મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. યશાયા ૩૮:૧૫આશરે ઈ.પૂ. ૭૧૮

    હું શું બોલું? તેઓએ મારી સાથે વાત કરી છે અને તેઓએ જ તે કર્યું છે; મારા જીવની વેદનાને લીધે હું મારી આખી જિંદગી સુધી ધીમે ધીમે ચાલીશ.

  2. યશાયા ૩૮:૧૬આશરે ઈ.પૂ. ૭૧૮

    હે પ્રભુ, તમે મોકલેલું દુઃખ મારા માટે સારું છે; મારું જીવન મને પાછું મળે તો સારું; તમે મને સાજો કર્યો છે અને જીવતો રાખ્યો છે.

  3. યશાયા ૩૮:૧૭આશરે ઈ.પૂ. ૭૧૮

    આવા શોકનો અનુભવ કરવો તે મારા લાભને માટે હતું. તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢ્યો છે; કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.

  4. યશાયા ૩૮:૧૮આશરે ઈ.પૂ. ૭૧૮

    કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ; જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી વિશ્વસનીયતાની આશા રાખે નહિ.

  5. યશાયા ૩૮:૧૯આશરે ઈ.પૂ. ૭૧૮

    જીવિત વ્યક્તિ, હા, જીવિત વ્યક્તિ તો, જેમ આજે હું કરું છું તેમ, તમારી આભારસ્તુતિ કરશે. પિતા પોતાનાં સંતાનોને તમારી વિશ્વસનીયતા જાહેર કરશે.

  6. યશાયા ૩૮:૨૦આશરે ઈ.પૂ. ૭૧૮

    યહોવાહ મારો ઉદ્ધાર કરવાના છે અને અમે અમારી આખી જિંદગી સુધી યહોવાહના ઘરમાં વાજિંત્રો વગાડીને ઉજવણી કરીશું.”

  7. યશાયા ૩૮:૨૧આશરે ઈ.પૂ. ૭૧૮

    ¶ હવે યશાયાએ કહ્યું હતું, “અંજીરમાંથી થોડો ભાગ લઈને ગૂમડા પર બાંધો, એટલે તે સાજો થશે.”

  8. યશાયા ૩૮:૨૨આશરે ઈ.પૂ. ૭૧૮

    વળી હિઝકિયાએ કહ્યું હતું, “હું યહોવાહના ઘરમાં જઈશ એનું શું ચિહ્ન થશે?”

  9. યશાયા ૩૯:૧આશરે ઈ.પૂ. ૭૧૨

    ¶ તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા મેરોદાખ-બાલઅદાને હિઝકિયા પર પત્રો લખીને ભેટ મોકલી; કેમ કે તેણે સાંભળ્યું હતું કે હિઝકિયા માંદો પડ્યો હતો, પણ હવે સાજો થયો છે.

  10. યશાયા ૩૯:૨આશરે ઈ.પૂ. ૭૧૨

    હિઝકિયા તેને લીધે ખુશ થયો, તેણે સંદેશવાહકોને પોતાનો ભંડાર, એટલે સોનુંચાંદી, સુગંધીદ્રવ્ય અને મૂલ્યવાન તેલ, તમામ શસ્ત્રાગાર તથા તેના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેઓને બતાવ્યું. તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય.

  11. યશાયા ૩૯:૩આશરે ઈ.પૂ. ૭૧૨

    ¶ ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજાની પાસે આવીને તેને પૂછ્યું, “એ માણસોએ તમને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂર દેશથી એટલે બાબિલથી મારી પાસે આવ્યા છે.”

  12. યશાયા ૩૯:૪આશરે ઈ.પૂ. ૭૧૨

    યશાયાએ પૂછ્યું, “તેઓએ તારા મહેલમાં શું શું જોયું છે?” હિઝકિયાએ કહ્યું, “મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે. મારા ભંડારોમાં એવી એક પણ વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ના હોય.”

  13. યશાયા ૩૯:૫આશરે ઈ.પૂ. ૭૧૨

    ¶ ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવાહનું વચન સાંભળ:

  14. યશાયા ૩૯:૬આશરે ઈ.પૂ. ૭૧૨

    ‘જુઓ, એવા દિવસો આવે છે કે જ્યારે તારા મહેલમાં જે સર્વ છે તે, તારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે, તે સર્વ, બાબિલમાં લઈ જવામાં આવશે; કંઈ પણ પડતું મુકાશે નહિ, એવું યહોવાહ કહે છે.

  15. યશાયા ૩૯:૭આશરે ઈ.પૂ. ૭૧૨

    ¶ તારા દીકરાઓ કે જે તારાથી ઉત્પન્ન થશે, જેઓને જન્મ અપાશે, તેઓને તેઓ લઈ જશે; અને તેઓ બાબિલના રાજાના મહેલમાં રાણીવાસના સેવકો થશે.”

  16. યશાયા ૩૯:૮આશરે ઈ.પૂ. ૭૧૨

    ત્યારે હિઝકિયાએ યશાયાને કહ્યું, “યહોવાહનાં જે વચનો તમે બોલ્યા છો, તે સારાં છે.” કેમ કે તેણે વિચાર્યું કે, “મારા દિવસોમાં તો શાંતિ તથા સત્યતા રહેશે.”

  17. યશાયા ૪૦:૧આશરે ઈ.પૂ. ૭૧૨

    તમારા ઈશ્વર કહે છે, “દિલાસો આપો, મારા લોકોને દિલાસો આપો.”

  18. યશાયા ૪૦:૨આશરે ઈ.પૂ. ૭૧૨

    યરુશાલેમ સાથે હેતથી વાત કરો; અને તેને જણાવો કે તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધને માફ કરવામાં આવ્યો છે, તેને યહોવાહને હાથે તેના સર્વ પાપોને લીધે બમણી શિક્ષા થઈ છે.

  19. યશાયા ૪૦:૩આશરે ઈ.પૂ. ૭૧૨

    સાંભળો કોઈ એવું પોકારે છે, “અરણ્યમાં યહોવાહનો માર્ગ તૈયાર કરો; જંગલમાં આપણા ઈશ્વરને માટે સડક સુગમ કરો.”

  20. યશાયા ૪૦:૪આશરે ઈ.પૂ. ૭૧૨

    સર્વ ખીણને ઊંચી કરવામાં આવશે અને સર્વ પર્વતો અને ડુંગરોને સપાટ કરવામાં આવશે; ખરબચડી જગાઓ સરખી અને ખાડા ટેકરાને સપાટ મેદાન કરવામાં આવશે.

  21. યશાયા ૪૦:૫આશરે ઈ.પૂ. ૭૧૨

    યહોવાહનું ગૌરવ પ્રગટ થશે અને સર્વ માણસો તે જોશે; કેમ કે એ યહોવાહના મુખનું વચન છે.

  22. યશાયા ૪૦:૬આશરે ઈ.પૂ. ૭૧૨

    “પોકાર” એવું એક વાણી કહે છે, મેં પૂછ્યું, “શાને માટે પોકારું?” સર્વ મનુષ્ય ઘાસ જ છે અને તેઓના કરારનું વિશ્વાસુપણું એ ખેતરના ફૂલ જેવું છે.

  23. યશાયા ૪૦:૭આશરે ઈ.પૂ. ૭૧૨

    ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ચીમળાઈ જાય છે જ્યારે યહોવાહના શ્વાસનો વાયુ તે પર વાય છે; મનુષ્ય નિશ્ચે ઘાસ જ છે.

  24. યશાયા ૪૦:૮આશરે ઈ.પૂ. ૭૧૨

    ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાઈ જાય છે, પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ કાયમ રહેશે.”

  25. યશાયા ૪૦:૯આશરે ઈ.પૂ. ૭૧૨

    હે સિયોન, વધામણીના સમાચાર કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા; મોટા અવાજે સામર્થ્યથી પોકાર; યરુશાલેમને વધામણીના સમાચાર આપ. ઊંચા અવાજે પોકાર, બીશ નહિ. યહૂદિયાના નગરોને કહે, “તમારો ઈશ્વર આ છે!”