Skip to content

Money વિશે બાઇબલની કલમો

192 કલમો · 40 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ઇબ્રામ પાસે જાનવરો, ચાંદી તથા સોનું પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે ઘણો ધનવાન હતો.

  2. ¶ તમારામાંના દરેક છોકરાંની તેના જન્મ પછી આઠમે દિવસે સુન્નત કરવી. એટલે તમારી સમગ્ર પેઢીમાંથી, જે દરેક નર બાળક તમારા ઘરમાં જન્મ્યો હોય તેની અને વિદેશી પાસેથી નાણાં આપી વેચાતો લીધો હોય પછી ભલે તે તમારા વંશનો ન હોય, તેની પણ સુન્નત કરવી.

  3. જે તારા ઘરમાં જન્મેલો હોય અને જે તારા પૈસાથી વેચાતો લીધેલો હોય તેની સુન્નત જરૂર કરવી. આમ તો મારો કરાર તમારા શરીરમાં સનાતન કરાર તરીકે રહેશે.

  4. પછી ઇબ્રાહિમે પોતાના દીકરા ઇશ્માએલને, પોતાના ઘરમાં જે સર્વ જન્મેલાં તેઓને તથા પોતાને પૈસે જે સર્વ વેચાતા લીધેલા, એવા ઇબ્રાહિમના કુટુંબોમાંના દરેક પુરુષને લઈને, જેમ તેને ઈશ્વરે કહ્યું હતું તેમ, તે જ દિવસે તેઓની સુન્નત કરી.

  5. તેના ઘરના સર્વ પુરુષો જેઓ તેના ઘરમાં જન્મ્યા હતા તથા વિદેશીઓ પાસેથી પૈસે વેચાતા લીધેલા હતા તેઓની સુન્નત તેની સાથે થઈ.

  6. સારાને પણ તેણે કહ્યું, “જો, મેં તારા ભાઈને હજાર ચાંદીના સિક્કા આપ્યાં છે. તે તારી સાથેના સર્વની આંખો આગળ તારે માટે પડદારૂપ છે અને દરેક વ્યક્તિની આગળ, તું સંપૂર્ણપણે સાચી ઠરી છે.”

  7. તેને પૂછો કે માખ્પેલાની ગુફા જે તેની પોતાની માલિકીની છે અને જે તેના ખેતરની સરહદ પર છે, તે પૂરતી કિંમતે તમારી મધ્યે કબરને માટે મને સુપ્રત કરે.”

  8. તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, “પણ જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સંભાળ. હું ખેતરને માટે કિંમત ચૂકવીશ. મારી પાસેથી રૂપિયા લે. ત્યાં હું મારી મૃત પત્નીને દફનાવીશ.”

  9. “કૃપા કરી, મારા માલિક, મારું સાંભળ. ચારસો શેકેલ ચાંદીના સિક્કાની જમીન, તે મારી અને તારી વચ્ચે શા લેખામાં છે? જા તારી મૃત પત્નીને ત્યાં દફનાવ.”

  10. ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું અને તેણે હેથના દીકરાઓના સંભાળતાં કહ્યું હતું એટલા પ્રમાણમાં ચારસો શેકેલ ચાંદીના સિક્કા અંદાજે સાતસો એંસી રૂપિયા એફ્રોનને ચૂકવ્યા.

  11. ઈશ્વરે મારા માલિકને ઘણો આશીર્વાદ આપ્યો છે અને તે મહાન થયો છે. તેમણે તેને ઘેટાં, ઊંટો, ગધેડાં તથા અન્ય જાનવરો, ચાંદી, સોનું, દાસો અને દાસીઓ આપ્યાં છે.

  12. શું તેમણે અમારી સાથે વિદેશી જેવો વ્યવહાર કર્યો નથી? કેમ કે તેણે અમને વેચી દીધી છે અને અમારા તમામ પૈસા પણ ખાઈ ગયા છે.

  13. પછી જે જમીનના ટુકડામાં તેણે પોતાનો મુકામ કર્યો હતો, તે જમીન તેણે શખેમના પિતા હમોરના દીકરાઓની પાસેથી સો ચાંદીના સિક્કાથી વેચાતી લીધી.

  14. મિદ્યાની વેપારીઓ તેઓની પાસેથી પસાર થઈને જતા હતા ત્યારે યૂસફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર લાવીને વીસ ચાંદીના સિક્કામાં યૂસફને ઇશ્માએલીઓને વેચી દીધો. ઇશ્માએલીઓ મિસરમાં લઈ ગયા.

  15. ¶ પછી યૂસફે તેના ચાકરોને આજ્ઞા આપી કે તેઓની ગૂણોમાં અનાજ ભરો, દરેક માણસે ચૂકવેલાં નાણાં તેમની ગૂણમાં પાછાં મૂકો તથા તેઓની મુસાફરીને માટે ખાધસામગ્રી આપો. ચાકરોએ યૂસફની સૂચના પ્રમાણે કર્યું.

  16. ¶ તેઓ તેમનાં ગધેડાં પર અનાજ લાદીને ત્યાંથી ઘરે જવા રવાના થયા.

  17. રસ્તામાં રાતવાસો કર્યો ત્યારે એક ભાઈએ પોતાનાં ગધેડાંને દાણા ખવડાવવાને તેની ગૂણ છોડી, ત્યારે તેણે તેમાં પોતાનાં નાણાં જોયાં. તે તેની ગૂણમાં મૂકેલા હતાં.

  18. તેણે તેના ભાઈઓને કહ્યું, “મારાં નાણાં મને પાછાં મળ્યાં છે. તે મારી ગૂણમાં હતાં.” તેઓનાં મન ગભરાયા અને તેઓ ભયભીત થયા. તેઓએ કહ્યું, “ઈશ્વરે આપણને આ શું કર્યું છે?”

  19. ¶ તેઓ કનાન દેશમાં તેઓના પિતા યાકૂબ પાસે આવ્યા. તેઓની સાથે જે બન્યું હતું તે બધી બાબતની વાત પિતા સમક્ષ કરતાં તેઓએ કહ્યું,

  20. “જે માણસ તે દેશનો માલિક છે તે અમારી સાથે કઠોરતાથી વર્ત્યો અને અમને દેશના જાસૂસ ગણ્યા.

  21. અમે તેને કહ્યું, ‘અમે પ્રામાણિક માણસો છીએ. અમે જાસૂસ નથી.

  22. અમે બાર ભાઈઓ, અમારા પિતાના દીકરા છીએ. એકનો તો પત્તો નથી અને નાનો અમારા પિતાની પાસે હમણાં કનાન દેશમાં છે”

  23. ¶ તે માણસે એટલે દેશના માલિકે અમને કહ્યું, ‘તમે પ્રામાણિક માણસો છો એની ખાતરી માટે તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો. તમે તમારા ભૂખે મરતા કુટુંબને માટે અનાજ લઈને જાઓ.

  24. તમે તમારા નાના ભાઈને મારી પાસે લઈ આવો. તેથી હું જાણીશ કે તમે જાસૂસ નથી, પણ પ્રામાણિક માણસો છો. પછી હું તમારા ભાઈને મુક્ત કરીને તમને પાછો આપીશ અને તમને આ દેશમાં વેપાર કરવા દઈશ એટલે શિમયોનને ત્યાં રહેવા દેવો પડ્યો છે.’”

  25. ¶ તેઓ પોતાની ગૂણો ખાલી કરતા હતા ત્યારે, દરેક માણસના નાણાંની થેલી તેની ગૂણમાં હતી. જયારે તેઓએ તથા તેઓના પિતાએ તેઓનાં નાણાંની થેલીઓ જોઈ ત્યારે તેઓ ખૂબ ગભરાયા.