circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- માર્ક ૧:૩૦આશરે ઈ.સ. ૨૭
હવે સિમોનની સાસુ તાવથી બીમાર હતી; અને તરત તેને વિષે તેઓએ ઈસુને કહ્યું.
- માર્ક ૧:૩૧આશરે ઈ.સ. ૨૭
તેમણે પાસે આવીને તેનો હાથ પકડીને તેને ઉઠાડી; અને તે જ સમયે તેનો તાવ ઊતરી ગયો અને તેણીએ તેઓની સેવા કરી.
- માર્ક ૧:૩૨આશરે ઈ.સ. ૨૭
¶ સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાઓને તથા દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા.
- માર્ક ૧:૩૩આશરે ઈ.સ. ૨૭
બારણા આગળ આખું શહેર ભેગું થયું.
- માર્ક ૧:૩૪આશરે ઈ.સ. ૨૭
ઘણાં જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં; ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યાં. દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધાં નહિ.
- માર્ક ૧:૩૫આશરે ઈ.સ. ૨૭
¶ સવારે અજવાળું થતાં પહેલાં ઘણાં વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.
- માર્ક ૧:૩૬આશરે ઈ.સ. ૨૭
સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની શોધમાં નીકળ્યા;
- માર્ક ૧:૩૭આશરે ઈ.સ. ૨૭
અને તેઓ તેમને મળીને કહે છે કે, ‘બધા તમને શોધે છે.’”
- માર્ક ૧:૩૮આશરે ઈ.સ. ૨૭
¶ તે તેઓને કહે છે કે, ‘આપણે પાસેના ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.’”
- માર્ક ૧:૩૯આશરે ઈ.સ. ૨૭
આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટાત્માઓને કાઢતાં હતા.
- માર્ક ૧:૪૦આશરે ઈ.સ. ૨૭
¶ એક કુષ્ઠ રોગી તેમની પાસે આવે છે અને તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે કે, ‘જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.’”
- માર્ક ૧:૪૧આશરે ઈ.સ. ૨૭
ઈસુને અનુકંપા આવી અને હાથ લાંબો કરીને તેને સ્પર્શ્યા. અને તેને કહ્યું કે, ‘મારી ઇચ્છા છે, તું શુદ્ધ થા;’
- માર્ક ૧:૪૨આશરે ઈ.સ. ૨૭
તે જ ઘડીએ તેનો કુષ્ઠ રોગ મટી ગયો અને તે શુદ્ધ થયો.
- માર્ક ૧:૪૩આશરે ઈ.સ. ૨૭
¶ તેમણે તેને સખત ચેતવણી આપીને તરત બહાર મોકલ્યો;
- માર્ક ૧:૪૪આશરે ઈ.સ. ૨૭
અને કહ્યું કે, ‘જોજે, કોઈને કંઈ કહેતો નહિ; પણ જઈને પોતાને યાજકને બતાવ અને મૂસાએ ફરમાવ્યા પ્રમાણે, તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.’”
- માર્ક ૧:૪૫આશરે ઈ.સ. ૨૭
¶ પણ તે ત્યાંથી જઈને એ બિના એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો, કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગ્યાઓમાં રહ્યા અને ચારેબાજુથી લોકો તેમની પાસે આવ્યા.
- માર્ક ૨:૧આશરે ઈ.સ. ૩૧
¶ થોડા દિવસો પછી, ઈસુ ફરી કપરનાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે ‘તેઓ ઘરમાં છે.’”
- માર્ક ૨:૨આશરે ઈ.સ. ૩૧
તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને ઉપદેશ આપતા હતા.
- માર્ક ૨:૩આશરે ઈ.સ. ૩૧
¶ ત્યારે ચાર માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા.
- માર્ક ૨:૪આશરે ઈ.સ. ૩૧
ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતા ત્યાં તેમના ઉપર છાપરામાં બકોરું પાડ્યું અને ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસને નીચે ઉતાર્યો.
- માર્ક ૨:૫આશરે ઈ.સ. ૩૧
¶ ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, ‘દીકરા, તારાં પાપ માફ થયાં છે.’”
- માર્ક ૨:૬આશરે ઈ.સ. ૩૧
પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે,
- માર્ક ૨:૭આશરે ઈ.સ. ૩૧
‘આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?’”
- માર્ક ૨:૮આશરે ઈ.સ. ૩૧
¶ તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, ‘તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો?
- માર્ક ૨:૯આશરે ઈ.સ. ૩૧
આ બેમાંથી વધારે સહેલું કયું છે, એટલે લકવાગ્રસ્તને એ કહેવું, કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઊઠ અને તારો ખાટલો ઊંચકીને ચાલ?’”