- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 30–62
The Early Church
Pentecost ignites a movement; Peter, Paul, and countless others carry the gospel from Jerusalem to the ends of the earth.
આ કાળની કલમો
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૬:૨૬આશરે ઈ.સ. ૬૨
કેમ કે આ રાજા કે જેમની આગળ પણ હું મુક્ત રીતે બોલું છું તે એ વિષે જાણે છે, કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ વાત તેમનાથી ગુપ્ત નથી; કારણ કે એમાંનું કશું ખૂણામાં બન્યું નથી.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૬:૨૭આશરે ઈ.સ. ૬૨
હે આગ્રીપા રાજા, ‘શું આપ પ્રબોધકો (ની વાતો) પર વિશ્વાસ કરો છો?’ હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.’”
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૬:૨૮આશરે ઈ.સ. ૬૨
ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું કે, ‘તું તો થોડા જ પ્રયાસથી તું મને ખ્રિસ્તી બનાવવા માગે છે.’”
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૬:૨૯આશરે ઈ.સ. ૬૨
પાઉલે કહ્યું કે, ‘ઈશ્વર કરે કે ગમે તો થોડા પ્રયાસથી કે વધારેથી, એકલા આપ જ નહિ પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય, મારા જેવો થાય.’”
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૬:૩૦આશરે ઈ.સ. ૬૨
પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં;
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૬:૩૧આશરે ઈ.સ. ૬૨
તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, ‘એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.’”
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૬:૩૨આશરે ઈ.સ. ૬૨
ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.’”
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૧આશરે ઈ.સ. ૬૨
¶ અમોને જળમાર્ગે ઇટાલી લઈ જવામાં આવે એવું નક્કી કરાયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક કેદીઓને બાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૨આશરે ઈ.સ. ૬૨
અદ્રમુત્તિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરુ કરી; મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૩આશરે ઈ.સ. ૬૨
બીજે દિવસે અમે સિદોનના બંદરે પહોંચ્યા, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ઘરે જઈને આરામ કરવાની પરવાનગી આપી.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૪આશરે ઈ.સ. ૬૨
ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની બાજુએ રહીને હંકારી ગયા;
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૫આશરે ઈ.સ. ૬૨
અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર વટાવીને અમે લૂકિયોના મૂરા (બંદરે) પહોંચ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૬આશરે ઈ.સ. ૬૨
ત્યાં સૂબેદારને ઇટાલી તરફ જનારું આલેકસાંદ્રિયાનું એક વહાણ મળ્યું; તેમાં તેણે અમને બેસાડ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૭આશરે ઈ.સ. ૬૨
પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે વહાણ હંકારીને કનિદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા, ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સલ્મોનની આગળ ક્રીતની બાજુએ રહીને હંકાર્યું.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૮આશરે ઈ.સ. ૬૨
મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા; તેની પાસે લાસીયા શહેર છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૯આશરે ઈ.સ. ૬૨
સમય ઘણો થઈ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ (નો દિવસ) વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે,
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૧૦આશરે ઈ.સ. ૬૨
‘ઓ ભાઈઓ, મને માલૂમ પડે છે કે, આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ છે; અને ઘણું નુકસાન થઈ શકે તેમ છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૧૧આશરે ઈ.સ. ૬૨
પણ પાઉલે જે કહ્યું, તે કરતા કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે ભરોસો રાખ્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૧૨આશરે ઈ.સ. ૬૨
વળી શિયાળો પસાર કરવા સારુ તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાને એ સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ; ત્યાં ક્રીતનું બંદર છે, ઈશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૧૩આશરે ઈ.સ. ૬૨
¶ દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૧૪આશરે ઈ.સ. ૬૨
પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૧૫આશરે ઈ.સ. ૬૨
વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૧૬આશરે ઈ.સ. ૬૨
કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે મછવાને (જીવનરક્ષક હોડીઓ) માં બચાવી લેવામાં ઘણી મુસીબત પડી;
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૧૭આશરે ઈ.સ. ૬૨
તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવના બંધ બાંધ્યા, અને સીર્તસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યાં, અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૨૭:૧૮આશરે ઈ.સ. ૬૨
અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો;