મુખ્ય સામગ્રી પર જાઓ

Shimei વિશે બાઇબલની કલમો

53 કલમો · 19 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ જયારે સુલેમાનને કહેવામાં આવ્યું કે શિમઈ યરુશાલેમથી રવાના થઈ ગાથ ગયો હતો અને પાછો આવી ગયો છે,

  2. ત્યારે રાજાએ માણસ મોકલીને શિમઈને બોલાવડાવીને કહ્યું, “શું મેં તને યહોવાહના સમ આપીને આગ્રહથી કહ્યું ન હતું, ‘જો તું અહીંથી રવાના થઈને ક્યાંય પણ જઈશ, તો જરૂર જાણજે કે તે દિવસે ચોક્કસ તારું મરણ થશે?’ પછી તેં મને કહ્યું હતું, ‘તું જે કહે છે તે સારું છે.’”

  3. ¶ તો પછી શા માટે તેં યહોવાહના સમનો તથા મેં તને જે આજ્ઞા આપી તેનો અમલ કર્યો નહિ?”

  4. વળી રાજાએ શિમઈને કહ્યું, “મારા પિતા દાઉદ પ્રત્યે તેં જે દુષ્ટતા કરી હતી તે સર્વ તું તારા હૃદયમાં સારી રીતે જાણે છે. માટે તારી દુષ્ટતા યહોવાહ તારે માથે પાછી વાળશે.

  5. ¶ પણ સુલેમાન રાજા તો આશીર્વાદિત થશે અને દાઉદનું રાજ્યાસન યહોવાહની સમક્ષ સદાને માટે સ્થિર થશે.”

  6. અને રાજાએ યહોયાદાના દીકરા બનાયાને આજ્ઞા આપી અને તેણે બહાર નીકળીને શિમઈને મારી નાખ્યો. તેથી રાજ્ય સુલેમાનના હાથમાં સ્થિર થયું.

  7. ¶ અને બિન્યામીનમાં એલાનો દીકરો શિમઈ હતો.

  8. ¶ પદાયાના દીકરાઓ; ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના દીકરાઓ; મશુલ્લામ તથા હનાન્યા; શલોમીથ તેઓની બહેન હતી;

  9. મિશમાના વંશજો; તેનો દીકરો હામુએલ, તેનો દીકરો ઝાક્કૂર તથા તેનો દીકરો શિમઈ.

  10. ¶ શિમઈને સોળ દીકરા તથા છ દીકરીઓ હતી. પરંતુ તેના ભાઈઓને ઘણાં સંતાન ન હોવાથી તેઓનું કુટુંબ યહૂદાના કુટુંબની માફક વૃદ્ધિ પામ્યું નહિ.

  11. ¶ યોએલના વંશજો; યોએલનો દીકરો શમાયા હતો, શમાયાનો દીકરો ગોગ હતો, ગોગનો દીકરો શિમઈ હતો,

  12. ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ.

  13. મરારીનો દીકરો માહલી, તેનો દીકરો લિબ્ની, તેનો દીકરો શિમઈ તથા તેનો દીકરો ઉઝઝા.

  14. અદાયા એથાનનો દીકરો, એથાન ઝિમ્માનો દીકરો, ઝિમ્મા શિમઈનો દીકરો.

  15. અદાયા, બરાયા તથા શિમ્રાથ તે શિમઈના દીકરાઓ.

  16. ¶ ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ.

  17. શિમઈના ત્રણ દીકરા: શલોમોથ, હઝીએલ, હારાન. તેઓ લાદાનના કુળના મુખ્ય આગેવાનો હતા.

  18. શિમઈના ચાર દીકરા: યાહાથ, ઝીના, યેઉશ, અને બરિયા.

  19. દસમી શિમઈની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

  20. રામાથી શિમઈ દ્રાક્ષવાડીઓ ઉપર દેખરેખ રાખતો હતો, દ્રાક્ષારસના ભંડાર પર ઝાબ્દી શિફ્મી દેખરેખ રાખતો હતો.

  21. હેમાનના પુત્રોમાંના યહીએલ તથા શિમઈ; યદૂથૂનના પુત્રોમાંના શમાયા તથા ઉઝિયેલ.

  22. તેઓ વિશ્વાસુપણે અર્પણો, દશાંશ અને પવિત્ર કરેલી વસ્તુઓ ભંડારમાં લાવ્યા. લેવી કોનાન્યા તેઓની સંભાળ રાખતો હતો અને તેનો ભાઈ શિમઈ તેનો મદદગાર હતો.

  23. યહીએલ, અઝાઝ્યા, નાહાથ, અસાહેલ, યરિમોથ, યોઝાબાદ, અલિયેલ, યિસ્માખ્યા, માહાથ તથા બનાયા, તેઓ રાજા હિઝકિયાના અને ઈશ્વરના ઘરના કારભારી અઝાર્યાના હુકમથી કોનાન્યા તથા તેના ભાઈ શિમઈના હાથ નીચે નિમાયેલા મુકાદમ હતા.

  24. ¶ લેવીઓમાંથી યોઝાબાદ, શિમઇ, કેલાયા જે કેલીટા પણ કહેવાય છે, પથાહ્યા યહૂદા અને એલિએઝેર.

  25. ¶ હાશુમના વંશજોમાંથી; માત્તનાય, માત્તાત્તા, ઝાબાદ, અલિફેલેટ, યરેમાઇ, મનાશ્શા તથા શિમઇ,