મુખ્ય સામગ્રી પર જાઓ

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 કલમો · 4 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માર્ક ૩:૭આશરે ઈ.સ. ૩૧

    ¶ અને ઈસુ પોતાના શિષ્યો સહિત નીકળીને સમુદ્રની નજીકમાં ગયા; અને ગાલીલમાંથી ઘણાં લોકો તેમની પાછળ ગયા; તેમ જ યહૂદિયામાંથી

  2. માર્ક ૩:૮આશરે ઈ.સ. ૩૧

    તથા યરુશાલેમમાંથી, અદુમમાંથી, યર્દનને પેલે પારથી, તૂર તથા સિદોનની આસપાસના ઘણાં લોકો તેમણે જે જે કાર્યો કર્યા હતાં તે વિષે સાંભળીને તેમની પાસે આવ્યા.

  3. માર્ક ૩:૯આશરે ઈ.સ. ૩૧

    ¶ લોકોથી પોતે દબાય નહિ, માટે તેમણે ભીડના કારણે પોતાને સારુ હોડી તૈયાર રાખવાનું પોતાના શિષ્યોને કહ્યું;

  4. માર્ક ૩:૧૦આશરે ઈ.સ. ૩૧

    કેમ કે તેમણે ઘણાંને સાજાં કર્યાં હતાં અને તેથી જેટલાં માંદા હતાં તેટલાં તેમને અડકવા સારુ તેમના પર પડાપડી કરતાં હતાં.

  5. માર્ક ૩:૧૧આશરે ઈ.સ. ૩૧

    ¶ અશુદ્ધ આત્માઓએ જયારે તેમને જોયા ત્યારે તેઓ તેમને પગે પડ્યા તથા પોકારીને બોલ્યા કે, ‘તમે ઈશ્વરના દીકરા છો.’”

  6. માર્ક ૩:૧૨આશરે ઈ.સ. ૩૧

    તેમણે તેઓને હુકમ કર્યો કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ.’”

  7. માર્ક ૩:૧૩આશરે ઈ.સ. ૩૧

    ¶ ઈસુ પહાડ પર ચઢ્યાં અને જેઓને તેમણે પસંદ કર્યા તેઓને તેમણે બોલાવ્યા; અને તેઓ તેમની પાસે આવ્યા.

  8. માર્ક ૩:૧૪આશરે ઈ.સ. ૩૧

    ઈસુએ બાર પ્રેરિતોને નીમ્યા એ માટે કે તેઓ તેમની સાથે રહે અને તે તેઓને પ્રચાર કરવા મોકલે,

  9. માર્ક ૩:૧૫આશરે ઈ.સ. ૩૧

    અને તેઓ અધિકાર પામીને દુષ્ટાત્માઓને કાઢે.

  10. માર્ક ૩:૧૬આશરે ઈ.સ. ૩૧

    સિમોનનું નામ તેમણે પિતર પાડ્યું.

  11. માર્ક ૩:૧૭આશરે ઈ.સ. ૩૧

    ¶ તથા ઝબદીનો દીકરો યાકૂબ તથા યાકૂબનો ભાઈ યોહાન તેઓનું નામ તેમણે ‘બને-રગેસ’ પાડ્યું, એટલે કે ‘ગર્જનાના દીકરા;’

  12. માર્ક ૩:૧૮આશરે ઈ.સ. ૩૧

    અને આન્દ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી, સિમોન જે અતિ ઝનૂની માણસ હતો

  13. માર્ક ૩:૧૯આશરે ઈ.સ. ૩૧

    તથા તેમને ધરપકડ કરનાર યહૂદા ઇશ્કારિયોત; એ બારને તેમણે નીમ્યા.

  14. માર્ક ૩:૨૦આશરે ઈ.સ. ૩૧

    ¶ પછી તે એક ઘરમાં આવ્યા જ્યાં એટલા બધા લોકો ભેગા થયા કે તેઓ રોટલી પણ ખાઈ ન શક્યા.

  15. માર્ક ૩:૨૧આશરે ઈ.સ. ૩૧

    તેમના સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું કે ‘તે અસ્થિર થઈ ગયો છે.’”

  16. માર્ક ૩:૨૨આશરે ઈ.સ. ૩૧

    જે શાસ્ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું કે, ‘તેનામાં બાલઝબૂલ છે અને દુષ્ટાત્માઓનાં સરદારની મદદથી તે દુષ્ટાત્માઓને કાઢે છે.’”

  17. માર્ક ૩:૨૩આશરે ઈ.સ. ૩૧

    ¶ તેમણે તેઓને પાસે બોલાવીને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, ‘શેતાન શેતાનને કેવી રીતે હાંકી કાઢશે?

  18. માર્ક ૩:૨૪આશરે ઈ.સ. ૩૧

    જો કોઈ રાજ્ય પોતામાં ભાગલો પડે, તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી.

  19. માર્ક ૩:૨૫આશરે ઈ.સ. ૩૧

    જો કોઈ ઘરમાં ભાગલા પડે, તો તે ઘર સ્થિર રહી શકશે નહિ.

  20. માર્ક ૩:૨૬આશરે ઈ.સ. ૩૧

    જો શેતાન પોતાની ખુદની સામે થયો હોય અને તેનામાં ફૂટ પડી હોય, તો તે નભી શકતો નથી; પણ તેનો અંત આવ્યો જાણવું.

  21. માર્ક ૩:૨૭આશરે ઈ.સ. ૩૧

    બળવાનના ઘરમાં પેસીને જો કોઈ પહેલાં તે બળવાનને ન બાંધે તો તે તેનો સામાન લૂંટી શકતો નથી; પણ તેને બાંધ્યા પછી તે તેને લૂંટી શકશે.

  22. માર્ક ૩:૨૮આશરે ઈ.સ. ૩૧

    હું તમને નિશ્ચે કહું છું કે, માણસોના દીકરાઓને અપરાધોની તથા જે દુર્ભાષણો તેઓ કરે તેની માફી મળશે.

  23. માર્ક ૩:૨૯આશરે ઈ.સ. ૩૧

    પણ જે કોઈ પવિત્ર આત્માની વિરુદ્ધ દુર્ભાષણ કરશે તેને માફી કદી મળશે નહિ; પણ તેને માથે અનંતકાળના પાપનો દોષ રહે છે.’”

  24. માર્ક ૩:૩૦આશરે ઈ.સ. ૩૧

    કેમ કે તેઓ કહેતાં હતા કે તેને અશુદ્ધ આત્મા વળગેલો છે.

  25. માર્ક ૩:૩૧આશરે ઈ.સ. ૩૧

    ¶ ત્યારે તેમના ભાઈઓ તથા તેમની મા આવ્યાં અને બહાર ઊભા રહીને તેમને બોલાવવા તેમની પાસે માણસ મોકલ્યો.