મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1380–1050 BC

The Judges & Ruth

Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.

703 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ન્યાયાધીશો ૩:૧૭આશરે ઈ.પૂ. ૧૩૨૫

    તેણે મોઆબના રાજા એગ્લોનને નજરાણું આપ્યું. એગ્લોન શરીરે બહુ પૃષ્ટ માણસ હતો.

  2. ન્યાયાધીશો ૩:૧૮આશરે ઈ.પૂ. ૧૩૨૫

    એહૂદે નજરાણું પ્રદાન કર્યું, પછી તેણે નજરાણું ઊંચકી લાવનારાઓને પરત મોકલ્યા.

  3. ન્યાયાધીશો ૩:૧૯આશરે ઈ.પૂ. ૧૩૨૫

    ¶ તે પોતે જયારે ગિલ્ગાલની નજીક ખીણોની જગ્યાએથી પાછો વળ્યો ત્યારે તેણે કહ્યું, “મારા રાજા, તારા માટે એક અંગત સંદેશ છે.” એગ્લોને કહ્યું, “ચૂપ રહે!” તેના સર્વ નોકરો ઓરડામાંથી બહાર ગયા.

  4. ન્યાયાધીશો ૩:૨૦આશરે ઈ.પૂ. ૧૩૨૫

    એહૂદ તેની પાસે આવ્યો. રાજા પોતાની રીતે, ઉપરની ઠંડી ઓરડીમાં એકલો બેઠો હતો. એહૂદે તેને કહ્યું, “હું ઈશ્વર તરફથી તારા માટે સંદેશ લાવ્યો છું,” રાજા પોતાના આસન પરથી ઊભો થઈ ગયો.

  5. ન્યાયાધીશો ૩:૨૧આશરે ઈ.પૂ. ૧૩૨૫

    ¶ ત્યારે એહૂદે પોતાના ડાબા હાથે, પોતાની જમણી જાંઘ નીચેથી તલવાર કાઢીને રાજાના શરીરમાં ઘુસાડી દીધી.

  6. ન્યાયાધીશો ૩:૨૨આશરે ઈ.પૂ. ૧૩૨૫

    તલવારની સાથે હાથો પણ અંદર પેસી ગયો, તેના પાછળના ભાગમાંથી અણી બહાર આવી અને તે અણી ઉપર ચરબી ભરાઈ ગઈ, કેમ કે એહૂદે તે તલવાર તેના પેટમાંથી પાછી બહાર ખેંચી કાઢી નહોતી.

  7. ન્યાયાધીશો ૩:૨૩આશરે ઈ.પૂ. ૧૩૨૫

    ત્યાર પછી એહૂદ ઓરડીમાં ગયો અને તેના બારણાં તેણે પાછાં બંધ કર્યો અને તેમને તાળું માર્યું.

  8. ન્યાયાધીશો ૩:૨૪આશરે ઈ.પૂ. ૧૩૨૫

    ¶ એહૂદના ગયા પછી, રાજાના નોકરો અંદર આવ્યા; તેઓએ જોયું કે ઉપરની ઓરડીના બારણાએ તાળું મારેલું હતું, તેઓએ વિચાર્યું કે, “ચોક્કસ તે ઉપરની ઠંડી ઓરડીમાં પોતાની રીતે આરામ કરતો હશે.”

  9. ન્યાયાધીશો ૩:૨૫આશરે ઈ.પૂ. ૧૩૨૫

    જયારે ઘણીવાર સુધી રાજાએ બારણું ઉઘાડ્યું નહિ ત્યારે તેઓની ચિંતા વધવા લાગી તેઓ શરમાયા અને ગભરાયા. તેઓએ ચાવી લીધી અને તેના બારણાં ઉઘાડ્યાં. ત્યારે તેઓએ પોતાના રાજાને મૃત અવસ્થામાં જમીન પર પડેલો જોયો.

  10. ન્યાયાધીશો ૩:૨૬આશરે ઈ.પૂ. ૧૩૨૫

    ¶ તેઓએ શું કરવું જોઈએ તે વિષે વિચારતા હતા, એટલામાં એહૂદ નાસીને જ્યાં ખાણોની પેલી બાજુએ ઊતરીને સેઈરા સુધી પહોંચી ગયો.

  11. ન્યાયાધીશો ૩:૨૭આશરે ઈ.પૂ. ૧૩૨૫

    ત્યાં આવીને તેણે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં રણશિંગડું વગાડ્યું. પછી ઇઝરાયલી લોકો તેની સાથે પહાડી પ્રદેશ ઊતર્યા અને તે તેઓની આગેવાની કરતો હતો.

  12. ન્યાયાધીશો ૩:૨૮આશરે ઈ.પૂ. ૧૩૨૫

    ¶ તેણે તેઓને કહ્યું, “મારી પાછળ આવો, કેમ કે ઈશ્વરે તમારા દુશ્મન મોઆબીઓને તમારા હાથમાં સોંપ્યાં છે.” તેઓ તેની પાછળ ગયા અને તેઓએ મોઆબ દેશ તરફના યર્દનના કિનારા પાસેના પ્રદેશો કબજે કર્યા, તેઓએ કોઈને પણ નદી પાર કરવા દીધી નહિ.

  13. ન્યાયાધીશો ૩:૨૯આશરે ઈ.પૂ. ૧૩૨૫

    તે જ સમયે તેઓએ મોઆબના આશરે દસ હજાર પુરુષોને મારી નાખ્યા, તેઓ સર્વ મજબૂત અને શૂરવીર પુરુષો હતા. તેઓમાંનો એકપણ બચ્યો નહિ.

  14. ન્યાયાધીશો ૩:૩૦આશરે ઈ.પૂ. ૧૩૨૫

    તે દિવસે મોઆબ ઇઝરાયલની તાકાતથી પરાજિત થયું. અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.

  15. ન્યાયાધીશો ૩:૩૧આશરે ઈ.પૂ. ૧૩૨૫

    ¶ એહૂદ પછી અનાથનો દીકરો, શામ્ગાર બીજો ન્યાયાધીશ થયો, તેણે બળદ હાંકવાની લાકડીથી છસો પલિસ્તીઓને મારી નાખ્યા. તેણે પણ ઇઝરાયલીઓને સંકટમાંથી છોડાવ્યાં.

  16. ન્યાયાધીશો ૪:૧આશરે ઈ.પૂ. ૧૩૦૫

    ¶ એહૂદના મરણ પછી, ઇઝરાયલ લોકોએ ફરીથી દુષ્ટ કૃત્યોથી તથા જે દુષ્ટ આચરણો કર્યા અને તેથી ઈશ્વરનો અનાદર કર્યો.

  17. ન્યાયાધીશો ૪:૨આશરે ઈ.પૂ. ૧૩૦૫

    તેથી ઈશ્વરે તેઓને હાસોરમાં રાજ કરનાર કનાનના રાજા યાબીનના હાથમાં સોંપ્યાં. તેના સૈન્યનો સેનાપતિ બિનયહૂદી હતો તે હરોશેથ-હગોઈમનો રહેવાસી હતો તેનું નામ સીસરા હતું.

  18. ન્યાયાધીશો ૪:૩આશરે ઈ.પૂ. ૧૩૦૫

    ઇઝરાયલ લોકોએ ઈશ્વરની આગળ મદદ માટે પોકાર કર્યો, કારણ કે સીસરાની પાસે લોખંડના નવ હજાર રથો હતા, તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલ લોકો પર જુલમ ગુજાર્યો.

  19. ન્યાયાધીશો ૪:૪આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ¶ હવે તે સમયે લાપીદોથની પત્ની, દબોરા પ્રબોધિકા આગેવાન તરીકે, ઇઝરાયલનો ન્યાય કરતી હતી.

  20. ન્યાયાધીશો ૪:૫આશરે ઈ.પૂ. ૧૨૮૫

    તે એફ્રાઇમના પહાડી પ્રદેશમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે બેસતી હતી અને ઇઝરાયલ લોકો તેની પાસે ન્યાય મેળવવા માટે આવતા હતા.

  21. ન્યાયાધીશો ૪:૬આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ¶ તેણે કેદેશ નફતાલીથી અબીનોઆમના દીકરા બારાકને તેડાવીને તેને કહ્યું, “ઈશ્વર ઇઝરાયલના પ્રભુએ શું તમને આજ્ઞા આપી નથી કે, તું ‘તાબોર પર્વતની પાસે જા અને નફતાલી તથા ઝબુલોનના પુરુષોમાંથી દસ હજારને તારી સાથે લે.

  22. ન્યાયાધીશો ૪:૭આશરે ઈ.પૂ. ૧૨૮૫

    યાબીનના સૈન્યના સેનાપતિ સીસરાને, કીશોન નદી નજીક મળીશ, તેના રથો તથા તેના સૈન્ય સાથે હું તેને તારી પાસે કીશોન નદીને કિનારે લાવીશ. અને તેને તારા હાથમાં સોંપી દઈશ.”

  23. ન્યાયાધીશો ૪:૮આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ¶ બારાકે તેને કહ્યું, “જો તું મારી સાથે આવે, તો હું જાઉં, પણ જો તું મારી સાથે નહિ આવે, તો હું નહિ જાઉં.”

  24. ન્યાયાધીશો ૪:૯આશરે ઈ.પૂ. ૧૨૮૫

    તેણે કહ્યું, “હું નિશ્ચે તારી સાથે આવીશ. તોપણ, તું જે આગેવાની કરવાનો છે તેમાં તને જશ મળશે નહિ, કેમ કે ઈશ્વર એક સ્ત્રીની તાકાતથી સીસરાને હરાવશે.” પછી દબોરા ઊભી થઈ અને બારાકની સાથે કેદેશ ગઈ.

  25. ન્યાયાધીશો ૪:૧૦આશરે ઈ.પૂ. ૧૨૮૫

    ¶ બારાકે ઝબુલોન તથા નફતાલીનના પુરુષોને કેદેશમાં એકત્ર કર્યાં. તેની પાછળ દસ હજાર પુરુષો ગયા અને દબોરા તેની સાથે ગઈ.