મુખ્ય સામગ્રી પર જાઓ

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હઝકિયેલ ૪૦:૯આશરે ઈ.પૂ. ૫૭૪

    પછી તેણે દરવાજાની મોટી પરસાળ માપી; તે આઠ હાથ થઈ. અને તેના થાંભલા બે હાથ લંબાઈ જેટલા જાડા હતા. આ પરસાળ સભાસ્થાન તરફ જતી હતી.

  2. હઝકિયેલ ૪૦:૧૦આશરે ઈ.પૂ. ૫૭૪

    રક્ષકોની ખંડો આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતી, તે એક જ માપની હતી, તેમની દીવાલોનું માપ પણ બધી બાજુએ સરખું હતું.

  3. હઝકિયેલ ૪૦:૧૧આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ તે પછી તેણે દરવાજાના પ્રવેશ ભાગની પહોળાઈ માપી, તે દસ હાથ તથા તેની લંબાઈ તેર હાથ હતી.

  4. હઝકિયેલ ૪૦:૧૨આશરે ઈ.પૂ. ૫૭૪

    દરેક ખંડ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. ખંડો આ બાજુ છ હાથ લાંબા અને છ હાથ પહોળા હતા.

  5. હઝકિયેલ ૪૦:૧૩આશરે ઈ.પૂ. ૫૭૪

    પછી તેણે દરવાજો એક ખંડના છાપરાથી તે બીજી ખંડના છાપરા સુધી માપ્યો, એક દરવાજાથી સામેના દરવાજા સુધીનું માપ પચીસ હાથ હતું.

  6. હઝકિયેલ ૪૦:૧૪આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ તેણે દીવાલ બનાવી હતી, તે સાઠ હાથની હતી; તેનું આંગણું દીવાલ સુધી પહોંચેલું હતું, તે દરવાજાની આસપાસ હતું.

  7. હઝકિયેલ ૪૦:૧૫આશરે ઈ.પૂ. ૫૭૪

    દરવાજાના આગળના ભાગથી પરસાળના છેડા સુધીનું માપ, પચાસ હાથ હતું.

  8. હઝકિયેલ ૪૦:૧૬આશરે ઈ.પૂ. ૫૭૪

    પરસાળની બન્ને તરફ તથા ખંડની ચારે તરફ જાળીઓ હતી. તે પરસાળને પણ હતી, અંદરની બાજુએ બારીઓ હતી. ત્યાં દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.

  9. હઝકિયેલ ૪૦:૧૭આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ ત્યાર બાદ તે માણસ મને સભાસ્થાનના બહારના આંગણાંમાં લાવ્યો. તો જુઓ, આંગણાંની ચારેબાજુ ઓરડીઓ તથા ફરસબંધી બનાવેલી હતી ફરસબંધી પર ત્રીસ ઓરડીઓ હતી.

  10. હઝકિયેલ ૪૦:૧૮આશરે ઈ.પૂ. ૫૭૪

    ફરસબંધી દરવાજાની બાજુ હતી, તેની પહોળાઈ દરવાજાની લંબાઈ જેટલી હતી. આ નીચલી ફરસબંધી હતી,

  11. હઝકિયેલ ૪૦:૧૯આશરે ઈ.પૂ. ૫૭૪

    નીચલા દરવાજાની આગળના ભાગથી તે અંદરના દરવાજાની આગળ ભાગ સુધીનું તેણે અંતર માપ્યું; તે પૂર્વ તરફ સો હાથ હતું, ઉત્તર તરફ પણ સરખું હતું.

  12. હઝકિયેલ ૪૦:૨૦આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ ત્યારે તેણે બહારના આંગણાનો દરવાજો જેનું મુખ ઉત્તર તરફ છે તે માપ્યો, તેની લંબાઈ તથા તેની પહોળાઈ તેણે માપી.

  13. હઝકિયેલ ૪૦:૨૧આશરે ઈ.પૂ. ૫૭૪

    તેની ખંડો આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતા, દરવાજા અને પરસાળનાં માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતાં, લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.

  14. હઝકિયેલ ૪૦:૨૨આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ તેની બારીઓ, પરસાળ, ખંડ તથા તેના ખજૂરીવૃક્ષની કોતરણી, પૂર્વના દરવાજાના જેવી હતી. ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની પરસાળ તેમની આગળ હતી.

  15. હઝકિયેલ ૪૦:૨૩આશરે ઈ.પૂ. ૫૭૪

    અંદરના આંગણાને દરવાજો હતો, તે ઉત્તરના તથા પૂર્વના દરવાજાની સામે હતો; તેણે એક દરવાજાથી બીજા દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તે સો હાથ હતું.

  16. હઝકિયેલ ૪૦:૨૪આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લાવ્યો, તેની દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજાઓના માપ જેટલું હતું.

  17. હઝકિયેલ ૪૦:૨૫આશરે ઈ.પૂ. ૫૭૪

    તેમાં અને તેની પરસાળમાં પણ બીજા દરવાજાઓની જેમ બારીઓ હતી. દક્ષિણનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.

  18. હઝકિયેલ ૪૦:૨૬આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની આગળ પરસાળ હતી. દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.

  19. હઝકિયેલ ૪૦:૨૭આશરે ઈ.પૂ. ૫૭૪

    દક્ષિણ તરફ અંદરના આંગણાંમાં દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે સો હાથ હતું.

  20. હઝકિયેલ ૪૦:૨૮આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઈને અંદરના આંગણાંમાં લાવ્યો. તેણે તે દરવાજો માપ્યો તો તેનું માપ બીજા દરવાજા જેટલું જ હતું.

  21. હઝકિયેલ ૪૦:૨૯આશરે ઈ.પૂ. ૫૭૪

    આ દરવાજાની ખંડો, દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજા પ્રમાણે હતું; પરસાળની આસપાસ બારીઓ હતી. અંદરનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.

  22. હઝકિયેલ ૪૦:૩૦આશરે ઈ.પૂ. ૫૭૪

    ચોગરદમ પરસાળ હતી. દરેક પચીસ હાથ લાંબી અને પાંચ હાથ પહોળી.

  23. હઝકિયેલ ૪૦:૩૧આશરે ઈ.પૂ. ૫૭૪

    તેની પરસાળનું મુખ બહારના આંગણાં તરફ હતું તેના પર પણ ખજૂરીવૃક્ષ કોતરેલાં હતાં. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાતું હતું.

  24. હઝકિયેલ ૪૦:૩૨આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ પછી તે મને અંદરના આંગણાંમાં પૂર્વ તરફ લાવ્યો; તેણે તે દરવાજો માપ્યો; તે ઉપરના માપ પ્રમાણે થયો.

  25. હઝકિયેલ ૪૦:૩૩આશરે ઈ.પૂ. ૫૭૪

    તેની ખંડો, દીવાલો અને પરસાળનું માપ બીજા દરવાજાના માપ જેટલાં જ હતાં, તેની આસપાસ બારીઓ હતી. અંદર દરવાજાની અને પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.