મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Naphtali વિશે બાઇબલની કલમો: Bounds of their inheritance

8 કલમો · 26 પાસાં

Bounds of their inheritance વિશે કલમો

  1. ¶ છઠ્ઠી ચિઠ્ઠી નફતાલીના કુળની હતી અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.

  2. તેઓની સીમા હેલેફ, સાનાન્નીમમાંના એલોન વૃક્ષની બાજુથી, અદામી-નેકેબ, યાબ્નએલ, ત્યાંથી લાક્કૂમ સુધી ગઈ; યર્દન આગળ તેની સીમાનો અંત આવ્યો.

  3. તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ-તાબોર અને હુક્કોક સુધી ગઈ; દક્ષિણમાં ઝબુલોન, પશ્ચિમમાં આશેર, પૂર્વમાં યર્દન પાસે યહૂદા સુધી પહોંચી.

  4. ¶ તેઓનાં કોટવાળા નગરો આ હતાં; સિદ્દીમ, સેર, હામ્માથ, રાક્કાથ, કિન્નેરેથ,

  5. અદામા, રામા, હાસોર,

  6. કેદેશ, એડ્રેઇ, એન-હાસોર.

  7. ¶ ઈરોન, મિગ્દાલેલ, હોરેમ, બેથ-અનાથ તથા બેથ-શેમેશ. તેઓનાં ગામો સહિત આ કુલ ઓગણીસ નગરો હતાં.

  8. આ નફતાલીના કુળનો વારસો હતો, તે તેમના કુટુંબોને નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો.