મુખ્ય સામગ્રી પર જાઓ

Idolatry વિશે બાઇબલની કલમો

447 કલમો · 205 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. જો કે તેઓ પ્રજાઓમાં પૈસા આપીને પ્રેમીઓ રાખે છે, તોપણ હું તેઓને ઠેકાણે લાવીશ. જેથી તેઓ થોડી વાર સુધી રાજાના સરદારોને અભિષેક કરવાનું બંધ કરે.

  2. કેમ કે એફ્રાઇમે વેદીઓ વધારીને પાપ વધાર્યાં છે, પણ તે તો પાપ કરવાની વેદીઓ છે.

  3. મે તેઓને માટે મારા નિયમમાં દશ હજાર વિધિઓ લખ્યા હોય, પણ તે તેઓના માટે વિચિત્ર લાગે છે.

  4. મને બલિદાન ચઢાવતી વખતે, તેઓ માંસનું બલિદાન કરે છે અને તે ખાય છે, પણ હું, યહોવાહ તેઓને સ્વીકારતો નથી. હવે હું તેઓના અપરાધ યાદ કરીશ અને તેઓનાં પાપની સજા કરીશ. તેઓને પાછા મિસર જવું પડશે.

  5. ઇઝરાયલના લોકો પોતાના સરજનહારને ભૂલી ગયા છે, તેઓએ મંદિરો બાંધ્યાં છે. યહૂદિયા પાસે કોટબંધ નગરો ઘણાં છે. પણ હું તેઓનાં નગરો ઉપર અગ્નિ મોકલીશ. તે તેઓના કિલ્લાઓને ભસ્મ કરી નાખશે.

  6. ઇઝરાયલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે. તેણે ફળની અધિકતા પ્રમાણે, વધારે અને વધારે વેદીઓ બાંધી છે. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં, તેણે સુશોભિત પવિત્રસ્તંભો બનાવ્યા છે.

  7. તેઓનું હૃદય કપટી છે; હવે તેઓ પોતાના અપરાધની સજા ભોગવશે. યહોવાહ તેઓની વેદીઓ તોડી નાખશે; તે તેઓનાં ભજનસ્તંભોનો નાશ કરશે.

  8. કેમ કે હવે તેઓ કહેશે, “અમારે કોઈ રાજા નથી, કેમ કે અમે યહોવાહનો ભય રાખતા નથી. અને રાજા પણ અમારે માટે શું કરી શકે છે?”

  9. તેઓ મિથ્યા વચનો બોલે છે કરાર કરતી વખતે જૂઠા સમ ખાય છે. તેઓના ચુકાદાઓ ખેતરના ચાસમાં ઊગી નીકળતા ઝેરી છોડ જેવા હોય છે.

  10. બેથ-આવેનના વાછરડીઓને કારણે, સમરુનના લોકો ભયભીત થશે. કેમ કે તેના માટે શોક કરે છે, તેઓના દબદબાને લીધે, વ્યભિચારી યાજકો આનંદ કરતા હતા, પણ તેઓ ત્યાં રહ્યા નથી.

  11. કેમ કે મહાન રાજાને માટે બક્ષિસ તરીકે તેને આશ્શૂર લઈ જવામાં આવશે. એફ્રાઇમ બદનામ થશે, ઇઝરાયલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે.

  12. પાણીની સપાટી પરના લાકડાના પાટિયાની જેમ, સમરુનનો રાજા નાશ પામ્યો છે

  13. ઇઝરાયલના પાપના કારણે ભક્તિસ્થાનો નાશ પામશે. તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે. લોકો પર્વતોને કહેશે કે, “અમને ઢાંકી દો!” અને ડુંગરોને કહેશે કે, અમારા પર પડો!”

  14. “ઇઝરાયલ, ગિબયાહના દિવસોથી તું પાપ કરતો આવ્યો છે; શું ગિબયાહમાં દુષ્ટ કૃત્યો કરનારાઓ સામે યુદ્ધ કરવું ન પડે એ મતલબથી તેઓ ત્યાં પડી રહ્યા છે!

  15. મારી મરજીમાં આવશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ. જ્યારે તેઓ પોતાના બે અન્યાયને કારણે બંધનમાં હશે ત્યારે પ્રજાઓ તેઓની વિરુદ્ધ એકત્ર થશે.

  16. એફ્રાઇમ એક તાલીમ પામેલી વાછરડી કે જેને અનાજ મસળવાના ખળામાં ફરવાનું ગમે છે તેના જેવો છે, મેં તેની સુંદર ગરદન પર ઝૂંસરી મૂકી છે. હું એફ્રાઇમ પર ઝૂંસરી મૂકીશ; યહૂદા ખેડશે; યાકૂબ કઠણ જમીન તોડશે.

  17. પોતાને સારુ નેકી વાવો, વિશ્વાસનીયતાનાં ફળ લણો. તમારી પડતર જમીન ખેડો, કેમ કે તેઓ આવે અને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી, યહોવાહને શોધવાનો સમય છે.

  18. તમે દુષ્ટતા ખેડી છે; તમે અન્યાયના ફળની કાપણી કરી છે. તમે કપટનાં ફળ ખાધાં છે. કેમ કે તેં તારી યોજનાઓ પર, તારા મોટા સૈન્ય પર ભરોસો રાખ્યો છે.

  19. તારા લોકો મધ્યે કોલાહલ થશે, જેમ યુદ્ધને દિવસે શાલ્માને બેથ-આર્બેલનો નાશ કર્યો, તેમ તારા કિલ્લેબંધ નગરોનો નાશ થશે. માતાઓ તેઓનાં બાળકોને પછાડીને તેઓના ચૂરેચૂરા કરશે.

  20. કેમ કે, તારી અતિશય દુષ્ટતાને કારણે, હે બેથેલ, તારી સાથે પણ એવું જ કરશે. જ્યારે તે દિવસ આવશે ત્યારે ઇઝરાયલના રાજાનો સંપૂર્ણ નાશ થઈ જશે.

  21. જો ગિલ્યાદમાં દુષ્ટતા છે, લોકો તદ્દન વ્યર્થતારૂપ છે. તેઓ ગિલ્ગાલમાં બળદોનું બલિદાન કરે છે; તેઓની વેદીઓ ખેતરના ચાસમાંના પથ્થરના ઢગલા જેવી છે.

  22. યાકૂબ અરામ દેશમાં નાસી ગયો છે; ઇઝરાયલે પત્ની મેળવવા માટે સેવા કર્યું, તેણે પત્ની મેળવવા માટે ઘેટાંને ચરાવ્યાં.

  23. પ્રબોધક મારફતે યહોવાહ ઇઝરાયલી લોકોને મિસરમાંથી બહાર લાવ્યા, પ્રબોધક દ્વારા તેઓનું રક્ષણ થયું.

  24. એફ્રાઇમે યહોવાહને ઘણા ગુસ્સે કર્યાં છે. તેના રક્તપાત માટે પ્રભુ તેને જ જવાબદાર ઠેરવશે અને તેઓએ જે અપરાધો કર્યા છે તેનો દોષ તેઓના માથે નાખશે.

  25. એફ્રાઇમ બોલતો ત્યારે ધ્રૂજારી છૂટતી. ઇઝરાયલમાં તે સન્માન પામતો, પણ બઆલની પૂજા કરવાને કારણે તે અપરાધી ઠર્યો અને માર્યો ગયો.