મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1380–1050 BC

The Judges & Ruth

Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.

703 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ન્યાયાધીશો ૪:૧૧આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ¶ હવે હેબેર કેનીએ પોતાને કેનીઓથી અલગ કર્યો. તેઓ મૂસાના સાળા હોબાબના વંશજો હતા - અને તેણે તેનો તંબુ કેદેશ પાસેના સાનાન્નીમમાંના એલોન વૃક્ષ જેટલે દૂર લગાવ્યો હતો.

  2. ન્યાયાધીશો ૪:૧૨આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ¶ જયારે તેઓએ સીસરાને ખબર આપી કે અબીનોઆમનો દીકરો બારાક તાબોર પર્વત પર ગયો છે,

  3. ન્યાયાધીશો ૪:૧૩આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ત્યારે સીસરાએ પોતાના સર્વ રથો, નવસો લોખંડના રથો અને વિદેશીઓના હરોશેથ-હગોઈમથી તે કીશોન નદી સુધી જે લોકો તેની સાથે હતા તે સર્વને એકત્ર કર્યા.

  4. ન્યાયાધીશો ૪:૧૪આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ¶ દબોરાએ બારાકને કહ્યું, “જા! કેમ કે આજે ઈશ્વરે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે. શું ઈશ્વર તમારા અગ્રેસર નથી?” તેથી બારાક તાબોર પર્વત પરથી નીચે ઊતર્યો, તેની સાથેના દસ હજાર પુરુષો તેની પાછળ ગયા.

  5. ન્યાયાધીશો ૪:૧૫આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ¶ ઈશ્વરે સીસરાનો તેના સૈન્યનો, તેના સર્વ રથોનો અને બારાકની આગળ પરાજય કર્યો, તેથી સીસરા પોતાના રથમાંથી ઊતરીને નાસી ગયો.

  6. ન્યાયાધીશો ૪:૧૬આશરે ઈ.પૂ. ૧૨૮૫

    પણ બારાક વિદેશીઓના હરોશેથ-હગોઈમ સુધી સૈન્યની પાછળ પડ્યો તેથી સીસરાનું સર્વ સૈન્ય તલવારે મરાયું અને એકપણ માણસ બચ્યો નહિ.

  7. ન્યાયાધીશો ૪:૧૭આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ¶ પણ સીસરા ચાલીને હેબેર કેનીની પત્ની યાએલના તંબુમાં નાસી ગયો, કેમ કે ત્યાં હાસોરના રાજા યાબીનની તથા હેબેર કેનીના કુટુંબ વચ્ચે સલાહસંપ હતો.

  8. ન્યાયાધીશો ૪:૧૮આશરે ઈ.પૂ. ૧૨૮૫

    યાએલ સીસરાને મળવા બહાર નીકળી અને તેને કહ્યું, “ઓ મારા માલિક, આ બાજુ આવ; મારી આ બાજુ આવ અને ગભરાઈશ નહિ.” તે તેના તંબુમાં ગયો અને તેણે તેને ધાબળો ઓઢાડ્યો.

  9. ન્યાયાધીશો ૪:૧૯આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ¶ સીસરાએ તેને કહ્યું, “કૃપા કરીને મને થોડું પાણી આપ, કેમ કે મને તરસ લાગી છે.” તેણે એક મશક ઉઘાડીને તેને પીવાને દૂધ આપ્યું અને તેણે તેના પર ફરીથી ધાબળો ઓઢાડી દીધો.

  10. ન્યાયાધીશો ૪:૨૦આશરે ઈ.પૂ. ૧૨૮૫

    તેણે તેને કહ્યું, “તું ખુલ્લાં તંબુએ ઊભી રહે. જો કોઈ આવીને તને પૂછે કે, ‘કોઈ અહીં છે?’ તો તારે કહેવું કે, ‘નથી.’”

  11. ન્યાયાધીશો ૪:૨૧આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ¶ પછી યાએલ હેબેરની પત્ની તંબુમાં અણીદાર લાકડું તથા હાથમાં હથોડી લઈને છાનીમાની તેની પાસે ગઈ, કેમ કે તે ભરનિદ્રામાં હતો, તેણે તેના માથામાં તે લાકડું માર્યું અને તે તેને વીંધીને જમીનમાં પેસી ગયું. એથી તે મૂર્છા ખાઈને મરણ પામ્યો.

  12. ન્યાયાધીશો ૪:૨૨આશરે ઈ.પૂ. ૧૨૮૫

    જેવો બારાક સીસરા પાછળ પડ્યો હતો, તેવી યાએલ તેને મળવાને આવી અને તેને કહ્યું, “આવ, જેને તું શોધે છે તે હું તને બતાવું.” જેથી તે તેની સાથે અંદર ગયો, તેણે જોયું કે સીસરા માથામાં અણીદાર ભોંકેલા લાકડા સાથે ત્યાં મૃત અવસ્થામાં પડેલો હતો.

  13. ન્યાયાધીશો ૪:૨૩આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ¶ આ રીતે તે દિવસે ઈશ્વરે કનાનના રાજા યાબીનને ઇઝરાયલ લોકોની સામે હરાવ્યો.

  14. ન્યાયાધીશો ૪:૨૪આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ઇઝરાયલના લોકો કનાનના રાજા યાબીનની સામે વધારે અને વધારે ભારે થતાં ગયા. એટલા બધા બળવાન થયા કે તેઓએ તેનો નાશ કર્યો.

  15. ¶ તે દિવસે દબોરાએ તથા અબીનોઆમના દીકરા બારાકે આ ગીત ગાયું:

  16. “જયારે આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની આપી, ત્યારે લોકો યુદ્ધ માટે રાજીખુશીથી સમર્પિત થયા, અમે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ!

  17. ‘રાજાઓ, તમે સાંભળો! ઓ આગેવાનો, ધ્યાન આપો! હું ઈશ્વર માટે ગાઈશ; હું ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ગાઈશ.

  18. ઈશ્વર, જયારે તમે સેઈરમાંથી આવ્યા, જયારે તમારી સવારી અદોમમાંથી નીકળી, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી અને વાદળોમાંથી પાણી પણ પડ્યું.

  19. ઈશ્વરની આગળ પર્વતો કાંપવા લાગ્યા; સિનાઈનો પર્વત પણ ઈશ્વરની આગળ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરથી કાંપવા લાગ્યો.

  20. અનાથના દીકરા શામ્ગારના દિવસોમાં, યાએલના દિવસોમાં, રાજમાર્ગો સૂના પડ્યા હતા અને વટેમાર્ગુઓ ગલીકૂંચીને માર્ગે ચાલતા હતા.

  21. ઇઝરાયલનાં ગામો ઉજ્જડ થયાં, તે નિર્જન થયાં, જ્યાં સુધી કે હું દબોરા ઊઠી, હું ઇઝરાયલમાં માતા જેવી ઊભી થઈ, ત્યાં સુધી.

  22. તેઓએ નવા દેવોને પસંદ કર્યા અને ત્યાં શહેરના રસ્તાઓમાં લડાઈ થતી હતી; ઇઝરાયલમાં ચાળીસ હજાર મધ્યે ન તો ઢાલ કે ભાલો જોવા મળતો હતો.

  23. મારું હૃદય ઇઝરાયલના અધિકારીઓ માટે છે, રાજીખુશીથી લોકો સમર્પિત થયા. તેઓને માટે ઈશ્વરને સ્તુત્ય માનો!

  24. તમે જેઓ ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાદલાઓ પર બેસનારા તથા માર્ગોમાં પગે ચાલનારાં, તમે તેનાં ગુણગાન ગાઓ.

  25. તીરંદાજોના અવાજથી દૂર, પાણી ભરવાની જગ્યાઓમાં, ત્યાં તેઓ ફરીથી ઈશ્વરના ન્યાયકૃત્યો અને ઇઝરાયલમાં તેમના રાજ્યનાં ન્યાયકૃત્યો, પ્રગટ કરશે. “ત્યારે ઈશ્વરના લોકો શહેરના ભાગળો પાસે આવ્યા.