મુખ્ય સામગ્રી પર જાઓ

Psalms વિશે બાઇબલની કલમો

896 કલમો · 16 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ઓ ભૂંડુ કરનારાઓ, તમે સર્વ મારાથી દૂર જાઓ; કેમ કે યહોવાહે મારા વિલાપનો અવાજ સાંભળ્યો છે.

  2. યહોવાહે મારા કાલાવાલા સાંભળ્યા છે; યહોવાહે મારી પ્રાર્થના માન્ય કરી છે.

  3. મારા સર્વ શત્રુઓ લજવાશે અને ભારે મુશ્કેલીમાં આવી પડશે. તેઓ પાછા ફરશે અને ઓચિંતા બદનામ થશે.

  4. હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.

  5. તમારા શત્રુઓને કારણે, તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, શત્રુને તથા વેરીને તમે શાંત પાડો.

  6. આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું,

  7. ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?

  8. કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે.

  9. તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ નીચે તમે બધું મૂક્યું છે:

  10. સર્વ ઘેટાં અને બળદો અને વન્ય પશુઓ,

  11. આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.

  12. હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!

  13. યહોવાહ પર હું ભરોસો રાખું છું; તમે મારા જીવને કેમ કહો છો કે, “પક્ષીની જેમ તું પર્વત પર ઊડી જા?”

  14. કારણ કે, જુઓ! દુષ્ટો પોતાના ધનુષ્યને તૈયાર કરે છે. તેઓ ધનુષ્યની દોરી પર પોતાનાં બાણ તૈયાર કરે છે એટલે તેઓ અંધારામાં શુદ્ધ હૃદયવાળાને મારે.

  15. કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે?

  16. યહોવાહ પોતાના પવિત્રસ્થાનમાં છે; તેમની આંખો જુએ છે અને તેમની આંખો મનુષ્યના દીકરાઓને પારખે છે.

  17. યહોવાહ ન્યાયી તથા દુષ્ટ લોકોની પરીક્ષા કરે છે, પણ જેઓ હિંસા કરવામાં આનંદ માને છે તેઓને તે ધિક્કારે છે.

  18. તે દુષ્ટ લોકો પર વરસાદની જેમ અગ્નિ, ગંધક અને ભયંકર લૂ વરસાવે છે; તે તેઓના પ્યાલાનો ભાગ થશે.

  19. કારણ કે યહોવાહ ન્યાયી છે અને તે ન્યાયીપણાને ચાહે છે; જે પવિત્ર છે તે તેમનું મુખ જોશે.

  20. હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે; વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે.

  21. દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે; દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે.

  22. યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે.

  23. તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું. જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?”

  24. યહોવાહ કહે છે, “ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ.” “જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”

  25. યહોવાહના શબ્દો શુદ્ધ છે, જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય, તેના જેવા તેઓ પવિત્ર છે.