મુખ્ય સામગ્રી પર જાઓ

circa 605–538 BC

The Babylonian Exile

Jerusalem falls and the temple burns; Ezekiel and Daniel minister among the exiles as Lamentations mourns the city's ruin.

1,784 કલમો · 3 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. હઝકિયેલ ૪૧:૧૦આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ આ ઓરડીઓની તથા યાજકોની ઓરડીઓ વચ્ચે સભાસ્થાનની ચારેબાજુ વીસ હાથ પહોળી ખુલ્લી જગ્યા હતી.

  2. હઝકિયેલ ૪૧:૧૧આશરે ઈ.પૂ. ૫૭૪

    ઓરડીઓનાં બાકી રહેલાં બારણાં ઓટલા તરફ હતાં, એટલે એક બારણું ઉત્તર તરફ અને બીજુ દક્ષિણ તરફ. અને ફાજલ પડેલી જગ્યાની પહોળાઈ ચોતરફ પાંચ હાથ હતી.

  3. હઝકિયેલ ૪૧:૧૨આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ અલગ જગાની સામેની ઇમારત જે પશ્ચિમ દિશા તરફ હતી તે સિત્તેર હાથ પહોળી હતી. તે ઇમારતની ચોતરફનો ઓસરી પાંચ હાથ હતો, તેની લંબાઈ નેવું હાથની હતી.

  4. હઝકિયેલ ૪૧:૧૩આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ તે માણસે સભાસ્થાનનું માપ લીધું, તે સો હાથ લાંબુ હતું. અને અલગ જગા, તેની દીવાલ અને આંગણાનું માપ પણ સો હાથ લાંબું હતું.

  5. હઝકિયેલ ૪૧:૧૪આશરે ઈ.પૂ. ૫૭૪

    વળી મંદિરમાં મોખરાની તથા પૂર્વ તરફ અલગ જગાની પહોળાઈ સો હાથ હતી.

  6. હઝકિયેલ ૪૧:૧૫આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ પછી તેણે પવિત્રસ્થાનની પાછળની ઇમારતની લંબાઈ માપી, તેની આ બાજુની તથા બીજી બાજુની ઓસરી માપી તો તે સો હાથ હતી. પવિત્રસ્થાન તથા દ્વારમંડપ,

  7. હઝકિયેલ ૪૧:૧૬આશરે ઈ.પૂ. ૫૭૪

    અંદરની દીવાલો, બારીઓ તથા પરસાળની સામેના અને ઓસરીના ત્રણ માળ તે ચારેબાજુ જમીનથી તે બારીઓ સુધી તકતીઓ જડેલી હતી. બારીઓ ઢાંકેલી હતી.

  8. હઝકિયેલ ૪૧:૧૭આશરે ઈ.પૂ. ૫૭૪

    પવિત્રસ્થાનના પ્રવેશદ્વાર પર અને તેની ચારેબાજુની દીવાલ પર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતા.

  9. હઝકિયેલ ૪૧:૧૮આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ પાટિયા ખજૂરીનાં વૃક્ષો તથા કરુબોથી શણગારેલાં હતાં; દરેક કરુબ વચ્ચે એકએક ખજૂરીનું વૃક્ષ હતું. અને દરેક કરુબને બે મુખ હતાં:

  10. હઝકિયેલ ૪૧:૧૯આશરે ઈ.પૂ. ૫૭૪

    માણસનું મુખ એક બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું અને જુવાન સિંહનું મુખ બીજી બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું. આખું ઘર ચારેબાજુ શણગારેલું હતું.

  11. હઝકિયેલ ૪૧:૨૦આશરે ઈ.પૂ. ૫૭૪

    જમીનથી તે બારણાના ઉપર સુધી સભાસ્થાનની દીવાલો ઉપર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો શણગારેલાં હતાં.

  12. હઝકિયેલ ૪૧:૨૧આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ પવિત્રસ્થાનનાં બારણાંની બારસાખો ચોરસ હતી. અને તેઓ બધા દેખાવમાં એક જેવા હતા.

  13. હઝકિયેલ ૪૧:૨૨આશરે ઈ.પૂ. ૫૭૪

    પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે દરેક બાજુથી ત્રણ હાથ ઊંચી અને બે હાથ પહોળી હતી. તેના ખૂણા, તેનું તળિયું, તથા તેના ચોકઠાં લાકડાનાં બનેલાં હતાં. તે માણસે મને કહ્યું કે, “આ યહોવાહની હજૂરની મેજ છે.”

  14. હઝકિયેલ ૪૧:૨૩આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ પવિત્રસ્થાન તથા પરમપવિત્રસ્થાનને બે બારણાં હતાં.

  15. હઝકિયેલ ૪૧:૨૪આશરે ઈ.પૂ. ૫૭૪

    પ્રત્યેક બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં; એક બારણાને બે કમાડ, બીજા બારણાને પણ બે.

  16. હઝકિયેલ ૪૧:૨૫આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ પવિત્રસ્થાનના દરવાજા પર, જેમ દીવાલો પર કોતરેલાં હતાં, તેમ કરુબો તથા ખજૂરીઓ કોતરેલાં હતાં, ઓસરીની આગળની બાજુએ લાકડાના જાડા ભારોટીયા હતા.

  17. હઝકિયેલ ૪૧:૨૬આશરે ઈ.પૂ. ૫૭૪

    તે ઓસરીની બન્ને બાજુએ બારીઓ હતી અને બન્ને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. સભાસ્થાનની બાજુની ઓરડીઓ પર પણ જાડા ભારોટિયા હતા.

  18. હઝકિયેલ ૪૨:૧આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ પછી પેલો માણસ મને ઉત્તર તરફના બહારના આંગણામાં લાવ્યો. અને ઉત્તર બાજુના મકાન તરફના બહારના આંગણાની સામેના ઓરડાઓમાં લાવ્યો.

  19. હઝકિયેલ ૪૨:૨આશરે ઈ.પૂ. ૫૭૪

    આ ઓરડાની પહોળાઇ પચાસ હાથ અને લંબાઈ સો હાથ હતી.

  20. હઝકિયેલ ૪૨:૩આશરે ઈ.પૂ. ૫૭૪

    અંદરનાં આંગણા પવિત્રસ્થાનથી વીસ હાથ દૂર હતાં. બહારનાં આંગણાંની સામે ઓસરીમાં ત્રણ માળ હતા.

  21. હઝકિયેલ ૪૨:૪આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ ઓરડીની આગળ એક રસ્તો હતો તે દસ હાથ પહોળો તથા તેની લંબાઈ સો હાથ હતી. ઓરડાના દરવાજા ઉત્તર બાજુ તરફ હતા.

  22. હઝકિયેલ ૪૨:૫આશરે ઈ.પૂ. ૫૭૪

    પણ ઉપરના ઓરડા નાના હતા, ઇમારતની તળિયાની ઓરડીઓ તથા વચલી ઓરડીઓમાંથી ઘણીબધી જગ્યા ઓસરીએ રોકી હતી.

  23. હઝકિયેલ ૪૨:૬આશરે ઈ.પૂ. ૫૭૪

    તેમને ત્રણ માળ હતા, આંગણાને જેમ થાંભલા હતા તેમ તેમને થાંભલા ન હતા. ઉપરનો માળ નીચેના માળ તથા વચ્ચેના માળ કરતા કદમાં નાનો હતો.

  24. હઝકિયેલ ૪૨:૭આશરે ઈ.પૂ. ૫૭૪

    ¶ જે દીવાલ ઓરડીની બહારના આંગણામાં, એટલે ઓરડીના આગળના ભાગના આંગણા તરફ હતી, તે પચાસ હાથ લાંબી હતી.

  25. હઝકિયેલ ૪૨:૮આશરે ઈ.પૂ. ૫૭૪

    બહારના આંગણા તરફ આવેલી ઓરડીની લંબાઈ પચાસ હાથ હતી, પવિત્રસ્થાન તરફ આવેલ ઓરડીઓની લંબાઈ સો હાથ હતી.