મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Zebulun વિશે બાઇબલની કલમો

46 કલમો · 23 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ લેઆ ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકૂબના છઠ્ઠા દીકરાને જન્મ આપ્યો.

  2. લેઆએ કહ્યું, “ઈશ્વરે મને સારી ભેટ આપી છે. હવે મારો પતિ મને માન આપશે, કેમ કે મેં તેના છ દીકરાને જન્મ આપ્યો છે. “માટે તેણે તેનું નામ ઝબુલોન પાડ્યું.

  3. ઝબુલોન સમુદ્રના કાંઠાની પાસે રહેશે. તે વહાણોને સારુ બંદરરૂપ થશે અને તેની સરહદ સિદોન સુધી વિસ્તારવામાં આવશે.

  4. ઝબુલોનના કુળમાંથી હેલોનનો દીકરો અલિયાબ.

  5. ¶ ઝબુલોનના વંશમાં તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાનાં ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ

  6. તેઓની ગણતરી ઝબુલોનના કુળમાં સતાવન હજાર ચારસો પુરુષોની થઈ.

  7. ¶ યહૂદાની છાવણીની ધજાવાળા પોતાનાં સૈન્યો મુજબ પૂર્વ તરફ છાવણી કરે, અને આમ્મીનાદાબનો દીકરો નાહશોન યહૂદાના દીકરાઓનો આગેવાન થાય.

  8. ¶ ઝબુલોનનું કુળ ઇસ્સાખારની બાજુમાં છાવણી કરે. હેલોનનો દીકરો અલિયાબ તે ઝબુલોનના દીકરાઓનો અધિપતિ થાય.

  9. ¶ ત્રીજે દિવસે હેલોનનો દીકરો અલિયાબ, ઝબુલોનના દીકરાનો આગેવાન હતો તેણે તેનું અર્પણ આપ્યું.

  10. તેનું અર્પણ આ હતું; ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ સિત્તેર શેકેલ એક ચાંદીનો પ્યાલો હતો. બન્ને પાત્રો ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

  11. વળી તેણે દશ શેકેલ સોનાનું એક ધૂપપાત્ર ધૂપથી ભરેલું આપ્યું.

  12. ¶ તેણે દહનીયાર્પણ માટે એક વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન આપ્યા.

  13. પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર તેણે આપ્યો.

  14. તેણે શાંત્યર્પણોને માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને પહેલા વર્ષનાં પાંચ હલવાન આપ્યાં. તે હેલોનના દીકરા અલિયાબનું અર્પણ એ હતું.

  15. અને યહૂદાપુત્રોની પહેલી છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. અને તેના સૈન્યોનો આગેવાન આમ્મીનાદાબનો દીકરો નાહશોન હતો.

  16. અને ઝબુલોનના દીકરાઓના કુળનો સૈન્યનો ઉપરી હેલોનનો દીકરો અલિયાબ હતો.

  17. ઝબુલોનના કુળમાંથી, સોદીનો દીકરો ગાદીયેલ.

  18. ¶ ઝબુલોનના વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: સેરેદથી સેરેદીઓનું કુટુંબ. એલોનથી એલોનીઓનું કુટુંબ. યાહલેલથી યાહલેલીઓનું કુટુંબ.

  19. આ ઝબુલોનીઓના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા સાઠહજાર પાંચસો માણસોની હતી.

  20. ઝબુલોનના વંશજોના કુળનો આગેવાન, પાનાખનો દીકરો અલીસાફાન.

  21. ¶ રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે.

  22. મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, “ઝબુલોન, તેના બહાર જવામાં, ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો.

  23. તેઓ લોકોને પર્વત પર બોલાવશે. ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞો ચઢાવશે. કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને, દરિયાકિનારાની ગુપ્ત રેતીને ચૂસશે.”

  24. ¶ ત્રીજી ચિઠ્ઠી ઝબુલોનના કુળના નામની નીકળી. અને તેઓના કુટુંબ પ્રમાણે તેઓને જમીન આપવામાં આવી. તેઓના વારસાની સરહદ સારીદથી શરુ થતી હતી.

  25. તેઓની સરહદ પશ્ચિમ દિશા તરફ મારાલા અને દાબ્બેશેથ સુધી પહોંચી; તે યોકનામ સામેના નાળાં સુધી વિસ્તરેલી હતી.