circa 6 BC – AD 30
The Life of Jesus
The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.
આ કાળની કલમો
- માર્ક ૪:૨૨આશરે ઈ.સ. ૩૧
કેમ કે જે કંઈ ગુપ્ત છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય અને જે ઢાંકેલું છે તે એ સારુ છે કે ખુલ્લું કરવામાં આવે.
- માર્ક ૪:૨૩આશરે ઈ.સ. ૩૧
જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”
- માર્ક ૪:૨૪આશરે ઈ.સ. ૩૧
¶ તેમણે તેઓને કહ્યું કે, ‘તમે જે સાંભળો છો તે પર ધ્યાન રાખો. જે માપથી તમે માપો છો તેનાથી જ તમને માપી અપાશે; અને તમને વધતું અપાશે;
- માર્ક ૪:૨૫આશરે ઈ.સ. ૩૧
કેમ કે જેની પાસે છે તેને અપાશે અને જેની પાસે નથી, તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે.’”
- માર્ક ૪:૨૬આશરે ઈ.સ. ૩૧
¶ તેમણે કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી વાવે,
- માર્ક ૪:૨૭આશરે ઈ.સ. ૩૧
તે રાતદિવસ ઊંઘે તથા જાગે અને તે બી ઊગે તથા વધે પણ શી રીતે તે વધે છે એ તે જાણતો નથી.
- માર્ક ૪:૨૮આશરે ઈ.સ. ૩૧
જમીન તો પોતાની જાતે ફળ આપે છે, પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલાંમાં ભરપૂર દાણા.
- માર્ક ૪:૨૯આશરે ઈ.સ. ૩૧
પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું ચલાવે છે; કેમ કે કાપણીનો વખત થયો હોય છે.
- માર્ક ૪:૩૦આશરે ઈ.સ. ૩૧
¶ તેમણે કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ? અથવા તેને સમજાવવા કયું દ્રષ્ટાંત આપીએ?
- માર્ક ૪:૩૧આશરે ઈ.સ. ૩૧
તે રાઈના દાણાના જેવું છે; તે જમીનમાં વવાય છે ત્યારે જમીનનાં સર્વ બીજ કરતાં તે નાનું હોય છે;
- માર્ક ૪:૩૨આશરે ઈ.સ. ૩૧
પણ વાવ્યા પછી તે ઊગી નીકળે છે, અને સર્વ છોડ કરતાં મોટું થાય છે અને તેને એવી મોટી ડાળીઓ થાય છે કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે.’”
- માર્ક ૪:૩૩આશરે ઈ.સ. ૩૧
¶ એવાં ઘણાં દ્રષ્ટાંતોમાં જેમ તેઓ સમજી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતાં હતા.
- માર્ક ૪:૩૪આશરે ઈ.સ. ૩૧
દ્રષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતાં ન હતા; પણ પોતાના શિષ્યોને એકાંતે તેઓ સઘળી વાતોનો ખુલાસો કરતા.
- માર્ક ૪:૩૫આશરે ઈ.સ. ૩૧
¶ તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે, ‘આપણે પેલે પાર જઈએ.’”
- માર્ક ૪:૩૬આશરે ઈ.સ. ૩૧
લોકોને મૂકીને શિષ્યો ઈસુને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી.
- માર્ક ૪:૩૭આશરે ઈ.સ. ૩૧
પછી પવનનું મોટું તોફાન થયું; અને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી.
- માર્ક ૪:૩૮આશરે ઈ.સ. ૩૧
¶ તે હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકીને ઊંઘતા હતા; અને તેઓ તેમને જગાડીને કહે છે કે, ‘ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?’”
- માર્ક ૪:૩૯આશરે ઈ.સ. ૩૧
તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે, ‘શાંત થા.’” ત્યારે પવન બંધ થયો અને મહાશાંતિ થઈ.
- માર્ક ૪:૪૦આશરે ઈ.સ. ૩૧
¶ તેમણે તેઓને કહ્યું કે, તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુ પણ વિશ્વાસ નથી?’”
- માર્ક ૪:૪૧આશરે ઈ.સ. ૩૧
તેઓ ઘણાં ગભરાયા તથા માંહોમાંહે બોલ્યા કે, ‘આ તે કોણ છે કેમ કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?’”
- માર્ક ૫:૧આશરે ઈ.સ. ૩૧
¶ તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા.
- માર્ક ૫:૨આશરે ઈ.સ. ૩૧
ઈસુ હોડીમાંથી ઊતર્યા, એટલે કબરસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો.
- માર્ક ૫:૩આશરે ઈ.સ. ૩૧
¶ તે કબરસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું;
- માર્ક ૫:૪આશરે ઈ.સ. ૩૧
કેમ કે તે ઘણીવાર બેડીઓ તથા સાંકળો વડે બંધાયો હતો, પણ તેણે સાંકળો તોડી નાખી તથા બેડીઓ ભાંગી નાખી હતી; કોઈ તેને વશ કરી શકતું ન હતું.
- માર્ક ૫:૫આશરે ઈ.સ. ૩૧
¶ તે નિત્ય રાતદિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો તથા પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.