મુખ્ય સામગ્રી પર જાઓ

Psalms વિશે બાઇબલની કલમો

896 કલમો · 16 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાહે પોતાને માટે પસંદ કર્યો છે. હું જ્યારે યહોવાહને વિનંતિ કરું, ત્યારે તે મારું સાંભળશે.

  2. તેમનાથી ભયભીત થાઓ, પણ પાપ ન કરો! તમારા બિછાના પર પોતાના હૃદયમાં મનન કરો અને શાંત રહો. સેલાહ

  3. ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો.

  4. ઘણા કહે છે, “કોણ અમને કંઈક સારું બતાવશે?” યહોવાહ, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો.

  5. લોકોનું અનાજ તથા નવો દ્રાક્ષારસ વધવાથી તેઓને આનંદ થાય છે, તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે.

  6. હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ, કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.

  7. હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો; મારા ચિંતન પર લક્ષ આપો.

  8. હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો, કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું.

  9. હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં હું તારી પાસે મારી અરજીઓ લાવું છું કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ.

  10. દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી.

  11. તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી; જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો.

  12. જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો; યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે.

  13. પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ; હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ.

  14. હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો; મારી આગળ તમારો માર્ગ સીધા કરો.

  15. કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી; તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે; તેઓનું ગળું ઉઘાડી કબર છે; તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.

  16. હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો; તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો! તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો, કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે.

  17. પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે; તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે; તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે.

  18. કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો; તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો.

  19. હે યહોવાહ, તમારા ક્રોધમાં મને ધમકાવશો નહિ અને તમારા રોષમાં મને શિક્ષા કરશો નહિ.

  20. હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.

  21. મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?

  22. હે યહોવાહ, પાછા આવો, મારા જીવને બચાવો. તમારી કૃપાને લીધે મારો બચાવ કરો!

  23. કેમ કે મરણાવસ્થામાં કોઈ તમારું સ્મરણ કરતું નથી. શેઓલમાં તમારો આભાર કોણ માનશે?

  24. હું નિસાસા નાખીને થાકી ગયો છું. દરરોજ રાત્રે હું મારા આંસુઓથી પલંગને પલાળું છું; હું આંસુઓથી મારા બિછાનાને ભીંજવું છું.

  25. રુદનથી મારી આંખો નબળી થઈ ગઈ છે; મારા સર્વ શત્રુઓને લીધે તે જીર્ણ થતી જાય છે.