મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. 2 શમુએલ ૧૫:૯આશરે ઈ.પૂ. ૧૦૨૧

    ¶ રાજાએ તેને કહ્યું, “શાંતિએ જા.” તેથી આબ્શાલોમ ત્યાંથી હેબ્રોનમાં ગયો.

  2. 2 શમુએલ ૧૫:૧૦આશરે ઈ.પૂ. ૧૦૨૧

    પણ પછી આબ્શાલોમે ઇઝરાયલનાં સઘળાં કુળોમાં જાસૂસો મોકલીને કહાવ્યું કે, “જો તમે રણશિંગડાંનો અવાજ સાંભળો, કે તરત જ તમારે કહેવું કે, ‘આબ્શાલોમ હેબ્રોનનો રાજા છે.’”

  3. 2 શમુએલ ૧૫:૧૧આશરે ઈ.પૂ. ૧૦૨૧

    ¶ બસો આમંત્રિત માણસો યરુશાલેમથી આબ્શાલોમની સાથે ગયા. તેઓ તેમના ભોળપણમાં તેની સાથે ગયા હતા, આબ્શાલોમની યોજના વિષે તેઓ તદ્દન અજાણ હતા.

  4. 2 શમુએલ ૧૫:૧૨આશરે ઈ.પૂ. ૧૦૨૧

    જયારે આબ્શાલોમ યજ્ઞ કરતો હતો, ત્યારે તેણે અહિથોફેલ ગીલોનીને તેના નગર ગીલોહમાં મોકલ્યો. તે દાઉદનો સલાહકાર હતો. આબ્શાલોમનું ષડ્યંત્ર આયોજનબધ્ધ હતું, કેમ કે આબ્શાલોમના પક્ષમાં લોકો સતત વધતા જતા હતા.

  5. 2 શમુએલ ૧૫:૧૩આશરે ઈ.પૂ. ૧૦૨૧

    ¶ એક સંદેશાવાહકે દાઉદ પાસે આવીને કહ્યું કે, “ઇઝરાયલના માણસોના હૃદય આબ્શાલોમ તરફ છે.”

  6. 2 શમુએલ ૧૫:૧૪આશરે ઈ.પૂ. ૧૦૨૧

    તેથી દાઉદે પોતાના જે બધા ચાકરો યરુશાલેમમાં તેની સાથે હતા તેઓને કહ્યું કે, “ઊઠો આપણે નાસી જઈએ, નહિ તો આપણામાંનો કોઈપણ આબ્શાલોમથી બચી શકવાનો નથી. ઉતાવળે અહીં જવાની તૈયારી કરીએ, નહિ તો તે આપણને જલ્દી પકડી પાડશે અને આપણા પર આફત લાવીને તલવારથી હુમલો કરી નગરનો નાશ કરશે.”

  7. 2 શમુએલ ૧૫:૧૫આશરે ઈ.પૂ. ૧૦૨૧

    રાજાના સેવકોએ તેને કહ્યું કે, “જો, અમારો માલિક રાજા જે કંઈ નિર્ણય કરે તે કરવાને તારા સેવકો તૈયાર છે.”

  8. 2 શમુએલ ૧૫:૧૬આશરે ઈ.પૂ. ૧૦૨૧

    ¶ રાજા તથા તેની પાછળ તેના કુટુંબનાં સર્વ ચાલી નીકળ્યાં, પણ મહેલ સંભાળવા માટે રાજાએ પોતાની દસ ઉપપત્નીઓને ત્યાં રહેવા દીધી.

  9. 2 શમુએલ ૧૫:૧૭આશરે ઈ.પૂ. ૧૦૨૧

    પછી રાજા તથા તેની પાછળ સર્વ લોક બહાર ચાલી નીકળ્યા અને તેઓ રસ્તા પરના છેલ્લાં ઘરે ઊભા રહ્યા.

  10. 2 શમુએલ ૧૫:૧૮આશરે ઈ.પૂ. ૧૦૨૧

    તેનું સઘળું સૈન્ય તેની પડખે ચાલતું હતું અને સર્વ કરેથીઓ, સર્વ પલેથીઓ અને સર્વ ગિત્તીઓ એટલે ગાથથી તેની સાથે આવેલા છસો માણસો તેની આગળ ચાલતા હતા.

  11. 2 શમુએલ ૧૫:૧૯આશરે ઈ.પૂ. ૧૦૨૧

    ¶ ત્યારે રાજાએ ઇત્તાય ગિત્તીને કહ્યું કે, “અમારી સાથે તું પણ કેમ આવે છે? પાછો જા અને આબ્શાલોમ રાજા પાસે રહે, કેમ કે તું વિદેશી તથા દેશ નિકાલ થયેલો છે. તારી પોતાની જગ્યાએ પાછો જા.

  12. 2 શમુએલ ૧૫:૨૦આશરે ઈ.પૂ. ૧૦૨૧

    વળી તું ગઈકાલે જ આવ્યા છો, તો શા માટે હું તને અમારી સાથે ભટકવા દઉં? વળી મને ખબર પણ નથી કે હું કયાં જાઉં છું. તેથી પાછો જઈને તારા ભાઈઓને પાછા લઈ જા. દયા તથા સત્યતા તારી સાથે આવો.”

  13. 2 શમુએલ ૧૫:૨૧આશરે ઈ.પૂ. ૧૦૨૧

    પણ ઇત્તાયે રાજાને કહ્યું, “જીવતા યહોવાહ તથા મારા માલિક રાજાના જીવના સમ, કે જે જગ્યાએ મારા માલિક રાજા જશે, પછી મરવાનું હશે કે જીવવાનું તોપણ તારો દાસ ત્યાં આવશે.”

  14. 2 શમુએલ ૧૫:૨૨આશરે ઈ.પૂ. ૧૦૨૧

    તેથી દાઉદે ઇત્તાયને કહ્યું, “આગળ જા અને અમારી સાથે પ્રયાણ કર.” માટે ઇત્તાય ગિત્તીએ તેના સઘળાં માણસો તથા સઘળાં કુટુંબો સાથે મળીને રાજા સાથે પ્રયાણ કર્યું.

  15. 2 શમુએલ ૧૫:૨૩આશરે ઈ.પૂ. ૧૦૨૧

    આખો દેશ પોક મૂકીને રડ્યો સઘળા લોકોએ કિદ્રોનની ખીણ પસાર કરી, રાજા પણ કિદ્રોનની ખીણ પરથી પસાર થયો, સઘળા લોકોએ અરણ્યના માર્ગ તરફ સામે પાર ગયા.

  16. 2 શમુએલ ૧૫:૨૪આશરે ઈ.પૂ. ૧૦૨૧

    ¶ પણ સાદોક તથા તેની સાથે સર્વ લેવીઓ ઈશ્વરનો કરાર કોશ ઊંચકીને ત્યાં આવ્યા. તેઓએ ઈશ્વરના કોશને નીચે મૂક્યો અને પછી અબ્યાથાર તેમની સાથે બલિદાન ચઢાવવા માટે જોડાયો. સર્વ લોકો નગરમાંથી બહાર નીકળી ગયા ત્યાં સુધી તેઓએ રાહ જોઈ.

  17. 2 શમુએલ ૧૫:૨૫આશરે ઈ.પૂ. ૧૦૨૧

    રાજાએ સાદોકને કહ્યું કે, “ઈશ્વરનો કોશ ઊંચકીને પાછો નગરમાં લઈ જા. જો ઈશ્વરની કૃપાદ્રષ્ટિ મારા પર થશે, તો તેઓ મને અહીં પાછો લાવશે અને કોશ તથા જ્યાં તે રહે છે તે જગ્યા મને ફરીથી બતાવશે.

  18. 2 શમુએલ ૧૫:૨૬આશરે ઈ.પૂ. ૧૦૨૧

    પણ જો તે એમ કહે કે, ‘હું તારા પર પ્રસન્ન નથી,’ તો જો, હું અહિંયા છું, જેમ તેને સારું લાગે તેમ તે મને કરે.”

  19. 2 શમુએલ ૧૫:૨૭આશરે ઈ.પૂ. ૧૦૨૧

    ¶ રાજાએ સાદોક યાજકને કહ્યું, શું “તું પ્રબોધક નથી? તારા બે દીકરા, અહિમાઆસને તથા અબ્યાથારના દીકરા યોનાથાનને તારી સાથે લઈને શાંતિથી નગરમાં પાછો જા.

  20. 2 શમુએલ ૧૫:૨૮આશરે ઈ.પૂ. ૧૦૨૧

    જ્યાં સુધી તમારી તરફથી મને ખાતરીપૂર્વક ખબર નહિ મળે, ત્યાં સુધી હું અરણ્ય તરફના ઘાટ આગળ ઊભો રહીશ.

  21. 2 શમુએલ ૧૫:૨૯આશરે ઈ.પૂ. ૧૦૨૧

    માટે સાદોક અને અબ્યાથાર ઈશ્વરનો કોશ ઊંચકીને પાછો યરુશાલેમમાં લાવ્યા અને તેઓ ત્યાં રહ્યા.

  22. 2 શમુએલ ૧૫:૩૦આશરે ઈ.પૂ. ૧૦૨૧

    ¶ પણ દાઉદ રડતો રડતો ઉઘાડા પગે જૈતૂન પર્વત પર ગયો, તેનું માથું ઢાંકેલું હતું. તેની સાથેના લોકોમાંના પ્રત્યેક માણસ પોતાનું માથું ઢાંકીને રડતો રડતો ચાલતો હતો.

  23. 2 શમુએલ ૧૫:૩૧આશરે ઈ.પૂ. ૧૦૨૧

    કોઈએકે દાઉદને કહ્યું કે, “અહિથોફેલ આબ્શાલોમની સાથેના કાવતરાખોરોની સાથે છે. તેથી દાઉદે પ્રાર્થના કરી કે, ‘હે ઈશ્વર, કૃપા કરી, અહિથોફેલની સલાહને મૂર્ખતામાં બદલી નાખજે.”

  24. 2 શમુએલ ૧૫:૩૨આશરે ઈ.પૂ. ૧૦૨૧

    અને એમ થયું કે, જયારે દાઉદ પર્વતના શિખર પર, કે જ્યાં લોકો ઈશ્વરનું ભજન કરતા હતા ત્યાં પહોંચ્યો, ત્યારે હુશાય આર્કી તેને મળવા માટે આવ્યો. તેનો અંગરખો ફાટેલો અને તેના માથા પર ધૂળ હતી.

  25. 2 શમુએલ ૧૫:૩૩આશરે ઈ.પૂ. ૧૦૨૧

    દાઉદે તેને કહ્યું કે, “જો તું મારી સાથે મુસાફરી કરશે તો તું મને બોજારૂપ થઈ પડશે.