મુખ્ય સામગ્રી પર જાઓ

Afflictions and Adversities વિશે બાઇબલની કલમો

526 કલમો · 5 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તેઓ પોતાનો અપરાધ કબૂલ કરીને મારું મુખ શોધશે; પોતાના દુ:ખના સમયે તેઓ મને આતરુતાથી શોધશે, ત્યારે હું મારે સ્થાને પાછો જઈશ.”

  2. “આવો આપણે યહોવાહની પાસે પાછા જઈએ. કેમ કે તેમણે આપણને ચીરી નાખ્યા છે, તેઓ જ આપણને સાજા કરશે; તેમણે આપણને ઘા કર્યા છે, તેઓ જ આપણને પાટો બાંધશે.

  3. બે દિવસ પછી તેઓ આપણને સચેત કરશે; ત્રીજે દિવસે તેઓ આપણને ઉઠાડશે, આપણે તેમની આગળ જીવતા રહીશું.

  4. ચાલો આપણે યહોવાહને જાણીએ, યહોવાહને ઓળખવાને ખંતથી મહેનત કરીએ. તેમનું આવવું ઊગતા સૂરજની જેમ નિશ્ચિત છે. તે વરસાદની જેમ, વસંતઋતુમાં પૃથ્વીને સિંચનાર છેલ્લા વરસાદની જેમ આવશે.

  5. રણશિંગડું નગરમાં વગાડવામાં આવે, તો લોકો ડર્યા વિના રહે ખરા? શું યહોવાહના હાથ વિના, નગર પર આફત આવી પડે ખરી?

  6. “હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો, મારી આસપાસ પાણી હતા; તેના સર્વ મોજાં અને છોળો, મારા પર ફરી વળ્યાં.”

  7. કેમ કે મારોથના લોકો ચિંતાતુર થઈને કંઈ સારું થાય તેની રાહ જોએ છે, કેમ કે, યહોવાહ તરફથી, યરુશાલેમના દરવાજા સુધી આફત આવી પહોંચી છે.

  8. ¶ યહોવાહ સારા છે; સંકટના સમયમાં તે ગઢરૂપ છે; તેમના પર ભરોસો રાખનારને તે ઓળખે છે.

  9. તારામાંના જેઓ મુકરર ઉત્સવને સારુ દિલગીર છે તેઓને હું ભેગા કરીશ અને તારા પરનો તેઓનો બોજો મહેણાંરૂપ થશે.

  10. જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દિલાસો પામશે.

  11. ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.

  12. જયારે લોકો તમારી નિંદા કરશે અને તમને સતાવશે તથા મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો.

  13. તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ, કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. તમારી અગાઉનાં પ્રબોધકોની સાથે લોકોએ આ રીતે જુલમ કર્યા હતા.

  14. શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એક પણ જમીન પર પડનાર નથી.

  15. તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે.

  16. તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

  17. ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ.

  18. પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, “હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ.”

  19. ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, ‘મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો.

  20. કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો, ત્યારે તમે મને કંઈક પીવા માટે આપ્યું; હું પારકો હતો; ત્યારે તમે મને અતિથિ તરીકે રાખ્યો;

  21. હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી; હું જેલમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા.’”

  22. ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’”

  23. આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, “એલી, એલી, લમા શબકથની?” એટલે, “ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે છોડી દીધો?”

  24. ¶ ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, “તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું.

  25. ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને શુભેચ્છા પાઠવી. તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું.