- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 30–62
The Early Church
Pentecost ignites a movement; Peter, Paul, and countless others carry the gospel from Jerusalem to the ends of the earth.
આ કાળની કલમો
- પ્રેરિતોનાં ક્રત્યો ૭:૫૮આશરે ઈ.સ. ૩૩
તેઓએ તેને શહેરની બહાર લઈ જઈને માર્યો; સાક્ષીઓએ શાઉલ નામે એક જુવાનનાં પગ આગળ પોતાનાં વસ્ત્રો મૂક્યાં હતાં.
- પ્રેરિતોનાં ક્રત્યો ૭:૫૯આશરે ઈ.સ. ૩૩
¶ તેઓ સ્તેફનને પથ્થરે મારતા હતા ત્યારે તેણે પ્રભુની પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ પ્રભુ ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો.”
- પ્રેરિતોનાં ક્રત્યો ૭:૬૦આશરે ઈ.સ. ૩૩
તેણે ઘૂંટણિયે પડીને મોટા અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, આ પાપ તેઓને લેખે ન ગણો. એમ કહીને તે ઊંઘી ગયો.”
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૧આશરે ઈ.સ. ૩૪
¶ શાઉલે તેની હત્યા કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરુશાલેમના વિશ્વાસી સમુદાય પર ભારે સતાવણી શરૂ થઈ, અને પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરુનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૨આશરે ઈ.સ. ૩૪
ધર્મનિષ્ઠ પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને સારુ ઘણો વિલાપ કર્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૩આશરે ઈ.સ. ૩૪
પણ શાઉલે વિશ્વાસી સમુદાયને ભારે ત્રાસ આપ્યો, એટલે ઘેરેઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને જેલમાં પૂર્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૪આશરે ઈ.સ. ૩૪
¶ જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ બધે સુવાર્તા પ્રગટ કરતા ગયા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૫આશરે ઈ.સ. ૩૪
ફિલિપે સમારીઆ શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિષે પ્રચાર કર્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૬આશરે ઈ.સ. ૩૪
¶ ફિલિપે કહેલી વાતો સાંભળીને તથા કરેલા ચમત્કારિક ચિહ્નો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૭આશરે ઈ.સ. ૩૪
કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણાંમાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા, અને ઘણાં પક્ષઘાતીઓ તથા પગે અપંગો સાજાં કરવામાં આવ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૮આશરે ઈ.સ. ૩૪
અને તે શહેરમાં બહુ આનંદ થયો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૯આશરે ઈ.સ. ૩૪
¶ પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરુનના લોકોને આશ્ચર્યચકિત કરી નાખતો હતો;
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૧૦આશરે ઈ.સ. ૩૪
તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતાં કે, ઈશ્વરનું જે મહાન પરાક્રમ કહેવાય છે, તે આ વ્યક્તિ છે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૧૧આશરે ઈ.સ. ૩૪
તેણે ઘણાં સમય સુધી પોતાની જાદુક્રિયાઓથી તેઓને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા, તેથી તેઓ તેનું સાંભળતાં હતા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૧૨આશરે ઈ.સ. ૩૪
¶ પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તનાં નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્ત્રીઓએ બાપ્તિસ્મા લીધું.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૧૩આશરે ઈ.સ. ૩૪
સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામીને ફિલિપ સાથે રહ્યો; અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતાં જોઈને તે આશ્ચર્ય પામ્યો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૧૪આશરે ઈ.સ. ૩૪
¶ હવે સમરુનીઓએ ઈશ્વરનું વચન સ્વીકાર્યું છે એવું યરુશાલેમમાં પ્રેરિતોએ સાંભળ્યું, ત્યારે તેઓએ પિતર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૧૫આશરે ઈ.સ. ૩૪
તેઓએ ત્યાં પહોંચ્યાં પછી તેઓને સારુ પ્રાર્થના કરી કે તેઓ પવિત્ર આત્મા પામે;
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૧૬આશરે ઈ.સ. ૩૪
કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈ પર પવિત્ર આત્મા ઊતર્યો નહોતો; પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૧૭આશરે ઈ.સ. ૩૪
પછી પિતર તથા યોહાને તેઓ પર હાથ મૂક્યા, અને તેઓ પવિત્ર આત્મા પામ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૧૮આશરે ઈ.સ. ૩૪
¶ હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૧૯આશરે ઈ.સ. ૩૪
તેણે કહ્યું કે, તમે મને પણ એ અધિકાર આપો કે જેનાં પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૨૦આશરે ઈ.સ. ૩૪
¶ પણ પિતરે તેને કહ્યું કે, ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં વિચાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૨૧આશરે ઈ.સ. ૩૪
આ બાબતમાં તારે કશી લેવા દેવા નથી. કારણ કે તારું અંતઃકરણ ઈશ્વરની આગળ પ્રમાણિક નથી.
- પ્રેરિતોનાં ક્રત્યો ૮:૨૨આશરે ઈ.સ. ૩૪
માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને પ્રાર્થના કર કે, કદાચ તારા અંતઃકરણના વિચાર તને માફ થાય.