મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Naphtali વિશે બાઇબલની કલમો

48 કલમો · 26 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકૂબના બીજા દીકરાને જન્મ આપ્યો.

  2. રાહેલે કહ્યું, “મેં મારી બહેન સાથે જબરદસ્ત લડાઈ લડી છે અને હું જીતી છું.” તેણે તેનું નામ ‘નફતાલી’ પાડ્યું.

  3. નફતાલી છૂટી મૂકેલી હરણી છે, તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે.

  4. નફતાલીના કુળમાંથી એનાનનો દીકરો અહીરા.”

  5. ¶ નફતાલીનાં વંશમાં, તેઓનાં કુટુંબો તથા તેઓના પિતાના ઘર મુજબ, વીસ કે તેથી વધારે વર્ષની ઉંમરના જેટલા પુરુષો લડાઈમાં જવાને શક્તિમાન હતા, તેઓનાં નામની સંખ્યા મુજબ

  6. તેઓની ગણતરી, નફતાલીના કુળમાં, ત્રેપન હજાર ચારસોની થઈ.

  7. ¶ દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ઉત્તર બાજુએ રહે. અને આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર તે દાનના દીકરાઓનો આગેવાન થાય.

  8. ¶ તે પછી નફતાલીનું કુળ. અને એનાનનો દીકરો અહીરા તે નફતાલીના દીકરાઓનો આગેવાન થાય.

  9. ¶ બારમે દિવસે એનાનના દીકરો અહીરા નફતાલીના દીકરાનો આગેવાન તેનું અર્પણ લાવ્યો.

  10. અને તેનું અર્પણ આ હતું એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસોને ત્રીસ શેકેલ હતું.અને પવિત્રસ્થાનના શેકેલ મુજબ આ બન્ને પાત્રોમાં ખાધાર્પણ તરીકે તેલમિશ્રિત મેંદાથી ભરેલાં હતાં.

  11. દશ શેકેલ સોનાનું ધૂપથી ભરેલું એક ધૂપપાત્ર તેણે આપ્યું.

  12. ¶ તથા દહનીયાર્પણને માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન તે તેણે આપ્યું.

  13. પાપાર્થાર્પણને માટે એક બકરાંમાંથી એક નર તેણે આપ્યો.

  14. અને શાંત્યર્પણોના યજ્ઞને માટે બે ગોધાં, પાંચ ઘેટાં, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન એ એનાનના દીકરા અહીરાનું અર્પણ હતું.

  15. ¶ પછી દાનના દીકરાઓની છાવણીની ધજા તેમનાં સૈન્ય મુજબ ચાલી નીકળી. બધી છાવણીઓના સૈન્યમાં તે સૌથી પાછળ હતી. અને તેનાં સૈન્યનો ઉપરી આમ્મીશાદ્દાયનો દીકરો અહીએઝેર હતો.

  16. અને નફતાલીના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દીકરો અહીરા હતો.

  17. નફતાલીના કુળમાંથી, વોફસીનો દીકરો નાહબી.

  18. ¶ નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ, ગૂનીથી ગૂનીઓનું કુટુંબ,

  19. યેસેરથી યેસેરીઓનું કુટુંબ, શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.

  20. નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર ચારસો માણસોની હતી.

  21. નફતાલીના વંશજોના કુળનો આગેવાન, આમ્મીહૂદનો દીકરો પદાહએલ.”

  22. ¶ રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે.

  23. ¶ નફતાલી વિષે મૂસાએ કહ્યું, “અનુગ્રહથી તૃપ્ત થયેલા, યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી, તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ.”

  24. ¶ છઠ્ઠી ચિઠ્ઠી નફતાલીના કુળની હતી અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.

  25. તેઓની સીમા હેલેફ, સાનાન્નીમમાંના એલોન વૃક્ષની બાજુથી, અદામી-નેકેબ, યાબ્નએલ, ત્યાંથી લાક્કૂમ સુધી ગઈ; યર્દન આગળ તેની સીમાનો અંત આવ્યો.