; એટલે કનાનીઓ તેઓની મધ્યે રહ્યા, પણ ઝબુલોનીઓએ કનાનીઓની પાસે ભારે મજૂરી કરાવીને સેવા કરવાને મજબૂર કર્યા.

  24. ¶ તેણે કેદેશ નફતાલીથી અબીનોઆમના દીકરા બારાકને તેડાવીને તેને કહ્યું, “ઈશ્વર ઇઝરાયલના પ્રભુએ શું તમને આજ્ઞા આપી નથી કે, તું ‘તાબોર પર્વતની પાસે જા અને નફતાલી તથા ઝબુલોનના પુરુષોમાંથી દસ હજારને તારી સાથે લે.

  25. ¶ બારાકે ઝબુલોન તથા નફતાલીનના પુરુષોને કેદેશમાં એકત્ર કર્યાં. તેની પાછળ દસ હજાર પુરુષો ગયા અને દબોરા તેની સાથે ગઈ.