મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. મેં તૂરને જોયું છે તેવી રીતે એફ્રાઇમ ફળદ્રુપ જમીનમાં રોપાયેલો છે, પણ એફ્રાઇમ પોતાનાં સંતાનને સંહારકની પાસે બહાર લાવશે.”

  2. હે યહોવાહ, તેઓને આપો. તમે તેઓને શું આપશો? ગર્ભપાત કરનાર ગર્ભસ્થાન તથા દૂધ વગરનાં સ્તન તેઓને આપો.

  3. ગિલ્ગાલમાં તેઓનાં બધાં દુષ્ટ કાર્યોને કારણે. ત્યાં હું તેઓને ધિક્કારવા લાગ્યો. તેઓનાં દુષ્કૃત્યોને કારણે, હું તેઓને મારા ઘરમાંથી નસાડી મૂકીશ. હવે પછી હું તેઓના પર પ્રેમ નહિ રાખું. તેઓના બધા સરદારો બંડખોર છે.

  4. એફ્રાઇમ રોગગ્રસ્ત છે, તેઓનું મૂળ સુકાઈ ગયું છે; તેમને ફળ આવશે નહિ. જોકે તેઓને સંતાન થાય, તો પણ હું તેઓના વહાલાં સંતાનનો સંહાર કરીશ.

  5. મારા ઈશ્વર તેઓને તરછોડી નાખશે કેમ કે તેઓએ તેમનું સાંભળ્યું નથી. તેઓ પરદેશીઓ મધ્યે ભટકનારા થશે.

  6. તેઓનું હૃદય કપટી છે; હવે તેઓ પોતાના અપરાધની સજા ભોગવશે. યહોવાહ તેઓની વેદીઓ તોડી નાખશે; તે તેઓનાં ભજનસ્તંભોનો નાશ કરશે.

  7. કેમ કે હવે તેઓ કહેશે, “અમારે કોઈ રાજા નથી, કેમ કે અમે યહોવાહનો ભય રાખતા નથી. અને રાજા પણ અમારે માટે શું કરી શકે છે?”

  8. મારી મરજીમાં આવશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ. જ્યારે તેઓ પોતાના બે અન્યાયને કારણે બંધનમાં હશે ત્યારે પ્રજાઓ તેઓની વિરુદ્ધ એકત્ર થશે.

  9. એફ્રાઇમ એક તાલીમ પામેલી વાછરડી કે જેને અનાજ મસળવાના ખળામાં ફરવાનું ગમે છે તેના જેવો છે, મેં તેની સુંદર ગરદન પર ઝૂંસરી મૂકી છે. હું એફ્રાઇમ પર ઝૂંસરી મૂકીશ; યહૂદા ખેડશે; યાકૂબ કઠણ જમીન તોડશે.

  10. પોતાને સારુ નેકી વાવો, વિશ્વાસનીયતાનાં ફળ લણો. તમારી પડતર જમીન ખેડો, કેમ કે તેઓ આવે અને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી, યહોવાહને શોધવાનો સમય છે.

  11. ઇઝરાયલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો, મેં મારા દીકરાને મિસરમાંથી બોલાવ્યો હતો.

  12. જો કે, મેં એફ્રાઇમને ચાલતાં શીખવ્યો. મેં તેઓને બાથમાં લીધા, પણ તેઓ જાણતા ન હતા કે તેઓની સંભાળ રાખનાર હું હતો.

  13. મેં તેઓને માનવીય બંધનોથી, પ્રેમની દોરીઓથી દોર્યા. હું તેઓના માટે તેઓની ગરદન પરની ઝૂંસરી ઉઠાવી લેનારના જેવો હતો, હું પોતે વાંકો વળ્યો અને મેં તેઓને ખવડાવ્યું.

  14. મારા લોકોનું વલણ મારા વિમુખ થઈ જવું છે, જોકે તેઓ આકાશવાસી ઈશ્વરને પોકારે છે, પણ કોઈ તેઓને માન આપશે નહિ.

  15. હે એફ્રાઇમ, હું શી રીતે તારો ત્યાગ કરું? હે ઇઝરાયલ, હું તને કેવી રીતે બીજાને સોંપી દઉં? હું શી રીતે તારા હાલ આદમાના જેવા કરું? હું શી રીતે સબોઈમની જેમ તારી સાથે વર્તું? મારું મન પાછું પડે છે; મારી બધી કરુણા પ્રબળ થાય છે.

  16. હું મારા ક્રોધના આવેશ મુજબ વર્તીશ નહિ, હું ફરીથી એફ્રાઇમનો નાશ કરીશ નહિ, કેમ કે હું ઈશ્વર છું, માણસ નથી; હું તારી વચ્ચે રહેનાર પરમપવિત્ર ઈશ્વર છું. હું કોપાયમાન થઈને આવીશ નહિ.

  17. યહોવાહ સિંહની જેમ ગર્જના કરશે, તેઓ તેમની પાછળ ચાલશે. હા તે ગર્જના કરશે, અને લોકો પશ્ચિમથી ધ્રૂજતા ધ્રૂજતા આવશે.

  18. તેઓ મિસરમાંથી પક્ષીની જેમ, આશ્શૂરમાંથી કબૂતરની જેમ ધ્રૂજારીસહિત આવશે. હું તેઓને ફરીથી તેઓનાં ઘરોમાં વસાવીશ.” આ યહોવાહનું વચન છે.

  19. એફ્રાઇમે મને જૂઠથી, અને ઇઝરાયલી લોકોએ છેતરપિંડી કરીને મને ઘેરી લીધો. પણ યહૂદા હજી પણ ઈશ્વર પ્રત્યે, પવિત્ર ઈશ્વર પ્રત્યે સ્થિર છે.

  20. યહૂદિયા વિરુદ્ધ યહોવાહને દલીલ છે તેઓ યાકૂબને તેનાં કૃત્યોની સજા આપશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને સજા આપશે.

  21. ગર્ભસ્થાનમાં તેણે પોતાના ભાઈની એડી પકડી, અને પુખ્ત ઉંમરે તેણે ઈશ્વર સાથે બાથ ભીડી.

  22. હા, યહોવાહ, સૈન્યોના ઈશ્વર છે; “યહોવાહ” તે તેમનું સ્મારક નામ છે જેના ઉચ્ચારથી તેમને બોલાવવામાં આવે છે.

  23. માટે તમારા ઈશ્વરની તરફ પાછા ફરો. ન્યાય અને વિશ્વાસુપણાને વળગી રહો, તમારા ઈશ્વરની રાહ જોતા રહો.

  24. “મિસર દેશથી હું યહોવાહ તમારો ઈશ્વર છું. જેમ મુકરર પર્વના દિવસોમાં તું વસતો હતો, તેમ હું તને ફરીથી મંડપોમાં વસાવીશ.

  25. મેં પ્રબોધકો સાથે વાત કરી છે. મેં તેઓને ઘણાં સંદર્શનો આપ્યાં છે. મેં તેઓને પ્રબોધકો મારફતે દ્રષ્ટાંતો આપ્યા છે.”